દરરોજ આ બીયા ખાવાથી થાય છે 8 મોટા ફાયદાઓ, ઉંઘથી લઈને વાળની ગ્રોથ સુધી છે ગજબના ફાયદાઓ..

Health

કોળાનાં બીજ ખાવાથી ગજબના ફાયદાઓ થાય છે. આ ચમત્કારી બીજનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે પૌષ્ટિક નાસ્તાના સ્વરૂપમાં પણ થઈ શકે છે. આ એવો નાસ્તો છે જે લાંબા સમય સુધી તમારા પેટને ભરેલું રાખે છે. અહીંયા અમે તમને કોળાના બીજના કેટલાક સ્વાસ્થ્ય લાભો જણાવી રહ્યા છીએ.

નાના અંડાકાર આકારના કોળાના આ બીજ, જેને પેપિટસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શક્તિશાળી પોષક તત્ત્વોનો ભંડાર છે. બદામની જેમ, કોળાના બીજમાં ઓમેગા 6 ફેટી એસિડ સહીત પ્રોટીનના ખુબજ મોટો સ્ત્રોત છે. કોળાનાં બીજ ખાવાના ફાયદાઓ ચમત્કારી છે. તમારા દૈનિક આહારમાં તેમને શામેલ કરીને, તમે તેનાથી મળતા આરોગ્ય લાભોની લાંબી લિસ્ટ છે જેનો લાભ મેળવી શકો છો.

કોળાનાં બીજમાં આયર્ન, કેલ્શિયમ, બી 2, ફોલેટ અને બીટા કેરોટિન સહિતના પોષક તત્વો સારી એવી માત્રામાં હોય છે, જેને શરીર વિટામિન એ માં ફેરવે છે. કોળાનાં બીજમાં ઉચ્ચ પ્રમાણમાં જરૂરી ફેટી એસિડ્સ હોય છે જે રક્ત વાહિનીઓને સાફ કરે છે અને લોહીમાં વધારાના કોલેસ્ટરોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કોળાના બીયા ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.

આ બીજ માં ઝીંક, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, એન્ટીઓકિસડન્ટો અને ફાયટોસ્ટેરોલ જેવા મૂલ્યવાન પોષક તત્વો રહેલા હોય છે. આ ચમત્કારી બીજનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ખુબજ ફાયદાકારક સાબિત થઇ શકે છે. કોળાના બીજથી થતા કેટલાક સ્વાસ્થ્ય લાભો અહીં જણાવ્યા છે.

કોળાના દાણા ખાવાના જબરદસ્ત ફાયદા

1. ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક:- કોળાનાં બીજ ઓક્સિડેટીવ તણાવને ઘટાડીને બ્લડ સુગરનાં સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આ બીજ પણ સુપાચ્ય પ્રોટીનથી ભરેલા હોય છે, જે માનવામાં આવે છે કે લોહીમાં સુગરના સ્તરને સ્થિર કરવામાં મદદગાર છે. ડાયાબિટીઝના દર્દીઓ આ બીજને આહારમાં શામેલ કરીને મોટો ફાયદો કરી શકે છે.

2. વજન ઘટાડવા માટે ઉપયોગી:- મોટાભાગના લોકો માટે, ફિટનેસનો ક્રેઝ એટલે વજન ઓછું કરવું એવો હોય છે. કોળાના બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે તમને લાંબા સમય સુધી તમારા પેટને ભરેલું રહેવામાં મદદ કરે છે. કોળાનાં બીજમાં ઘણાં બધાં ફાયબર હોય છે જે તમારી ભૂખને સંતુષ્ટ રાખે છે અને તમને બહારનું અનહેલ્ધી ખાવાથી રોકે છે.

3. વાળની ગ્રોથ માટે ફાયદાકારક:- કોળાનાં બીજમાં કુકરબીટાસીન હોય છે, જે એક અનોખો એમિનો એસિડ છે, જે વાળના વિકાસમાં મદદ કરે છે. તે વિટામિન સી થી પણ ભરપૂર હોય છે, જે વાળના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે માથાની ચામડી પર કોળાના બીજનું તેલ લગાવી શકો છો અથવા તમે દરરોજ મુઠ્ઠી કોળાના બીજનું સેવન કરી શકો છો.

4. કોળાનાં બીજ એન્ટીઓકિસડન્ટોથી ભરપુર હોય છે.:- કોળાનાં બીજમાં વિટામિન ઇ અને કેરોટિનોઇડ્સ જેવા એન્ટીઓકિસડન્ટ હોય છે. જે સોજો ઘટાડવામાં મદદ કરે છે અને શરીરના કોષોને હાનિકારક કણોથી સુરક્ષિત કરી શકે છે. આ ક્રિયાથી શરીરને વિવિધ રોગોથી બચાવવામાં પણ મદદ કરી શકે છે.

5. હૃદય માટે ખુબજ ઉપયોગી:- કોળાનાં બીજમાં સ્વસ્થ ચરબી, ફાઇબર અને એન્ટીઓકિસડન્ટો હોય છે જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. આ નાના બીજમાં મોનોનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ પણ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. બીજમાં હાજર મેગ્નેશિયમ બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરીને મદદ કરી શકે છે.

6. સારી ઉંઘ મેળવવામાં મદદગાર:- કોળાનાં બીજમાં સેરોટોનિન હોય છે, જે એક ન્યુરોકેમિકલ છે જે કુદરતી રીતે ઉંઘ આવે તે માટે મદદ કરે છે. તેઓ ટ્રાયપ્ટોફન, એમિનો એસિડથી પણ સમૃદ્ધ છે જે શરીરમાં સેરોટોનિનમાં ફેરવાય છે, જે તમારી ઊંઘની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. સુતા પહેલા એક મુઠ્ઠી બીજ રાત્રે સારી ઊંઘ માટે ખુબજ ઉપયોગી થઇ શકે છે.

7. સોજા માટે ઉપયોગી:- કોળાનાં બીજમાં એન્ટી-ફ્લેમેટરી ગુણ હોય છે, જે સંધિવાનાં દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. સાંધાના દુખાવામાં ઘરેલુ ઉપાય તરીકે કોળાના બીજ ખુબજ અસરકારક રીતે કામ કરે છે. શિયાળામાં આ બીજનું સેવન કરવાથી તમને ચમત્કારી પરિણામ મળે છે.

8. વીર્યની ગુણવત્તામાં સુધારે:- વીર્યમાં ઓછા જસતનું લેવલ એ શુક્રાણુઓની ગુણવત્તામાં ઘટાડો કરે છે અને પુરુષોમાં વંધ્યત્વના જોખમ સાથે જોડાયેલું છે. કોળાના બીજમાં જસત ભરપૂર હોવાથી, વીર્યમાં શુક્રાણુઓની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. 

કોળાનાં બીજનું સેવન કરવાની રીતો

તમે નાસ્તામાં સૂકા શેકેલા કોળાના બિયાને લઈ શકો છો.

તમે કોળાના કેટલાક બિયાને પીસીને તેને તમારા કચુંબર અને દાળ-કઢીમાં ભેળવીને લઇ શકો છો.

તમે કોઈ પણ વસ્તુ બનાવી હોય તો તેને કોળાના બિયાથી શણગારી શકો છો.

તમે તમારી સ્મૂધીમાં કોળાનાં બીજને મિક્સ કરી શકો છો.

તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!

Leave a Reply

Your email address will not be published.