ઝારખંડમાં આવેલી ઓસમ ડેરી ફક્ત આપણા દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ખ્યાતિ મેળવી રહી છે. દિવસે-દિવસે વિકસતી કંપનીઓમાં ઓસમ ડેરીનું નામ પણ શામેલ છે. આ કંપનીએ ખૂબ ટૂંકા સમયમાં ખૂબ મોટું સ્થાન હાંસલ કર્યું છે. પરંતુ મહેનત કર્યા વિના સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી. તેથી આ કંપનીની સફળતા કેટલાક લોકોના આત્મવિશ્વાસ અને મહેનતની વાર્તા છે જે એકદમ રસપ્રદ છે.
સીએ અભિનવ શાહે તેના 3 મિત્રો સાથે ‘ઓસમ ડેરી’ શરૂ કરી હતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો પુત્ર અભિનવ શાહ મુખ્યત્વે આ જાણીતા ડેરી ફાર્મનો વ્યવસાય શરૂ કરવા માટે જવાબદાર હતો. અભિનવ વિદેશમાં રહીને મલ્ટિનેશનલ કંપનીમાં સીએનુ કામ કરતો હતો પરંતુ સીએની જોબ કરીને કંટાળી ગયો હતો. તે રોજ સવારે ૯ વાગ્યે ઓફિસ જતો ત્યાં કામ કરતો અને સાંજે ૫ વાગ્યે ઘરે પાછો ફરતો, આમ તેમનું જીવન નિસ્તેજ જણાતું હતું. હવે તે કંઇક અલગ કરવા માંગતો હતો.
પછી તેણે ઉદ્યોગસાહસિકની દુનિયામાં જવાનું નક્કી કર્યું. જ્યારે તેણે પોતાના નિર્ણય તેની સાથે કામ કરતા અન્ય કેટલાક મિત્રો સાથે શેર કર્યો, ત્યારે કેટલાક લોકોએ તેમની સાથે ભાગીદારીમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ અભિનવે તેના અન્ય મિત્રો અભિષેક રાજ, હર્ષ ઠક્કર અને રાકેશ શર્મા સાથે મળીને ૨૦૧૨ માં ડેરી ફાર્મનો ધંધો શરૂ કર્યો હતો અને વર્ષ ૨૦૧૪ માં તેણે આ ઓસમ ડેરી તરીકે બિઝનેસ નોંધાવ્યો હતો.
ડેરી ઉદ્યોગ માટે ચારેય મિત્રોએ MNC ની મોટી નોકરી છોડી દીધી. અભિનવ શાહ ઓસમ ડેરીના સહ-સ્થાપક રહ્યા છે, કેમ કે આ ધંધો શરૂ કરવા પાછળનો વિચાર તેનો હતો. તે ૯ વર્ષથી લક્ઝમબર્ગની એક મલ્ટિનેશનલ કંપનીમાં સીએ ની પોસ્ટ માટે નોકરી કરી હતી. તે જ સમયે તેમણે અન્ય દેશોના ડેરી ઉદ્યોગનું કામ જોયુ અને તેમને આ વ્યવસાય કરવાની પ્રેરણા મળી હતી.
પછી તેને વ્યવસાય માટે ભાગીદાર પણ મળ્યો અને વધુ પ્રોત્સાહન મળ્યું. ફક્ત આ ધંધા માટે જ નહીં પરંતુ તેના મિત્રો પણ તેમની મોટી નોકરી છોડી અને પાછા ભારત આવ્યા. તે નોકરીમાં તેમનું વાર્ષિક પેકેજ આશરે ૪૦ લાખ રૂપિયા હતું. ત્યારબાદ તે પોતાના દેશમાં આવ્યા પછી ઝારખંડમાં ડેરી ફોર્મનો વ્યવસાય શરૂ કર્યો.
બધા મિત્રોએ ૧-૧ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને ૪૦ ગાય ખરીદી. સૌ પ્રથમ અભિનવએ આ ઉદ્યોગની સમગ્ર કાર્યકારી શૈલીને સમજવા માટે કાનપુરથી વ્યવસાયિક ડેરી ફાર્મમાં અભ્યાસક્રમ લીધો. આ તાલીમ દરમિયાન તેમણે પ્રાણીઓની સ્વચ્છતા અને આરોગ્ય વિશે ઉપયોગી માહિતી મેળવી. આમ ધંધામાં કુલ ચાર કરોડનું રોકાણ થયું હતું. ત્યારબાદ પહેલા તેણે આ નાણાંમાંથી ૧ એકર જમીન ખરીદી હતી અને ડેરી ફાર્મના નિર્માણમાં આશરે ૩૦ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
વર્કશોપમાં તાલીમ લીધા પછી, તે પંજાબ ગયો અને ત્યાંથી ૪૦ ગાય ખરીદી, જેની કિંમત લગભગ ૩૫ લાખ રૂપિયા છે. શરૂઆતમાં ઘણી સમસ્યાઓ હતી. ગાયના છાણ પણ જાતે ઉચકતા હતા. સૌ પ્રથમ કોઈપણ વ્યવસાય શરૂ કરતી વખતે અનેક સમસ્યાઓ હોય છે. અભિનવ અને તેના મિત્રોએ પણ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. જ્યારે તેણે આ ડેરી પ્લાન્ટ ખોલવાનો નિર્ણય કર્યો ત્યારે તેને તેના માટે ૨૦ કરોડ રૂપિયાની જરૂર હતી.
