સ્કેમ 1992થી ભારત ભરમાં પ્રખ્યાત થયેલા આપણા ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધીની પત્ની છે ભામિની ઓઝા ગાંધી. જે ઘણી ટીવી સીરીયલોમાં પોતાનો અભિનય કરી રહી છે. તેણે ‘સારાભાઇ v/s સારાભાઇ’ અને ‘ખીચડી’ જેવી સિરિયલોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તે ઘણી સીરીયલોમાં પોતાનો અભિનય આપી રહી છે અને જે દરરોજ ટીવીમાં પ્રસારિત થતા હોય છે. આ ઉપરાંત ભામિની હિન્દી અને ગુજરાતી સીરીયલો અને નાટકોમાં પોતાનો અભિનય કરતી જોવા મળે છે.
ભામિની ઓઝા ગાંધીએ ‘ન બોલે તુમ ન મેને કુછ કહા’ના બીજા ભાગમાં પણ કામ કર્યું છે. તેના પ્રખ્યાત કેરેક્ટરની વાત કરીએ તો ‘સારાભાઇ v/s સારાભાઇ’માં કિસમિસનું પાત્ર ભજવતી જોવા મળી હતી. ‘એક દુસરે સે કરતે હૈ પ્યાર હમ’ અને ‘એક પેકેટ ઉમ્મીદ’ જેવા દરરોજ આવતી સીરીયલોમાં પણ કામ કરી રહી છે. તે ગુજરાતી નાટક ‘ધ વેઈટિંગ રૂમ’માં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.
ભામિની ઓઝા ગાંધીએ વર્ષ 2012-13 માં બ્રેઇન ટ્યૂમર થયું હતું પણ હિંમત હાર્યા વગર તે આ ગંભીર બીમારી સામે લડીને જોરદાર વાપસી કરી હતી. એક પ્રખ્યાત મેગેઝીનના ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે બ્રેઈન ટ્યૂમર વિશે દિલ ખોલીને વાત કરી હતી.
ભામિની ઓઝા ગાંધીએ કહ્યું હતું કે, ‘હું ભગવાનનો જેટલો આભાર માનું એટલો ઓછો છે અને મારી સર્જરી કરનાર એ સર્જનનો આભાર માનું છું, જેમણે યોગ્ય સમયે ટ્યૂમરની ઓળખ કરીને અમને જાણ કરી હતી અને યોગ્ય સમયે અમે ટ્યૂમરની સર્જરી કરાવી શક્યા અને આ સર્જરી દરમિયાન પણ જોખમ તો હતું જ કે જો એક પણ નસ ડેમેજ થશે તો મારો આખો ચહેરો ખરાબ થઈ શકે છે.
ભામિની ઓઝાએ વર્ષ 2009 માં અભિનેતા પ્રતિક ગાંધી સાથે લગ્ન કર્યા હતા. બંને લોકોએ પોતાના જીવનના ગોલ્સ સેટ કરીને કારકિર્દી બનાવી રહ્યા છે. પ્રતિક અને ભાવિની સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને ઘણી બધી પોસ્ટ તેમના ફેન્સ માટે શેર કરે છે, ભામિની અને પ્રતિક ની વચ્ચે ખુબજ સારું બોન્ડીગ છે જે તેમની પોસ્ટમાં જોવા મળે છે.
પ્રતિક ગાંધી અને ભામિની ઓઝા ગાંધીને એક સુંદર પુત્રી છે. જેનું નામ મીરાયા છે. વર્ષ 2014 માં મીરાયાનો જન્મ થયો હતો.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.