પતિની આ ખૂબી પર ફિદા છે માધુરી દીક્ષિત, બધી પત્નીઓને પણ હોય છે આવી જ ખૂબી પસંદ…

Bollywood

પતિ-પત્નીનો સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ઉભો હોય છે. જ્યારે કોઈ પણ સંબંધમાં વિશ્વાસ હોય છે, ત્યારે તે સબંધ વધુ ને વધુ ઊંડો થતો જાય છે અને તે સંબંધનું બંધન વધુ મજબૂત બને છે. બોલિવૂડની માધુરી દીક્ષિત અને તેના પતિ શ્રીરામ નેને દરેક દંપતી માટે એક ઉદાહરણ છે. લગ્નના ઘણા વર્ષો પછી પણ બંનેમા પ્રેમ ઓછો થવાને બદલે વધતો જાય છે. આ પાછળનું કારણ શ્રીરામ નેનેની એક ખૂબી છે, જે દરેક સ્ત્રી તેના જીવનસાથીમાં ઇચ્છે છે.

આ વાતનો ખુલાસો માધુરીએ એક વીડિયોમાં કર્યો છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાની જાતને લગતા વ્યક્તિગત પ્રશ્નોના જવાબ આપી રહી છે.

માધુરીને પસંદ છે પતિની આ ખૂબી:- આ દરમિયાન માધુરીને પૂછવામાં આવ્યું કે તે શ્રી નેને વિશે કઈ વસ્તુ પસંદ કરે છે. જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે તે શ્રીરામ નેનેનું બધું જ પસંદ કરે છે પરંતુ તેની ‘ઈમાનદારી’ સૌથી વધુ પસંદ છે.

માધુરીની સફળ લગ્ન જીવનનું રહસ્ય:- આ સિવાય માધુરીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તેની અને શ્રી નેને વચ્ચે કેટલીક વસ્તુઓ એકસરખી જ છે, અને અમુક વસ્તુઓ જુદી જુદી હોય, પરંતુ આ પછી પણ બંનેએ ક્યારેય એક બીજાને બદલવાનો પ્રયાસ કર્યો નહીં. બંનેએ એકબીજાને જેવા છે એવાજ સ્વીકારી લીધા છે.

સબંધમાં ઈમાનદારી જરૂરી હોય છે:- પ્રામાણિકતા કોઈપણ સંબંધને મજબૂત બનાવે છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોઈ કે ન હોય પણ વફાદારી હોવી જ જોઇએ. ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે સંબંધમાં આવ્યા પછી પણ તે વ્યક્તિ કોઈ બીજા સાથે અફેર કરે છે અને તમારી પાસે પાછો આવે છે અને તમને કહે છે કે તે ફક્ત તમને જ પ્રેમ કરે છે.

આ એક વાતથી સંબંધ તૂટી જાય છે:- અભિનેત્રીનું કહેવું છે કે લગ્ન પછી યુગલો એક બીજાને બદલવાનો પ્રયત્ન કરે છે, જે બરાબર નથી. તેઓએ તેમના સંબંધોમાં આ મંજૂરી આપી ન હતી. વાત પણ સાચી છે. હંમેશાં જોવામાં આવે છે કે યુગલો, પછી ભલે તે પરણિત હોય અથવા એક બીજાને ડેટ કરે, તેમના જીવનસાથીની કેટલીક બાબતોને બદલવામાં રોકાયેલા હોય. જેના કારણે તે સંબંધોમાં ગૂંગળામણ અનુભવે છે અને ધીરે ધીરે તે સંબંધ સમાપ્ત થઈ જાય છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.