જો કે તેમના માટે આ એક મોટી સમસ્યા હતી, પરંતુ ઘણા દિવસોની સખત મહેનત બાદ તેને નેશનલ બેંક તરફથી ૭ કરોડ રૂપિયાની લોન મળી. તેણે ધંધો શરૂ કરતાં એક મહિનો પણ નથી થયો કે તેની 26 ગાયને ચેપ લાગ્યો અને તેનું મોત નીપજ્યું. તેમને આ ઉદ્યોગનો અનુભવ ન હતો, જેના કારણે તે બધા ભાગીદારોને ગાયોના મૃત્યુને કારણે ઘણું સહન કરવું પડ્યું હતું.
એટલું જ નહીં તમામ કમ્ફર્ટ સાથે મલ્ટિનેશનલ કંપનીમાંથી આવેલા આ યુવાનોએ ગાયોના મૃતદેહોને જાતે જ ઉપાડ્યા હતા અને તેઓએ ઘણા દિવસો સુધી ગોબરની સફાઇ કરવી પડી હતી, પરંતુ તેઓએ હાર માની ન હતી. બધાએ સાથે મળીને નક્કી કર્યું કે તેઓ આ ક્ષેત્રના નિષ્ણાતોના વધુ જ્ઞાન સાથે કામ કરશે. ત્યારબાદ નિષ્ણાત સાથે વાત કર્યા પછી તેણે ૫૦ લાખમા મા ૧૦૦ હોલ્સ્ટાઇન ફ્રીઝિયન ગાયો ખરીદી. જેના માટે તેમને વધુ નાણાંનું રોકાણ કરવું પડ્યું.
હમણાં સુધી તેમના ભાગીદાર દીઠ ૧.૫ કરોડ જેટલું રોકાણ થયું હતું. જો કે આ ધંધામાં આટલા બધા નાણાંનું રોકાણ કરવું તેમના માટે એક મોટો પડકાર હતો. પરંતુ તેમની મહેનતનું ફળ તેમને મળ્યું અને ગ્રાહકો તેમના ઉત્પાદનને પસંદ કરવાને કારણે તેમની માંગમાં વધારો થયો. પછી ૬ મહિનાની અંદર તેઓએ નફો કમાવવાનું શરૂ કર્યું. હવે ઓસમ ડેરી એક જાણીતી બ્રાન્ડ બની ગઈ છે અને આ ડેરી રાજ્યના દરેક ક્ષેત્રમાં પોતાના ગ્રાહકોને સેવાઓ આપી રહી છે.
હવે તેઓ આ કામ અન્ય રાજ્યોમાં પણ ફેલાવવાનું વિચારી રહ્યા છે. ઓસમ ડેરીમાં આજે ૧૮૦ કામદારો કામ કરે છે અને પાછલા વર્ષમાં તેનું ટર્નઓવર ૯૦ કરોડ થઈ ગયું છે. ઝારખંડમાં કંપનીએ બે પ્લાન્ટ સ્થાપ્યા છે, જેમાંથી દરરોજ લગભગ ૨ લાખ લિટર દૂધ મળે છે અને તેઓ ૩૫૦ ગામોમાંથી દૂધ ભેગું કરે છે. તેઓ હોટલ અને દુકાનોમાં ઘરેલુ ડિલિવરીથી દૂધની સપ્લાય પણ કરી રહ્યા છે.
હવે ઓસમ ડેરી પ્રગતિના માર્ગ પર છે અને અન્ય શહેરો અને રાજ્યોમાં પણ તેનું કાર્ય શરૂ કરી રહી છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૩ માં ઓસમ ડેરીને ઝારખંડ સરકાર દ્વારા ‘બેસ્ટ યંગ ડેરી એવોર્ડ’ પણ મળ્યો હતો. આ ફર્મના સ્થાપક દરેકને સંદેશ આપતા કહે છે કે આગળ વધો અને તમારી પ્રાકૃતિકતા સાથે ચાલો. શરૂઆતમાં આ પ્રવાસ મુશ્કેલ બનશે પરંતુ જો તમે સફળતાની દિશામાં આગળ વધશો, તો ખ્યાતિ તમારા માર્ગમાં સામી મળશે.