એક સમયે આ ગુજરાતી માત્ર 25 પૈસામાં વેચતા હતા પાઉંભાજી અને આજે છે 58 જેટલી હોટેલનો માલિક.

Story

દોસ્તો જ્યારે પણ આપણા ઘર પરિવારમાં પાઉંભાજી નું નામ આવે છે ત્યારે આપણા મગજમાં એક વિચાર આવે છે તે છે હોટલ “HONEST”…. અમદાવાદના લો ગાર્ડન નજીક એક સામાન્ય લાળી થી શરૂઆત કરનાર આ વ્યક્તિએ આજે અમેરિકા સહિત 55 થી વધુ હોટલો બનાવી દીધી છે.

ઓનેસ્ટ પાછળ જો કોઈ વ્યક્તિનો હાથ હોય તો તે છે વિજય ગુપ્તા. ઉત્તરપ્રદેશ માંથી ધંધા માટે આવેલા રમેશભાઈ ગુપ્તાએ ભેળપૂરી ની શરૂઆત કરી હતી. વિજય ગુપ્તા એ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “અમારી આ ભવ્ય સફળતા પાછળનું સૌથી ખાસ કારણ જો કોઈ હોય તો તે એ છે કે અમે નોર્મલ વર્ગમાં ધ્યાન મા રાખી ને ફૂડ તૈયાર કરીએ છીએ”. આ સિવાય ચોપાટી ફૂડ એ જ અમારી સાચી ઓળખ માનવામાં આવે છે.

અમે ક્યારેય લોકોની ભીડ પર વિશ્વાસ કર્યો નથી અને અમારી રેસ્ટોરન્ટ નો સ્વાદ પર પૂરતું ધ્યાન રાખીએ છીએ. જણાવી દઈએ કે અમને અમારા કસ્ટમર વર્ગ પાસે થી જ અમારી હોટલ ચલાવવા માટેની કેટલીક તકો શીખવા મળે છે.” રોજગારી પ્રાપ્ત કરવા અને કમાણી કરવા માટે જ રમેશભાઇ ગુપ્તા ગુજરાત જેવા રાજ્યમાં સ્થળાંતરિત થયા હતા.

ઉત્તરપ્રદેશના મથુરા જોડે આવેલા પચેરા ગામમાં રમેશભાઇ નો સમગ્ર પરિવાર ખેતીનો બિઝનેસ કરતો હતો, જેનાથી પરિવાર નું ભરણપોષણ સારી રીતે થઈ શકતું નહોતું. જેના કારણે પોતે રમેશભાઇએ અમદાવાદ ના રતનપોળ ના નાકે ચેતન ભેળપૂરી નામથી લાળી ની શરૂઆત કરી હતી અને તેમના ફૂડ ના સ્વાદિષ્ટ ટેસ્ટના લીધે જ આ લાળી ટૂંક સમય મા જ નજીકના લોકોમાં પ્રખ્યાત બની.

અહીં નાસ્તો કરવા માટે દિવસ દરમિયાન આવતા જૈન લોકો પાસે થી જ વ્યવસાય આગળ વધારવાની તકો જાણવા મળી. રતનપોળ થી આ ધંધાને આગળ શેહરમાં કેવી રીતે લઇ જવો તે બાબતે રમેશભાઈ વિચારી રહ્યા હતા. ૧૯૭૨ ના વર્ષ મા લો-ગાર્ડન જોડે શરૂ કરેલી લાળી માં, ભેળ ની સાથે પાઉંભાજી બનાવવા નુ પણ શરૂ કર્યું. પારસી ધંધાર્થી જોડેથી સલાહ લીધા પછી આ ધંધાનું નામ ચેતનમાં થી ચેન્જ કરીને ને ઓનેસ્ટ રાખ્યુ.

અમદાવાદના લો-ગાર્ડન જોડે ચાલુ કરેલી ઓનેસ્ટ પાઉંભાજી માટે આ લોકો પહેલા ઘરે માલ તૈયાર કરતા હતા. રમેશભાઇ તેમની પત્ની, તેમના ત્રણ પુત્રો તથા બે કારીગર સાથે સાત માણસો લારી પર કામ કરતા હતા. લો-ગાર્ડન પર ની આ ઓનેસ્ટ પાઉંભાજીની નાની એવી લાળી ધીમે-ધીમે સિટીના લોકો ને સ્વાદ નો ચસ્કો લગાવી દીધો હતો. આ લારી મા ઓઈલ ના ૨૫ અને બટર ના ૬૫ પૈસા મા પાઉંભાજીનું વેચાણ કરતા હતા તથા દરરોજ નું ૬૦ રૂપિયા નું કાઉન્ટર થતું હતું.

બી.કોમ. મા ફેલ થયેલા તેમનો સૌથી નાનો દીકરો વિજય ૧૯૮૧ મા ફુલ ટાઇમ માટે પિતા ના આ ધંધામાં જોડાયો હતો. વિજયે બંને ભાઇઓ જોડે મળી ને પિતા ના ધંધાને આગળ લઇ જવા નો વિચાર કર્યો. આ ધંધા ને ઊંચા સ્તર પર પહોંચાડવા માટે વિજયભાઇએ વર્ષ ૧૯૮૯માં લો-ગાર્ડન જોડે વ્હાઇટ હાઉસ મા બિલ્ડર ની નજીકથી એક દુકાન ખરીદી. ઓનેસ્ટ એક વેલ-નોન બ્રાન્ડ બની ગયેલી હોવાના કારણે દુકાન પર પહેલા દિવસ થી જ લાઇન લાગવા લાગી હતી.

પાઉંભાજી ધંધામાં વિજય સિવાય તેના બન્ને મોટા-ભાઇઓ ત્યાંનું નજીવી કામ કરતા હતા. પાઉંભાજીના લીધે ઓનેસ્ટ દુકાન મા શરૂઆત થી જ ૭ થી ૮ હજાર નો ધંધો થવા લાગ્યો. આ બિઝનેસ નો વ્યાપ વધારવા માટે ૧૯૯૪ મા આ ત્રણેય ભાઇઓએ જુદી જુદી જવાબદારી સ્વીકારી લીધી. ગ્રાહકો ના બહોળા પ્રમાણમાં પ્રેમને લીધે વર્ષ ૨૦૦૦ સુધી મા ઓનેસ્ટ ના પાંચ દુકાનની શરૂઆત થઇ ગઇ.

અમદાવાદ સિવાય સૌથી પહેલી વખત મહેસાણા તથા લીમડી મા ઓનેસ્ટ રેસ્ટોરન્ટની શરૂઆત થઈ. અન્ય રેસ્ટોરન્ટ ની ફ્રેન્ચાઇઝી ની માંગ ની વૃદ્ધિ ના લીધે વર્ષ ૨૦૦૪ મા ઓનેસ્ટ કંપનીની સ્થાપના કરી હતી. વર્ષ ૨૦૧૩ મા માઉન્ટ આબુ મા ઓનેસ્ટ કંપની ખોલી ને ગુજરાત ની બહાર ધંધો ફેલાવવા ની કાર્યવાહી નો પ્રારંભ કર્યો. ૨૦૧૬ મા પટ્ટાયા મા આઉટલેટ નો પ્રારંભ કર્યો અને પહેલી વખત ભારત ની બહાર ધંધા વધારવાનો પ્રારંભ કર્યો.

વિદેશની બહારની ધરતી પર ટેસ્ટના ચાહકોનો પ્રેમ મળતા અમેરિકા મા પણ આઉટલેટની શરૂઆત થઈ ગઈ. તાજેતરમાં યુએસમા ૨, થાઇલેન્ડ અને યુએઇ મા ૧-૧ સાથે ભારત દેશમા ઓનેસ્ટ ની આશરે ૫૮ રેસ્ટોરન્ટ છે. હાઇ-વે, રેસ્ટોરન્ટ તેમજ ૩ સ્ટાર હોટલ મા ઓનેસ્ટ નો વ્યવસાય છે. ૨૦૦૦ થી વધુ માણસો ને ઓનેસ્ટ રેસ્ટોરન્ટ રોજગારીની તક પૂરી પાડે છે. તાજેતરમાં ત્રણેય ભાઇઓ સાથે તેમના બાળકો ભેગા થઈને આ ધંધાના ને આગળ વધારવા માટે દિવસ રાત મહેનત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *