પગની આંગળીઓ દ્વારા જાણો ગૃહસ્થ જીવનનુ રહસ્ય, જાણો ઘરમાં કોનું ચાલશે, પતિનું કે પત્નીનું?…

Life Style

દરેક વ્યક્તિ તેમની પોતાની અથવા તો કોઈ બીજા વ્યક્તિ ની ટેવો તેમજ તેમના સ્વભાવ ના સંદર્ભે જાણવા ઈચ્છે છે. જો જ્યોતિષ વિદ્યા મુજબ વાત કરીએ તો દરેક વ્યક્તિ ના પગ ના આકાર જોઈ ને તેમના સ્વભાવ કેવો છે તે જાણી શકાય છે. તેમાં ઉલ્લેખ છે કે માનવ શરીર ના અંગો ની બનાવટ, તેનો આકાર તેમજ રંગ થી માનવ સ્વભાવ જાણી શકાય છે તેમજ તેમના ભવિષ્ય ની જાણકારી પણ મેળવી શકાય છે.

હવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની? જી હા સામે ઉભેલા માણસના સ્વભાવને જાણવું દરેકના હાથની વાત નથી, પણ જ્યારે વાત જિંદગીભરના સબંધ નિભાવવાની આવે તો તે જાણવું જરૂરી થઈ જાય છે. હવે એ સમયે માણસને સમજાતું નહી કે જીવભરનો ફેસલો થોડા સમયમાં કોઈને જોઈને કેવી રીતે કરી લેવાય. જલ્દીમાં કે પછી વગર વિચાર્યા કરેલ ફેસલા ઘણી વાર જીવનભરની સજા બની જાય છે.

ખાસકરીને જ્યારે વાત પતિ-પત્નીના સબંધની આવે છે તો ચિંતા થાય છે મનમાં દરેક માણસને આ જ ડર લાગે છે કે તેનો પાર્ટનર તેને સમજશે કે નહી? તેનું માન કરશે કે નહી ? તેને ખુશ રાખશે કે નહી અને ન જાણે શું-શું.!!

આ સંસાર મા પતિ-પત્ની નો સંબંધ અનમોલ હોય છે કેમકે બે અજાણ્યા વ્યક્તિઓ આખી જીંદગી એક બીજા નો સાથ આપવા માટે સમાજ તેમજ બંને પરિવારો તેમને એક સૂત્ર મા બાંધી દે છે. આ સમય વીતવા સાથે બધા જ પારિવારિક સંબંધ સાથ છોડી દેતા હોય છે. માં,બાપ,ભાઈ,બહેન અહીં સુધી કે સંતાન પણ એક સમયે સાથ છોડીને ચાલ્યા જાય છે પણ પતિ-પત્ની એકબીજા નો સાથ ક્યારેય નથી છોડતા.

હવે પગની આંગળી જણાવશે કે ગૃહસ્થ જીવનમાં કોનો હુક્મ ચાલશે

જો કોઈ છોકરા કે છોકરીના પગના અંગૂઠાના પાસેની આંગળી અંગૂઠાથી મોટી હોય છે તો એ માણસ હમેશા સામે વાળા પર ભારે પડે છે. ત્યારે બન્ને પાર્ટનર્સમાંથી હમેશા માત્ર તેનું જ ચાલે છે.

હા એવા લોકોમાં એક ખાસિયત હોય છે કે એ લોકો દરેક કામને ખૂબ જુદી રીતે કરવું પસંદ કરે છે. જે લોકોના અંગૂઠાની પાસેની આંગળી મોટી હોય છે. આ લોકો ને ઘર-પરિવાર હોય કે પછી સમાજ પણ તેમની ઈચ્છા મુજબ જો કામ ન થાય તો તેમને ગુસ્સો જલ્દી આવી જાય છે. એવા મા જો પતિ-પત્ની વચ્ચે ની વાત કરવામાં આવે તો જેમને પણ આ રીતે આંગળી મોટી હોય તો તે પોતાના જીવનસાથી ઉપર હાવી રહે છે. તેમજ જો પતિ-પત્ની બન્ને ની આંગળીઓ મોટી હોય તો આ એક ચિંતા નો વિષય બને છે કેમકે ત્યારે બન્ને એક બીજા ઉપર હાવી થવા ની હરોળ મા અભિમાન તેમજ ઘર મા કંકાસ ને નોતરે છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.