દીવ જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો તે પહેલા આ જરૂર એકવાર વાંચી લો…

Travel

નમસ્કાર દોસ્તો, જો તમે દીવ જવાનું વિચારી રહ્યા છો તો અમારા દ્વારા શેર કરવામાં આવેલ આ માહિતી વધુ વિગતે વાંચો. જે લોકોને દરિયામાં નાહવાનું ગમતું હોય તેમના માટે એક ઉત્તમ જગ્યા છે. નાગવા બીચ ફક્ત મોટા લોકો માટે જ નહીં પરંતુ નાના બાળકો પણ દરિયા કિનારે છબછબિયા કરતાં જોવા મળે છે. બીજું કે નાગવા બીચની નજીક ઘણી હોટેલો છે પણ મોંઘી છે, દીવ ખૂબ વિશાળ અને લાંબુ છે, જો તમારે શાંતિથી દીવ જોવું હોય તો તમારું પર્સનલ વ્હીકલ લઈને જશો તો તમને વધુ મજા આવશે.

1.નાગવા બીચ:
દીવ ફરવાની શરૂઆત દીવના ફેમસ નાગવા બીચથી કરી શકો છો. આ બીચ પર નાહવા-ફરવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. ઋતુ કોઈ પણ હોય પણ દીવના નાગવા બીચ પર હજારોની સંખ્યામાં લોકો મજા માણે છે.

2.ઘોઘલા બીચ,ચક્રતીર્થ બીચ અને જાલંધર બીચ:
નાગવા બીચ ઉપરાંત દીવમાં ઘોઘલા બીચ, ચક્રતીર્થ બીચ અને જાલંધર બીચ પણ છે, આ ત્રણેય બીચ ખૂબ શાંત અને સુંદર છે.

3.ગોમતી માતા બીચ:
દીવનો ગોમતી માતા બીચ પણ ફરવા માટે પસંદીદાર બીચ છે. જો તમે સાતમ-આઠમની રજાઓ કે પછી દિવાળીની રજાઓમાં દીવ ફરવા જશો તો તમને હોટેલથી લઈ જમવા-ફરવાનું મોંઘું પડશે.

4.ખરીદી કરવા માટે દિવના માર્કેટ:
દીવના બીચ ઉપરાંત દિવના માર્કેટ પણ ખૂબ જાણીતા છે, તમે અહિયાં કપડાં ઉપરાંત ઘણી બધી વસ્તુ ખરીદી કરી શકો છો.

5.દીવનો અતિપ્રાચીન કિલ્લો:
દીવ જતા દરેક પ્રવાસી નગવા બીચ ઉપરાંત અન્ય એક જગ્યાએ ખાસ જતાં હોય છે જે દીવનો અતિપ્રાચીન કિલ્લો છે. આ કિલ્લો પોર્ટુગીઝોએ બનાવ્યો હતો. એક સમયે અહિયા જેલ હતી જેમાં ખૂંખાર કેદીઓને કેદ કરવામાં આવતા હતા. જો તમે આ કિલ્લો ફરવા જાઓ તો ૨-૩ કલાકનો સમય લઈને જજો, કારણ કે આ કિલ્લો ફરવામાં તમારે ૨-૩ કલાક લાગશે.

6.નાયડાની ગુફાઓ:
દીવમાં તમે નાયડાની ગુફાઓ પણ જોઈ શકો છો, આ ગુફાઓ ફિલ્મોમાં પણ જોવા મળે છે, લવની ભવાઇ ફિલ્મનો એક રોમેન્ટીક સીન આ ગુફામાં શુટ કરવામાં આવ્યો હતો. આ જગ્યાએ તમે પ્રિ વેંડિંગ સિવાય અન્ય ફોટોગ્રાફ માટે લોકો દૂર-દૂરથી આવે છે.

7.સેંટપોલનું ચર્ચ:
દીવના આ ચર્ચમાં માત્ર ક્રિચયન જ નહીં પરંતુ અહી આવતા દરેક ધર્મના પ્રવાસી આ ચર્ચની મુલાકાતે જાય છે.

8.ચાઇના બજાર:
દીવમાં એક ચાઇના બજાર છે, અહિયાં ખૂબ સારી વસ્તુ મળે છે એ પણ ઓછા ભાવમાં. જો તમે દીવ ફરવા જાઓ તો આ બજારમાં ખરીદી કરવા જઇ શકો છો.

9.ગંગેશ્વર મહાદેવની શિવલિંગ:
દરિયાના પાણીમાં ડૂબી જતી ગંગેશ્વર મહાદેવની આ શિવલિંગના દર્શન કરી શકો છો. અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

Leave a Reply

Your email address will not be published.