આ વાત તમે સાંભળીજ હશે કે શિવ ભગવાને ગુસ્સા માં આવી ને ગણેશજી નું માથું ધડ થી અલગ કરી દીધું હતું અને એની જગ્યા એ ગજરાજ નું માથું લગાવવા માં આવ્યું હતું પણ કોઈ ને એ વાત ની ખબર નથી કે એ ગણેશજી નું એ માથું ધરતી પર ક્યાં પડ્યું ? આજ અમે તમને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાત કહેવા જઈ રહ્યા છીએ..
ઉત્તરાખંડ રાજ્યના પિઠૌરાગઢ જિલ્લામાં આવેલી છે એક પાતાલ ભુવનેશ્વરની ગુફા, આ ગુફા મોટા પર્વતની નજીક લગભગ 90 ફીટ અંદર આવેલું છે. આ ગુફાની ખાસિયત એ છે કે આ ગુફામાં કેટલીક અદભુત અને આસ્થાના પ્રતીકને લાગતી વસ્તુઓ જોવા મળે છે.
આ ગુફા ઋષિ આદિશંકરાચાર્ય દ્વારા શોધવામાં આવી હતી અને આ ગુફામાં ચારો યુગના પ્રતીકના રૂપમાં 4 પથ્થર જોવા મળે છે. આ પથ્થરની ખાસિયત અને લોક માન્યતા એ છે કે આ પથ્થર દિવસને દિવસ ઉપરની તરફ જતો જાય છે અને જ્યારે આ પથ્થર ઉપરના પથ્થરને અડી જશે ત્યારે કલયુગનો અંત થશે.
આ પાતાળ ભુવનેશ્વર ગુફા રહસ્યો અને આશ્ચર્યોથી ભરેલી છે. અહીં ગણેશજીનું માથું એક મૂર્તિના રૂપમાં દેખાય છે , જેને ભગવાન ગણેશજીનું કપાયેલું માથું ગણવામાં આવે છે જે ધરતી પર પડ્યું હતું અને ગણેશજીના માથા પર 108 પંખુડિયોનું ભ્રમકમલ સ્થિત છે.
આ બ્રહ્મકમલ થી ગણેશજી ના કપાયેલા માથા પર પાણી સતત પડતું રહે છે જે તમે ફોટો માં જોઈ શકો છો ,એવું કહેવા માં આવે છે કે એની સ્થાપના ખુદ શિવ ભગવાન દ્વારા કરવા માં આવી હતી. આ ઉપરાંત આ ગુફા માં બદ્રીનાથ , કેદારનાથ અને અમરનાથ ની મૂર્તિઓ પણ જોવા મળે છે , એટલે કે આ જગ્યા પર ત્રણે જગ્યાઓ નો એક સાથે દર્શન કરી શકાય .