આ દેશમાં એક લિટર પેટ્રોલ માત્ર 1.46 પૈસામાં મળે છે, દેશનું નામ જાણીને પગ નીચેથી ધરતી સરકી જશે…

News

હાલના દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામાન્ય લોકોને પરેશાન કરી રહ્યા છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ચડી રહ્યા છે. હાલમાં દેશના ઘણા ભાગોમાં એક લિટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે. પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પેટ્રોલના ભાવ અલગ છે. આવી સ્થિતિમાં, તમારા મનમાં આ સવાલ ઉભો થયો હશે કે તમને વિશ્વનું સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ ક્યાં મળશે? અને એવા કયા દેશ છે કે જ્યાં તેની કિંમત ભારત કરતા પણ વધારે છે અને આપણા પાડોશી દેશોમાં તેના ભાવ કેટલા હોય છે.

જ્યારે સહુથી સસ્તું પેટ્રોલ કયા મળે છે તેની વાત કરવામાં આવે તો એ દેશ છે વેનેઝુએલા. વેનેઝુએલામાં વિશ્વમાં સહુથી સસ્તું પેટ્રોલ અને ડિઝલ મળે છે. ત્યાં એક લિટર પેટ્રોલની કિંમત 1.46 રૂપિયા છે. ઈરાન બીજા નંબરે આવે છે જ્યાં તેની કિંમત 4.24 રૂપિયા છે, અંગોલામાં પેટ્રોલ 17.88 રૂપિયા છે. આ ત્રણ દેશો એવા છે જ્યાં પેટ્રોલનો ભાવ પાણી કરતા પણ સસ્તી છે. જો તમે માર્કેટમાં એક લિટર પાણીની બોટલ ખરીદો છો, તો તે તમને 20 રૂપિયામાં મળશે.

વેનેઝુએલા એવો દેશ છે જ્યાં વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ ઉપલબ્ધ છે. ચાલો તમને એ પણ જણાવી દઈએ કે વેનેઝુએલા આર્થિક રીતે ભાગી પડેલો દેશ છે અને આર્થિક સંકટનો સામનો પણ કરી રહ્યો છે, વેનેઝુએલામાં પેટ્રોલ સસ્તું હોવાનું મુખ્ય કારણ એ છે કે વેનેઝુએલામાં પૃથ્વી પર સૌથી વધુ તેલનો ભંડાર રહેલો છે. દેશની આર્થિક સ્થિતિ બગડ્યા પછી પણ અહીંની સરકાર બળતણ પર સબસિડી આપે છે.

પેટ્રોલના સૌથી મોંઘા દરની વાત કરીએ તો એક વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડા મુજબ, હોંગકોંગમાં પ્રતિ લિટર 169.21 રૂપિયા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં 150.29 રૂપિયા, સીરિયામાં 149.08 રૂપિયા, નેધરલેન્ડમાં 140.90 રૂપિયા છે. , નોર્વેમાં 135.38 રૂપિયા અને ફિનલેન્ડમાં તે 133.90 રૂપિયા છે. પેટ્રોલ ઇંગ્લેંડમાં 116 રૂપિયા, સ્વિટ્ઝરલેન્ડમાં 115 રૂપિયે, જર્મનીમાં 116 રૂપિયા, જાપાનમાં 93.62 રૂપિયે, ઓસ્ટ્રેલિયામાં 68.91 રૂપિયા અને અમેરિકામાં 50.13 એક લિટર પેટ્રોલનો ભાવ છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ સૌથી મોંઘુ છે તેવા દેશોમાં ભારત 58 મા સ્થાને આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *