Pakistanis attacked Gujarati again in UK

UK માં ફરીવાર થયો ગુજરાતી પર પાકિસ્તાનીઓનો હુમલો, કહ્યું- ‘કાર ઉભી રાખતા માથામાં ચાકુના વારંવાર કર્યા ઘા, 200જણા સામે કેવી રીતે લડવું?

News

28 ઓગસ્ટે એશિયા કપમાં પાકિસ્તાન ભારત સામેની મેચ હારી ગયું હતું. આ હાર પાકિસ્તાનીઓથી સહન ન થઈ. મેચના દિવસે યુકેના લેસ્ટર શહેરમાં ભારતીય અને પાકિસ્તાનીઓ સામસામે આવી ગયા હતા. બાદમાં લેસ્ટર શહેરમાં પાકિસ્તાનીઓ દ્વારા હિંદુઓ પર હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. આ ઘટના બાદથી હિન્દુ સંગઠનો, યુકે પોલીસ અને નેતાઓ અને ભારતીય દૂતાવાસના અધિકારીઓ પણ આઘાતમાં છે અને તેમણે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે મારી ટીમે લેસ્ટરમાં રહેતા કેટલાક સ્થાનિક ગુજરાતીઓ સાથે વાત કરી હતી, જેમાં આ ઘટના પાછળના અલગ-અલગ કારણો સામે આવ્યા હતા. કેટલાકે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનીઓએ બર્મિંગહામ, માન્ચેસ્ટર અને અન્ય શહેરોમાંથી પાકિસ્તાનીઓને લેસ્ટરમાં હિંદુઓ વિરુદ્ધ રેલી કરવા આમંત્રણ આપ્યું હતું. આ ઘટના ઘણી ગંભીર છે.

બધા હુમલાખોરો બહાર થી આવેલ હતા
અમારી ટીમે ભારતીયો અને પાકિસ્તાનીઓના ટોળા વચ્ચે અથડામણ કરનાર ગુજરાતી યુવક રામકેશભાઈ સાથે વાત કરી હતી. રામકેશભાઈ સાંજે પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમની કાર રોકીને તેમને માથાના ભાગે માર માર્યો હતો. તેને માથામાં 30 ટાંકા આવ્યા હતા અને તેના શરીર પર પણ ગોળી વાગી હતી. તેમના કહેવા પ્રમાણે, જ્યારે તેઓ સાત વાગ્યે બહારથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે બધા સામે ઉભા હતા. ત્યારબાદ તેઓએ કાર પાર્ક કરી અને મને મારવાનું શરૂ કર્યું. તતે ઘણા બધા હતા ,એટલા બધાને તો મારે કેમ ?. પોલીસકર્મી સામે ઉભો હતો. તેના કારણે જ હું બચી ગયો હતો. તે 200 લોકોનું જૂથ હતું. તે બધા ગુંડા બહારના હતા અને અપશબ્દો બોલી રહ્યા હતા. મને માર્યા પછી મને કંઈ ખબર નથી. મને છરીમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું. જોકે એમ્બ્યુલન્સ બરાબર સામે હતી એટલે પોલીસે મને તેમાં બેસાડ્યો. થોડા સમય બાદ અન્ય એકને પણ ધક્કો માર્યો હતો. મને દાખલ કરાયા બાદ અન્ય છ લોકો ઘાયલ થયા હતા. દરેકના માથા અને મોઢામાંથી લોહી નીકળતું હતું. હું 3 રાત અને 3 દિવસ હોસ્પિટલમાં રહ્યો. હજુ પણ પીડા છે.

પોલીસને ખબર પડી ગયા છે કે મને મારનારા કોણ હતા
રામકેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ‘પોલીસે આગળ કોઈ કાર્યવાહી કરી ન હતી, તેઓ ત્યાં જ ઊભા હતા. જો પોલીસે અત્યારે જેટલાં પગલાં લીધાં છે તેટલાં પગલાં લીધાં હોત તો તે કોઈ (બહારથી) અવત જ નહીં. જો કે, તેણે મને કહ્યું કે પોલીસને ખબર પડી ગઈ છે કે મને મારનાર કોણ છે. આ પહેલા પણ જ્યારે એક પાકિસ્તાની માર્યો ગયો હતો, ત્યારે કેટલાક લોકોએ તેમાં મારું નામ ખોટી રીતે નાખ્યું હતું અને મારી કારનો નંબર અને ફોટો વાયરલ થયો હતો, પરંતુ મને જાણ થતાં જ હું અહીં મારા મિત્રોને તેમના પ્રતિનિધિ સાથે મળ્યો હતો. અને સમગ્ર સત્ય જણાવ્યું હતું. એ પછી તો મારે સમાધાન થઈ ગયું હતું.

બધાએ માસ્ક પહેરેલા હતા
રામકેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ‘ઘટનાના દિવસે મારા પર હુમલો કરનારા તમામ લોકોએ માસ્ક પહેરેલા હતા. એવી કોઈ વ્યક્તિ ના હતું કે જેને માસ્ક ના પહેર્યું હોય, તેથી કોઈને ઓળખી શકાય આમ ના હતા. મને માર્યાપછી કેટલાક લોકો મને બચાવવા આવ્યા અને કહ્યું કે તેને મારશો નહીં. મારી સાથે મારપીટ કર્યા બાદ પોલીસકર્મીએ મને કહ્યું કે મારી તરફ આવતા રહો. વાહનોમાં સિમ્બોલ ને જોઈને ઉભી રાખીને માર મારતા હતા. તેઓ એમ પણ પૂછતા હતા કે તમે કેવા (કોણ) છો? મને કલા ને નથી માર્યો પણ આપણા ઘણા લોકોને માર્યા છે. હું ખરેખર હવે બહાર જતો નથી. હવે એવી અફવાઓ ચાલી રહી છે કે આ લોકો નવરાત્રિ પર પણ કંઈક કરશે. નવરાત્રિ પર પહેલાં ક્યારેય નહીં, પણ કદાચ હવે. હવે સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ અગાઉ કંઈ કરવામાં આવ્યું ન હતું. પોલીસ હવે 3-4 ભારતીયો સહિત તમામની ધરપકડ કરી રહી છે. પ્રથમ ઘટના મેચવાળી હતી. મારી કારની કિંમત 30 હજાર પાઉન્ડ છે.જે સંપૂર્ણ નાશ.થઈ ગય છે’

ત્યારે રાણીનું મૃત્યુ થયું હતું, પોલીસ એમાં હતી
આ અંગે લીસેસ્ટરમાં રહેતા એક વ્યવસાયીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘તે જ દિવસે સરકારે પોલીસને વ્યક્તિગત જૂથો અને 16 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિ જો તેઓ સામે આવે તો તેમની ધરપકડ અથવા દેશનિકાલ કરવાનો અધિકાર આપવાનો નિર્ણય કર્યો હતો. પોલીસ ફોર્સ પણ વધારી દેવામાં આવ્યો હતો અને મેઈન સ્ટ્રીટ, મેલ્ટન રોડ અને અલીફાઈવ વિસ્તારમાં 24 કલાક માટે 500 જેટલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. હવે આની પાછળ કોનો હાથ છે અને તેનું કારણ શું છે તેની તમામ તપાસ કરી રહી છે. તે સમયે મુખ્ય સમસ્યા એ હતી કે અહીં રાણીનું અવસાન થયું હતું, તેથી કોઈએ બહુ ધ્યાન આપ્યું ન હતું.’

અત્યાર સુધી ક્યારેય બન્યું નથી
તેમણે ઉમેર્યું હતું કે ‘ઇન્ડિયા-પાકિસ્તાનના લોકો એકબીજાને ઓળખે છે, તેમના સંબંધો પર હજુ કઈ ખાસ અસર નથી થઈ. મારે પણ વાત થઈ તો એ લોકો એવું કહે છે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે, કારણ કે આમાં બન્નેમાંથી કોઇની સેફટી નથી. એટલે બીજા લોકોને લીધે બાકી બધાને ભોગવવું પડે છે. પાકિસ્તાનીઓએ જે ગ્રુપ બનાવ્યા હતા એમાં લોકલ બહુ ઓછા હોય છે. બર્મિંગહામ, માન્ચેસ્ટર અને લીડ્સમાંથી પાકિસ્તાનીઓને બોલાવ્યા હતા. ગઇકાલે પણ બને તરફથી રેલી કાઢવામાં આવી હતી, પણ એ પીસફુલ હતી. અત્યારસુધી આવું ક્યારેય નથી બન્યું. અહીં પોલીસ કમિશનર હતા, તેમને પણ હટાવીને ટેમ્પરરી કમિશનર બેસાડયો હતા.બીજા બિઝનેસમેન સાથે વાત કરતાં તેણે કહ્યું ‘લિસેસ્ટરમાં ક્રિકેટમાંથી’બધું શરૂ થયું હતું અને ફેક માહિતી સ્પ્રેડ થઈ એને કારણે બધું શરૂ થયું. 47 લોકોને પોલીસે પકડ્યા છે. એમાં ઈન્ડિયન્સ ઓછા છે, પણ કેટલા છે એ ખબર નથી.’

અત્યારે તો બધા શાંત થયા છે, પણ ખબર નહીં પછી શું થાય
જ્યારે એક અન્ય વ્યક્તિએ કહ્યું હતું કે ‘ગણેશ ઉત્સવ દરમિયાન કદાચ 2-3 જગ્યાએ કોઈ ઘટના બની હતી. મેચવાળી ઘટના વખતે ભારતીય ઝંડાનું અપમાન કરવામાં આવ્યું હતું. ગણેશ ઉત્સવમાં માં થયું એ પછી વધી ગયું. પાકિસ્તાનીઓ આશરે 300-400ના ટોળામાં હતા. પછી ભારતીયોએ પ્રોટેસ્ટ રેલી કાઢી હતી, એટલે બીજા દિવસે પાકિસ્તાનીઓએ પ્રોટેસ્ટ માટે રેલી કાઢી અને એક ભારતીયને માર્યો હતો. આ ઘટનાને કારણે હવે બંને એકબીજાનો બૉયકોટ કરવાનું વિચારી રહ્યા છે. એવા મેસેજો ફરતા થયા છે એના પરથી લાગે છે. અત્યારે તો બધા થોડા શાંત થયા છે, પણ ખબર નહીં પછી શું થાય. રાતે બહાર નીકળવામાં થોડું રિસ્ક રહે છે પણ દિવસે એટલું બધુ નથી.’

આના કારણે વેપારધંધાને અસર થઈ છે
જ્યારે લેસ્ટરમાં સ્થાયી થયેલા પોરબંદરના મેર અગ્રણીએ જણાવ્યું હતું કે ‘ભારત-પાકિસ્તાનની મેચ બાદ આપણે હિંદુએ મેલ્ટન રોડ પર રેલી કરી હતી. એમાં એક ભાઈ પાકિસ્તાનનો ઝંડો લઈને આવ્યો હતો અને પાકિસ્તાન તરફી નારા લગાવ્યા હતા. એટલે એ છોકરાને થોડોઘણો માર્યો હતો. ત્યાં સુધીમાં પોલીસ આવી ગઈ હતી અને છોડાવી લીધો. ત્યાંથી પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો. પછી પાકિસ્તાનીઓએ ભારતીયો પર હુમલા કર્યા હતા. આના કારણે વેપારધંધાને અસર થઈ છે. પછી લેસ્ટરમાં જે લોકોને પોતાની પ્રોપર્ટી હતી એ હિંદુઓ પણ મૂવ થવા લાગ્યા છે. ઘર વેચીને લોકો ભાગી રહ્યા છે કે આવી માથાકૂટથી ડરે છે. હવે નવરાત્રિ આવી ગઈ તો લોકોને એ પણ ડર છે કે નવરાત્રિમાં કઈ થશે. મુખ્ય અહીં મેલ્ટન રોડ, ગ્રીન લેન્ડ રોડ અને અપિગમ રોડ એ ત્રણ મુખ્ય રસ્તા છે, જ્યાં ઈશ્યૂ ઉભો થયો છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *