અવકાશ પ્રેમીઓ હવે ભારતમાંથી કરી શકશે અંતરિક્ષ પ્રવાસ, કર્ણાટક અથવા મધ્યપ્રદેશથી શરૂ થશે યાત્રા, ટિકિટની કિંમત રહશે 50 લાખ આસપાસ

News

ઈલોન મસ્કની સ્પેસ એક્સ અને જેફ બેઝોસની બ્લૂ ઓરિજિન પ્રમાણે એક ભારતીય કંપની પણ સ્પેસ ટુરિઝમ પ્લાન કરી રહી છે. સ્પેસ ઔરા એરોસ્પેસ ટેક્નોલોજી કંપનીએ દેહરાદૂનમાં આ મહિને થનારા સાયન્સ એક્ઝિબિશનમાં એક મોડેલ રજૂ કર્યું હતું. કંપનીએ જણાવ્યું કે, તે બલૂન અને કેપ્સ્યૂલનાં માધ્યમથી લોકોને સ્પેસયાત્રા કરાવશે. 2025 સુધી લોન્ચિંગનો પ્લાન છે. ટિકિટની કિંમત 50 લાખ રુપિયા હોઈ શકે.

દેશી સ્પેસ ટુરિઝમ યોજનાનાં 7 પોઈન્ટસ સમજીએ…
1. મુંબઈ કંપનીનો પ્રોજેક્ટ, ISRO મદદ કરી રહ્યું છે
દેશી સ્પેસ ટુરિઝમ સ્પેસ પ્રોજેક્ટનું નામ SKAP-1 છે. કંપનીનાં ફાઉન્ડર આકાશ પોરવાલને જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ માટે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને ટાટા ઈન્સ્ટીટ્યુટ ઓફ ફંડામેન્ટલ ઓફ રિસર્ચ (TIFR)ની મદદ લેવામાં આવી રહી છે.

2. મુસાફરોને બલૂન સાથે જોડી કેપ્સ્યુલ્સથી અવકાશમાં મોકલવામાં આવશે
કંપની SKAP-1 નામની સ્પેસ કેપ્સ્યુલ બનાવી રહી છે. આ કેપ્સ્યુલ 10 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હશે. તેને બલૂનની મદદથી ઉપર મોકલવામાં આવશે. આ બલૂન કેપ્સ્યુલને 35 કિમી સુધી લઈ જશે. પ્રવાસીઓ પૂરી રીતે અંતરિક્ષમાં તો નહીં પહોંચે, પરંતુ ચોક્કસપણે એ ઉંચાઈ પર જશે કે, જ્યાં અંતરિક્ષમાં પૃથ્વીનો નજારો જોવા મળશે. કેપ્સ્યુલને નીચે લાવવા માટે પેરાશૂટનો ઉપયોગ કરવામાં આવશે.

3. 6 મુસાફરો એક કલાક માટે સ્પેસ ટૂરિઝમ કરી શકશે
આકાશ પોરવાલે કહ્યું, ‘6 યાત્રીઓ કેપ્સુલમાં એકસાથે જઈ શકશે. તેમાં જીવનરક્ષક અને માહિતી પ્રણાલીઓ પણ હશે. બલૂનમાં હિલિયમ અથવા હાઇડ્રોજન ગેસ ભરવામાં આવશે, જે તેને અવકાશમાં છોડી દેશે.’

4. કંપનીએ હજુ સુધી ટિકિટની કિંમત નક્કી કરી નથી
કંપનીએ હજી સુધી ઘરેલું અવકાશયાત્રા માટે ટિકિટની કિંમત નક્કી કરી નથી. એક અંદાજ મુજબ એક કલાકની સ્પેસ ટૂરની ટિકિટની કિંમત 50 લાખ રૂપિયાની આસપાસ રાખવામાં આવશે. પોરવાલે કહ્યું કે, ‘અમારો ઉદ્દેશ લોકોને ઓછા ખર્ચે અંતરિક્ષ અને ભારતીય સંસ્કૃતિ સુધી લઈ જવાનો છે.’

5. લોન્ચની તારીખ અને 2 સાઇટ નક્કી કરવામાં આવી
વર્ષ 2025 સુધીમાં કંપની સ્પેસ ટૂરિઝમ શરૂ કરવાની યોજના બનાવી રહી છે, આ બે સાઈટની પસંદગી કરવામાં આવી છે. કંપની મધ્યપ્રદેશ કે કર્ણાટકથી લોન્ચ કરી શકે છે. આકાશ પોરવાલે કહ્યું કે, ‘તેમની પહેલી પસંદ MPનું ઇન્દોર છે. ફાઈનલ લોન્ચ ક્યાં થશે તે હજુ નક્કી નથી.’

6. 3 વિદેશી કંપનીઓએ સ્પેસ ટૂરિઝમ શરૂ કર્યું, જેમાં મસ્કના સ્પેસ એક્સનો પણ સમાવેશ થાય છે

  • દુનિયાની 3 સ્પેસ કંપનીઓએ અંતરિક્ષમાં લોકોને મોકલવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે. આમાં સૌથી પહેલા રિચર્ડ બ્રેન્સનની કંપની વર્જિન ગેલેક્ટિક છે. તેની પહેલી ઉડાન 11 જુલાઈ, 2021નાં રોજ ઉપડી હતી.બીજી જેફ
  • બેઝોસની કંપની બ્લુ ઓરિજિન છે, જેની પ્રથમ ઉડાન 20 જુલાઈ, 2021નાં રોજ અંતરિક્ષમાં ગઈ હતી.
  • ત્રીજું ઈલોન મસ્કનું સ્પેસ એક્સ છે. તેના દ્વારા યાત્રીઓ 15 સપ્ટેમ્બર 2021નાં રોજ અંતરિક્ષમાં ગયા હતા. આ કંપનીઓ બાદ ચીન સહિત ઘણા અન્ય દેશો પણ સ્પેસ ટૂરિઝમ સાથે જોડાયેલા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

7. વિદેશી કંપનીઓએ ટિકિટની કિંમત કરોડોમાં રાખી છે

  • હાલ સ્પેસ ટુરિઝમ ઉદ્યોગ ખૂબ જ મોંઘો સાબિત થઇ રહ્યો છે. સૌથી મોંઘી ટિકિટ સ્પેસ એક્સની છે. તેની કિંમત 55 મિલિયન ડોલર એટલે કે 450 કરોડ રૂપિયા છે. તેના દ્વારા મુસાફરો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જઈ શકે છે.
  • બ્લૂ ઓરિજિન ટિકિટની કિંમત 1.25 મિલિયન ડોલર એટલે કે 10 કરોડ રૂપિયા છે. 28 મિલિયન ડોલર (230 કરોડ રૂપિયા)માં તમે જેફ બેઝોસની બાજુમાં બેસી શકો છો.
  • વર્જિન ગેલેક્ટિકની ટિકિટની કિંમત 450,000 ડોલર એટલે કે 3 કરોડ 67 લાખ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published.