ટપ્પુ અને જેઠાલાલ વચ્ચેના વિવાદને લઈને ભડકી ગયા દિલીપ જોશી અને કહ્યું કે…

News

હાલમાં સમાચાર આવ્યા હતા કે “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” ફેમ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને ટપ્પુ રાજ અનડકટ વચ્ચે અણબનાવના સમાચાર આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે બન્ને એકબીજાની સામે પણ જોતા નથી. હવે આ અહેવાલો પર દિલીપ જોશીએ જવાબ આપ્યો છે.

‘સ્પોટબોય’ અનુસાર, આ વિશે જાણવા માટે દિલીપ જોશીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું- આ ખરેખર બકવાસ છે. આ પ્રકારની ખોટી કહાનીઓ કોણ બનાવે છે? તો આ વિશે રાજ અનડકટ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

મહત્વનું છે કે આ પહેલા દિલીપ જોશી અને શૈલેષ લોઢા વચ્ચે પણ બધુ બરાબર ન હોવાની વાત સામે આવી હતી. ત્યારે શૈલેષ લોઢાએ સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે, તેમના અને દિલીસ જોશી વચ્ચે બધુ બરાબર છે. તેમણે કહ્યું હતું કે, રિયલ લાઇફમાં દિલીપ જોશીની સાથે તેમનો સંબંધ રીલ લાઇફથી પણ વધુ મજબૂત છે.

મહત્વનું છે કે રાજ અનડકટ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના પુત્ર ટપ્પુની ભૂમિકા ભજવી રહ્યો છે. પહેલા આ ભૂમિકા અભિનેતા ભવ્ય ગાંધી નિભાવી રહ્યો હતો, પરંતુ 2017માં તેણે શોને અલવિદા કહી દીધુ હતું. ત્યારથી રાજ અનડકટ આ પાત્રમાં જોવા મળી રહ્યો છે.

હાલમાં એવો રિપોર્ટ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે, રાજ અનડકટે સેટ પર દિલીપ જોશીને એક કલાક રાહ જોવડાવી, ત્યારબાદ બન્ને વચ્ચે વિવાદ વધી ગયો હતો. દિલીપ જોશી શૂટિંગ માટે સમય પર પહોંચી ગયા પરંતુ રાજ મોડો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *