PM Modi એ ambulance ને રસ્તો આપવા રોક્યો કાફલો, જુઓ વિડીયો

News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશ ચૂંટણીના પ્રચાર માટે સતત રેલીઓ કરી રહ્યા છે. આજે તેમના દેવભૂમિ હિમાચલમાં ઘણા કાર્યક્રમ છે. આ દરમિયાન એક ચૂંટણી રેલી પહેલાં બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો થોડીવાર માટે રોકાઇ ગયો. આ ઘટનાક્રમ કાંગડામાં જોવા મળ્યો, જ્યાં એક એમ્બુલન્સને રસ્તો આપવા માટે પીએમ મોદીએ પોતાને કાફલો અટકાવી દીધો.
વિશ્વની સૌથી મોટી ભગવાન શિવની આ પ્રતિમા ત્યાર થવા પર છે, આખી પ્રતિમાને જોવામાં લાગી જશે 4 કલાક, પ્રતિમામાં છે 4 લિફ્ટ

Ambulance ને રસ્તો આપવા માટે પ્રધાનમંત્રીનો કાફલો અટકાવ્યો
હિમાચલ પ્રદેશમાં આજે હમીરપુરની રેલીથી પહેલાં પીએમ મોદીએ સભાસ્થળ પર જતી વખતે લોકો તે સમયે આશ્વર્યમાં પડી ગયા જ્યારે પ્રધાનમંત્રી મોદીનો કાફલો અચાનક અટકી ગયો. આ હિમાચલ યાત્રા દરમિયાન પીએમ મોદીનું માનવીય રૂપ એકવાર ફરી જોવા મળ્યું.

પહેલાં પણ થઇ ચૂક્યું છે આવું
તમને જણાવી દઇએ કે આ કોઇ પહેલો મોકો નથી જ્યારે પીએમે કોઇ એંબુલન્સને રસ્તો આપવા માટે પોતાનો કાફલો અટકાવી દીધો. ગત મહિનાથી એક એવો ઘટનાક્રમ સામે આવ્યો હતો. ત્યારે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા. તે દરમિયાન પણ તેમણે એક એંબુલેંસને રસ્તો આપવા માટે આવો જ આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે ભાજપની ગુજરાત એકમે એક નિવેદનમાં કહ્યું કે ‘અમદાવાદથી ગાંધીનગર જતી વખતે એંબુલેંસને રસ્તો આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો થંભી ગયો હતો.’
પૈસાવાળા ગુજરાતીઓને લાગ્યો ફ્લેટમાં રહેવાનો ચસ્કો, 15 કરોડના ફ્લેટમાં 15 લાખનું બાથરૂમ અને ચુકવે છે 50 હજાર સુધીનું મેઇન્ટેઇનન્સ

કાંગડામાં પીએમ મોદીનું કોંગ્રેસનો હુમલો
હમીરપુરથી પહેલાં કાંગદાના ચંબીમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું ‘કોંગ્રેસ હવે જ્યાંથી પણ જાય છે, ત્યાં ફરી પરત ફરતી નથી.’ તેમણે એમ પણ કહ્યું કે, કાંગડાની ધરતી શક્તિપીઠોની ધરતી છે. ભારતની આસ્થા અને આધ્યાત્મનું એક તીર્થ છે. બૈજનાથથી લઈને કાઠગઢ સુધી આ ભૂમિમાં બાબા ભોલેની અસીમ કૃપા આપણા પર હંમેશા બની રહે છે. આજે હિમાચલ 21મી સદીમાં વિકાસના જે પડાવ પર છે, ત્યાં તેને સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે. જ્યારે હિમાચલ પાસે મજબૂત સરકાર હશે અને ડબલ એન્જિનની તાકાત હશે તો પડકારોને પણ દૂર કરશે અને નવી ઊંચાઈ પણ એટલી જ ઝડપથી પ્રાપ્ત કરશે.

Leave a Reply

Your email address will not be published.