ભારતની અતિ મુશ્કેલ પરીક્ષાઓમાં ‘સિવિલ સર્વિસ પરીક્ષા’ પણ શામેલ છે. આ પરીક્ષામાં બેઠેલા દરેક IAS બનવાનું સપનું જુએ છે. પરંતુ માત્ર થોડા લોકો જ આ સ્વપ્નને પૂર્ણ કરી શકે છે. જો કોઈ લેખિત પરીક્ષામાં પાસ થઇ જાય તો પણ તે ઇન્ટરવ્યુ દરમિયાન પર્સનાલિટી ટેસ્ટમાં અટવાઈ જાય છે. આ ‘પર્સનાલિટી ટેસ્ટ’ માં ઘણી વાર ખૂબ જ વિચિત્ર પ્રશ્નો પૂછવામાં આવે છે, જે તેમના જવાબો આપવા માટે મગજનું દહીં થઇ જાય છે.
તો ચાલો આ અજીબ સવાલો અને તેના મજેદાર જવાબો પર એક નજર કરીએ –
1. જો હું તમારી બહેન સાથે ભાગી જાવ, તો તમે શું કરશો ?
જવાબ: સર! મને મારી બહેન માટે તમારાથી સારો છોકરો નહીં મળે.
૨. મહેશ અને સુરેશ જોડિયા ભાઈઓ મેમાં જન્મે છે, પરંતુ આ પરિવાર તેનો જન્મદિવસ જૂનમાં ઉજવે છે. શા માટે?
જવાબ: એ એટલા માટે કે મે એ જગ્યાનું નામ છે, જ્યાં બંનેનો જન્મ થયો હતો.
3. તમે કાચા ઈંડાને કોંક્રિટના ફ્લોર પર કેવી રીતે નાખશો કે જેથી તે તૂટી ન જાય?
જવાબ: કોંક્રિટનું ફ્લોર ખૂબ મજબૂત હોય છે. તે નહીં તૂટે.
4. જો 2 કંપની છે અને 3 ભીડ છે તો 4 અને 5 શું હશે?
જવાબ: 9 હશે.
5. એક બિલાડીને ત્રણ બચ્ચાં હતા, જાન્યુઆરી, માર્ચ અને મે. What Was The Mother’s Name ?
જવાબ: માતાનું નામ ‘What’ હતું.
6. મોર ઇંડા નથી આપતો તો પછી તે બાળકને કેવી રીતે જન્મ આપે છે?
જવાબ: ઇંડા મોર નહી મોરની આપે છે.
7. જેમ્સ બોન્ડ પાસે પેરાશૂટ નથી. તેને વિમાનમાંથી ધકેલી દેવામાં આવે છે. છતાં પણ તે બચી જાય છે. કેવી રીતે?
જવાબ: કારણ કે વિમાન રનવે પર જ ઉભું હતું.
8. વગર ઊંઘે એક માણસ 8 દિવસ કેવી રીતે રહી શકે?
જવાબ: રાત્રે સૂઈને.
9. નાગ પંચમીનું અપોઝીટ શું હશે?
જવાબ: નાગ ડિડ નૉટ પંચ મી.
10. જો તમારા એક હાથમાં 3 સફરજન અને 4 નારંગી છે, અને જયારે બીજા હાથમાં 4 સફરજન અને 3 નારંગી છે, તો તમારી પાસે શું હશે?
જવાબ: ખૂબ મોટા હાથ.
11. Wednesday, Friday, or Sunday શબ્દોનો ઉપયોગ કર્યા વિના 3 Consecutive Days ના નામ આપો.
જવાબ: Yesterday, Today અને Tomorrow.
12. જો એક દિવાલ બનાવવા માટે 8 આદમી 10 કલાક લે છે, તો પછી આ રૂમની દિવાલને 4 આદમી કેટલા સમયમાં બનાવશે?
જવાબ: કોઈ જરૂર નથી. દિવાલ પહેલેથી જ બંધાઈ ગઈ છે.
13. હત્યાના આરોપીને ફાંસીની સજા આપવામાં આવે છે. તેને જેલના 3 ઓરડાઓમાંથી એક પસંદ કરવાનું કહેવામાં આવે છે. પહેલા ઓરડામાં આગ બળી રહી છે, બીજા ઓરડામાં બંદૂકોથી ભયજનક હત્યારો છે, જ્યારે ત્રીજો ઓરડો ત્રણ વર્ષથી ભૂખ્યા સિંહોથી ભરેલો છે. હવે તે આરોપી માટે કયો ઓરડો સૌથી સલામત છે.
જવાબ: ત્રીજો સિંહ વાળો રૂમ. 3 વર્ષથી ભૂખ્યા સિંહ હવે તો અવસાન પામ્યા હોય ને.
14. ફક્ત 2 નો ઉપયોગ કરીને 23 કેવી રીતે લખી શકાય?
જવાબ: 22 + 2/2
15. सोने की उस चीज का नाम बताइये जो सुनार की दुकान पर नहीं मिलती है?
જવાબ: चारपाई, इसका उपयोग सोने के लिए होता है और यह सुनार की दुकान में नहीं मिलती है।