પતિ-પત્નીનાં સંબંધોમાં નાના-મોટા ઝગડાઓ થવા તે સામાન્ય વાત છે. પત્નીઓ ઘણી વાર ફરિયાદ કરે છે કે તેમના પતિ તેમની વાત સાંભળતા નથી. તેઓ હંમેશા જે ઇચ્છે છે તે કરે છે. આવી સ્થિતિમાં, દરેક પત્ની પોતાના પતિને કાબૂમાં રાખવા માગે છે. જો તમારી પણ આવી જ ઇચ્છા હોય, તો તમે યોગ્ય સ્થાન પર આવી ગયા છો. આજે અમે તમને કેટલીક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી તમારા પતિને કાબૂમાં રાખી શકો છો.
1. પતિને કાબૂમાં રાખવા માટે, તમારે પહેલા તેના હૃદયને જીતવું પડશે. જ્યારે તમે તેની વાત સાંભળશો તો જ તે તમારી વાતો સાંભળશે. જો તમે તેમની વાત સાથે સહમત ન હોવ તો પણ તેમની આખી વાત સાંભળો. તેમની સાથે ગુસ્સો ન કરો. તેના બદલે, તેમને શાંતિ, પ્રેમ અને તર્કથી કહો કે શા માટે તમે તેમની વાત સાથે સહમત નથી.
2. પત્નીઓને પતિને ટોણાં મારવાની ખૂબ જ ખરાબ ટેવ હોય છે. આને લીધે, ઘરમાં લડાઇ ઝગડા થતા રહેતા હોય છે. આ કટાક્ષ ઘણીવાર પતિને એટલા હદ સુધી દુઃખી કરતા હોય છે કે તે પોતાની પત્નીને નફરત કરવા લાગે છે. પત્ની પોતાના પતિની નજરમાં હલકી થઇ જાય છે. આ પછી જ પતિ પોતાની પત્નીની વાત સાંભળતો નથી. તેથી, જો તમે તમારા પતિને તમારા કાબુમાં રાખવા માંગતા હો, તો પછી તેમને ટોણાં મારવા કરતાં પ્રેમથી ભરેલી મીઠી વાતોની સહાય લો.
3. તેમના વર્ક અને ઓફિસના કામને લઈને કોઈ તેમાં દખલ કરે એ તેમને પસંદ નથી હોતું. તેથી તેમના કામ વિશે તેમની સાથે દલીલ ન કરો. અથવા તેમને કામના સમયે ડિસ્ટર્બ ન કરો. બસ જ્યારે તે થાકેલા ઘરે આવે ત્યારે તેમની તબિયત અને દિવસ કેવો હતો એજ પૂછો.
4. કેટલીક પત્નીઓને જૂની વાતો ખોદવાની ટેવ હોય છે. તે ખૂબ જ જૂની વાતો ઘણા વર્ષો સુધી ઉખાડ્યા કરે છે અને એ વાતોનું પુનરાવર્તન કરતી રહે છે. જે વાત વીતી ગઈ છે તેને ફરીથી ન ઉખાડો. જૂની વાતો ભૂલી જાઓ અને નવી શરૂવાત કરો. ભવિષ્યનું પ્લાનિંગ કરો. આનાથી તમારો પતિ તમારી દરેક વાતમાં રાજી થઈને સાથ આપશે.
5. કેટલીક વખત ગેરસમજને લીધે પતિ-પત્ની વચ્ચેનો સંબંધ બગડે છે. તેથી જ્યારે પણ ઝઘડો થાય, ત્યારે એકબીજા સાથે સીધી વાત કરો. શાંતિથી અને સંયુક્ત રીતે કોઈ સમસ્યા હોય તો તેનું સમાધાન શોધો. તમે જે સાંભળો છો તેનો વિશ્વાસ કરશો નહીં અને તમે એક બીજા પર વિશ્વાસ કરો.
6. લગ્ન પછી ઘણીવાર જીવનમાંથી રોમાંસ નીકળી જાય છે. આવી સ્થિતિમાં, તમારા પતિને આનંદ આપવા માટે ઘરે રોમેન્ટિક વાતાવરણ બનાવો. અથવા વેકેશન માણવા જાઓ. બહાર ભોજન પર જાઓ. તમે તમારા દેખાવ સાથે પણ પ્રયોગ કરી શકો છો. થોડો આધુનિક અને સ્ટાઇલિશ બનવાથી તમારો પતિ ફરી એકવાર તમારો દીવાનો થઇ જશે. આ વાતોને ધ્યાનમાં રાખો અને આની પર અમલ કરવાથી તમારો પાઇ તમારી દરેક વાત માનશે અને સાથે તમે જે કહો તે બધું સાંભળશે.
તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!