સત્યનારાયણની કથા કરતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો ફાયદા ને બદલે નુકશાન થશે…

ajab gajab

આ દુનિયામાં કોઈપણ સુખી નથી.દરેકના જીવનમાં કોઈને કોઈ તકલીફ ચાલતી રહે છે. તમારા જીવનમાં આવતી તકલીફો ઘણા કારણોથી થઇ શકે છે,જેમ કે ખરાબ નસીબ, ઘરમાં વાસ્તુ દોષ હોવું, વધુ નકારાત્મક ઉર્જાનું ઘરમાં હોવું, કોઈ ખરાબ શક્તિનો પડછાયો કે પછી દુશ્મનની નજર.આ તમામ સમસ્યાઓને ઉકેલવા માટે તમારે બસ એક જ ઉપાય કરવાનો છે.

સંસારમાં એકમાત્ર સત્ય નારાયણ છે. સત્યને નારાયણના રૂપમાં પૂજા કરવામાં આવે છે, જેને સત્યનારાયણની પૂજા પણ કહેવામાં આવે છે.શ્રી નારાયણ ભગવાન વિષ્ણુનો અવતાર છે. ભગવાન વિષ્ણુના આ રૂપમાં સત્યનો અવતાર માનવામાં આવે છે.સૌથી પ્રતિષ્ઠિત વ્રત કથાના રૂપમાં સત્યનારાયણ વ્રતની કથા છે. મનોકામના પૂરી થવાને કારણે ભક્તો આ કથા કરાવે છે.

ભગવાન સતનારાયણની પૂજા કરવા માટે કોઈ દિવસ નક્કી નથી હોતો પરંતુ પૂર્ણિમાના દિવસે તેને કરવાનું શુભ માનવામાં આવે છે, શ્રી સત્યનારાયણ વ્રત કથા આપણને શીખવાડે છે કે આપણે બધાના સત્યનાં સ્વરૂપ છીએ. પ્રભુની ભક્તિ કરવી એ માનવ ધર્મ છે.વ્રત કથામાં જણાવવામાં આવ્યું છે કે સત્યનું પાલન ન કરવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.એટલા માટે જીવનમાં સત્ય વ્રતનું પાલન નિષ્ઠા પૂર્વક કરવું જોઈએ. કહેવામાં આવે છે કે ઘરમાં સુખ અને ધન માટે ૩ થી ૪ મહિનામાં એક વખત સત્યનારાયણની કથા અવશ્ય કરાવવી જોઈએ.

જો તમે પણ સત્યનારાયણની કથા કરાવી રહ્યા છો, તો તમારે અમુક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉદાહરણ તરીકે ઘરમાં કથા સાંભળવા આવેલા મહેમાનોને ચા નાસ્તો જરૂરથી કરાવવો, કથા કરનાર પંડિતજીને ભોજન કરાવો અને તેમને દક્ષિણા રૂપમાં પૈસા આપો. તેની સાથે જ ઘરની યોગ્ય સાફ-સફાઈ કરી લો. ખાસ કરીને જે રૂમમાં સત્યનારાયણની કથા કરવા જઈ રહ્યા છો, તેને ગંગાજળથી શુદ્ધ બનાવો. આ બધી બાબતો સિવાય તમારે પોતાની કથામાં અમુક ખાસ લોકોને બોલાવવા જોઈએ નહીં. જો તમે તેમને કથામાં બોલાવો છો તો તમને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.

નશો કરનાર વ્યક્તિ.જ્યારે પણ ઘરમાં સત્યનારાયણની કથા કરવામાં આવે તો નશો કરનાર વ્યક્તિને ભુલથી પણ બોલાવવા જોઇએ નહીં. ખાસ કરીને તે વ્યક્તિ જે હંમેશા શરાબના નશામાં રહેતો હોય અને સીધો કથામાં આવીને બેસી જાય. સાથોસાથ બીડી સિગરેટ પીવા વાળા લોકોને પણ સ્પષ્ટ કહી દેવું જોઈએ કે તેમણે કથા દરમ્યાન તમારા ઘરમાં ધુમ્રપાન કરવું નહીં. જો આ ચીજો સત્યનારાયણની કથા દરમિયાન થાય છે, તો તેની નેગેટિવિટી થી ભગવાન તમારા ઘરમાં વાસ કરશે નહીં. તેનાથી તમને ફાયદો ઓછો અને નુકસાન વધારે થઈ શકે છે.

માસિક ધર્મ વાળી મહિલાઓ.હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર જ્યારે પણ કોઇ મહિલા માસિક ધર્મમાં હોય છે, તો ભગવાનનાં પુજાપાઠ કરી શકતી નથી. તેવામાં જો કોઇ મહિલા માસિક મહિનો ચાલી રહ્યો છે, તો તેને ઘરની સત્યનારાયણની કથામાં ન બોલાવી વધારે યોગ્ય રહેશે.

શાંતિ ભંગ કરનાર વ્યક્તિ.પુજા-પાઠની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થવી જોઈએ. તેમાં જો કોઈ વ્યક્તિ એક જગ્યાએ શાંતિથી બેસી શકતા નથી, હંમેશા ઝઘડો કરતા રહે છે, બુમ-બરાડા કરતા રહે છે તો તેને પણ કથામાં બોલાવવા જોઈએ નહીં. જો કથા દરમિયાન તે પોતાની આદતથી મજબુર થઈને શાંતિ ભંગ કરે છે અથવા તો કંઈ ખોટું કાર્ય કરે છે, તો તમારી કથા વ્યર્થ જઈ શકે છે.

સત્યનારાયણની કથા ભૂલથી પણ દક્ષીણ દિશામાં ન કરવી જોઈએ. વાસ્તુ મુજબ આ દિશામાં ઘરમાં સૌથી વધુ નકારાત્મક ઉર્જા ઉભી થતી રહે છે. તેનાથી તમને પૂજાનું ફળ નહિ મળે. તે ઉપરાંત પૂજા કરાવતા પહેલા ઘરને સારી રીતે સ્વચ્છ કરી લો. જે રૂમમાં પૂજા થઇ રહી છે તેમાં કચરો વાળીને પોતું પણ લગાવી દેવું જોઈએ.પૂજામાં હાજર રહેલા ભક્તો માટે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરો.

પૂજા કરવા વાળા પંડિતજીને તમારી શક્તિ મુજબ દક્ષિણા આપો. પ્રસાદ વહેચવામાં કંજુસી ન કરો. કથા દરમ્યાન વાતાવરણ શાંત રાખો. તેની વચ્ચે દેકારો કે ઊંચા અવાજે ન બોલો.જો તમે આ બધી વાતોનું સારી રીતે ધ્યાન રાખી ઘરમાં સત્યનારાયણ કથા કરાવો છો, તો તમને તેનો લાભ જલ્દી પ્રાપ્ત થશે. સાથે જ ઈશ્વર તમારાથી ઘણા વધુ ખુશ થઇ જશે. જો તમને આ જાણકારી પસંદ આવી તો બીજા સાથે પણ શેયર કરો જેથી તે પણ તેનો લાભ લઇ શકે.

Leave a Reply

Your email address will not be published.