પાણીપુરી પિત્ઝા – સ્વાદિષ્ટ અને ખુબજ ટેસ્ટી બનશે, જો આવી રીતે બનાવશો…

Recipe

ફાસ્ટ ફુડની દુકાને અથવા લારી પર મળતી પીઝા પુરી ઘરે પણ ખુબજ સરળતાથી બનાવી શકાય છે અને બાળકોથી લઈને મોટા સુધી દરેકને ભાવે એવી ઘરે પણ એકદમ સરળતાથી બની જાય છે, તો ચાલો જાણી લઈએ શું શું સામગ્રી જોઈએ અને કેવી રીતે બનાવીશું.

સામગ્રી:- 10 નંગ – પાણીપુરી ની પૂરી, 1 નાનો બાઉલ – બાફેલી મકાઈ, 3 ટી સ્પૂન – જીણા સમારેલા કાંદા, 1 ટી સ્પૂન – જીણા સમારેલા કેપ્સીકમ, 2 ટી સ્પૂન – પિત્ઝા સોસ, 1 ટી સ્પૂન – ટોમેટો કેચઅપ, 2 ટી સ્પૂન – મિકસ હર્બસ, 1 ટી સ્પૂન – ઓરેગાનો, 1 / 2 ટી સ્પૂન – પેપ્રિકા, સ્વાદ અનુસાર – મીઠું, 2 ટી સ્પૂન – તેલ, 4 ટેબલ સ્પૂન – છીણેલી ચીઝ

બનાવાની રીત:- કઢાઈ માં તેલ મૂકી તેમાં બાફેલી મકાઈ, કાંદા, કેપ્સીકમ સાંતળી લેવા. 1 મિનિટ માટે સાંતળી ને તેમાં પીત્ઝા સોસ, ટોમેટો કેચઅપ, મિકસ herbs, ઓરેગાનો, પેપ્રીકા,મીઠું ઉમેરી મિકસ કરી લેવું. પાણીપુરી ની પૂરી લઈ તેમાં ખાડો કરી ઠંડુ થયેલું સ્ટફિંગ ભરી ઉપર થી ચીઝ ભભરાવી દેવી.

નોનસ્ટિક પેનમાં નીચે મીઠું પાથરી સ્ટેન્ડ / કાંઠો મૂકી તેના પર મુઠીયા માટે ની પ્લેટ / ચારણી માં ભરેલી પૂરી મૂકી ઉપરથી ચીઝ મૂકી અને ઢાંકણ ઢાંકી ને ધીમા ગેસ પર 10 મિનિટ માટે મૂકવું. ચીઝ મેલ્ટ થઈ જાય એટલે પ્લેટ માં લઈ ઉપર થી ચીઝ મૂકી, ઓરેગાનો નાખી સર્વ કરવું. તરત જ સર્વ કરવું બનાવી ને રાખી મુકવાથી soggy થઈ જાય છે.

સૌજન્ય:- જિગીષા મોદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *