આપણે હોટલમાં કે બહાર કંઈક જમવા જઈએ એટલે કાજુ કરીનું શાક જરૂર મંગાવતા હોઈએ છીએ, ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકોને ખુબજ ભાવતું હોય છે, ચાલો આપણે તેને ઘરે બનાવાની સરળ રીત જાણી લઈએ.
સામગ્રી:- 1 વાટકી કાજુ, 5 -6 નંગ ટામેટાં, 3 ડુંગળી, 1 ચમચી લસણ પેસ્ટ, 1 ચમચી આદુ પેસ્ટ, 4 ચમચા તેલ, 1 ચમચો ધી
1 ચમચી વરીયાળી, નાની વાટકી મગજતરીના બી, 5-6 નંગ કાજુ, 2 ચમચી ફ્રેશ ક્રીમ, 1 નાની ચમચી મરી પાવડર
1 નાની ચમચી એલચી પાવડર, 4 ચમચી લાલ કાશ્મીરી મરચું, ચપટી હળદર, 2 ચમચી ધાણા જીરુ, 3 ચમચી ગરમ મસાલો, 1 ચમચી કસૂરી મેથી, મીઠું
વધાર માટે:- તમાલપત્ર, લવીંગ, ચકરી ફૂલ, એલચી, એલચો
બનાવાની રીત:- કાજુ તેલ મા આછા ગુલાબી તળી લેવા. મગસતરી અને 5-6 નંગ કાજુ પલાડી દેવા. એક કળાઈ મા તેલ મૂકી લસણ આદુ ની પેસ્ટ સાતળવી.. બરાબર શેકાઈ જાય એટલે તેમા કટ કરેલી ડુગરી સાતળવી..
પછી તેમાં ધી એડ કરવુ. અને કટ કરેલા ટામેટાં સાથે એડ કરી અંદર જ ચઢવા દેવું. વરીયાળી નાખી દેવી.હવે આ બધું જ મિક્ષર મિક્ષી મા નાખી દેવુ સાથે અડધો કલાક પહેલા પલાળેલી મગસતરી અને કાજુ પણ જોડે નાખી લીસું ક્રશ કરી લેવુ.
આ મિક્ષર મા તેલ મા વધાર કરી નાખી દેવો. ને કળાઈ મા થોડુ પાણી નાખી બધા મસાલા નાંખી વધુ શેકાવા દેવુ. એલચી નો પાવડર મરી પાવડર અને કસૂરી મેથી પણ નાખી તેલ -ધી છૂટું ના પડે ત્યાં સુધી હલાવતાં રહેવું.
હવે ક્રીમ નાખવુ, હવે તળેલા કાજુ નાખી દેવા. 10 મિનિટ સુધી રાખી ગેસ બંધ કરવો. ગરમ ગરમ નાન કે પરાઠા સાથે પીરસવું.