હવે PUC માટે સરકાર લાવી રહી છે નવા નિયમો, સર્ટીફિકેટમાં બેદરકારી હવે પડી જશે ભારે..

News

આપની ગાડિયોના પૉલ્યુશન સર્ટિફિકેટ એટલે કે PUCને લઈ મોટા ભાગે કોઈ પણ વ્યક્તિ ગંભીર નથી હોતો. કે પછી કોઈ પણ વ્યક્તિ નિયમિત રૂપથી ગાડિયોનું પ્રદૂષણ ચેકઅપ નથી કરાવતા. પ્રદૂષણ ચેકઅપના નામે માત્ર PUC પ્રમાણપત્ર મેળવવાની વિધિ કરવામાં આવે છે. ભલે ગાડી કેટલો પણ ધૂમાડો ના છોડે, હવે આ નહીં ચાલે.

PUCના સમગ્ર દેશમાં યુનિફોર્મ બનાવવામાં આવશે:- PUC સર્ટિફિકેટને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પૉલ્યુશન અંડર કંટ્રોલને હવે સમગ્ર દેશમાં યુનિફોર્મ બનાવવામાં આવશે. સાથે જ PUCને હવે નેશનલ રજિસ્ટરથી પણ લિંક કરવામાં આવશે. આપની ગાડીનું પ્રદૂષણ સ્તર કેવું છે, તે માટે આપે એક નિશ્ચિત સમય પછી ગાડીના પ્રદૂષણની તપાસ કરવાની હોય છે અને એના પછી સર્ટીફિકેટ લેવાનું હોય છે. જેને PUC સર્ટિફીકેટ કહેવામાં આવે છે. પરંતુ હવે સરકારે નિર્ણય લીધો છે કે હવે સમગ્ર દેશમાં PUC એકસમાન રહેશે અને સાથે જ કેટલાક નવા ફીચર્સને પણ જોડવામાં આવશે.

ચાલો એ 10 પોઈન્ટ્સ જાણીએ જે નવા PUC સર્ટિફીકેટ નિયમોમાં ખાસ છે:

1. માર્ગ પરિવહન મંત્રાલયે PUCનું એક નવું ફોર્મેટ બહાર પાડ્યું છે જે સમગ્ર દેશમાં એક સમાન રહેશે.

2. PUC ફોર્મ પર QR કોડ રહેશે જેમા કેટલાક પ્રકારની માહિતી આપવામાં આવશે. જેમ કે ગાડીના માલિકનું નામ તેમજ એમિશન સ્ટેટસ એટલે કે ગાડી ધુમાડો છોડે છે.

3. PUC ડેટાબેસને નેશનલ રિજસ્ટર સાથે જોડવામાં આવશે. નેશનલ રજિસ્ટરમાં આપેલી માહિતી પૉલ્યુશન સર્ટિફીકેટથી લિંક થશે.

4. નવા PUC ફોર્મમાં હવે ગાડીના માલિકનો મોબાઈલ નંબર હશે. તેનું સરનામું, ગાડીનો એન્જિન નંબર અને ચેસિસ નબર પણ હશે.

5. PUCમાં ગાડીના માલિકનો મોબાઈલ નંબર રજીસ્ટર કરવા અનિવાર્ય રહેશે. જેના પણ વેલિડેશન અને ફીઝ માટે SMS એલર્ટ મોકલવામાં આવશે.

6. પહેલી વખત રિજેક્શન સ્લિપની શરૂઆત કરવામાં આવી. જો કોઈ ગાડીનું પ્રદૂષણ સ્તર અધિક્તમ સીમાથી વધુ છે તો રિજેક્શન સ્લિપ આપવામાં આવશે.

7. આ સ્લિપ લઈને ગાડીની સર્વીસિંગ માટે સર્વિસ સેન્ટર જવાનું રહેશે. જો ત્યાં પૉલ્યુશન માપવાનું મશીન ખરાબ છે તો માલિકે બીજા સેન્ટર પર જવાનું રહેશે.

8. જો પ્રવર્તન ઓફિસર પાસે એવું માનવાનું કારણ હોય કે વાહન ઉત્સર્જન ધોરણોની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. તે, લેખિતમાં અથવા ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા, ડ્રાઈવર અથવા વાહનનો હવાલો સંભાળનાર વ્યક્તિને પરીક્ષા માટે અધિકૃત પરીક્ષણ કેન્દ્રમાં વાહન જમા કરાવવાનો નિર્દેશ આપી શકે છે.

9. જો ગાડીનો માલિક તપાસ માટે નથી લાવી રહ્યો તો તેના પર પેનલ્ટી લાગશે. રજિસ્ટ્રેશન અધિકારી લેખિતમાં કારણ જણાવીને રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ અને પરમિટને રદ કરી શકે છે.

10. આ રદ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી PUC ના બની જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *