રાજેશ ખન્ના આ અભિનેત્રીને સ્કર્ટ પહેરે તો કહેતા સાડી કેમ નથી પહેરી, સાડી પહેરે તો કહેતા..

Bollywood

રાજેશ ખન્ના એ અભિનેતા છે, જેને ભારતીય સિનેમાનો પ્રથમ સાચો સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેમણે ભારતીય સિનેમાને એક કરતા વધારે સારી ફિલ્મ આપી છે. જેને આજે અને આવનારા સમયમાં પણ હંમેશ માટે યાદ કરવામાં આવશે. રાજેશ ખન્ના સ્ક્રીન પર સ્માર્ટ અને રોમેન્ટિક દેખાતા હતા. તેમના વાસ્તવિક જીવનમાં, તે હઠીલા અને પોતાની મરજીના માલિક હતા.

70 ના દાયકામાં બોલિવૂડમાં તેમનું એકતરફી રાજ હતું. તે સમયે, ફિલ્મઉદ્યોગના તમામ મોટા દિગ્દર્શક-નિર્માતાઓ પણ તેમના તમામ નખરાઓ સહન કરતા હતા. કારણ કે એ સમયે ફિલ્મોમાં તે હોવા માત્રથી ફિલ્મો હિટ થઇ જતી હતી. અભિનેતા રાજેશ ખન્ના પોતાની ઇચ્છા પ્રમાણે ફિલ્મોના શૂટિંગ માટે જતા હતા, જો કોઈ ફિલ્મનું શૂટિંગ સવારે હોય તો તે સાંજે પહોંચતા અને રાતનું શૂટિંગ હોય તો બીજા દિવસે બપોરે પહોંચતા. તે પોતાની મરજી પ્રમાણે કામ કરતા અને તેમને કોઈ કઈ કહી પણ શકતું ના હતું.

આ બધા સિવાય રાજેશ ખન્ના કહ્યા વગર ચાલ્યા પણ જતા, તો ક્યારેક તે ફિલ્મના સેટ પર આવતા પણ નહોતા. જ્યારે તે કોઈની પર ગુસ્સે થતા , ત્યારે તે બધાની સામે બૂમ પાડતા હતા. તે સમયે, છોકરીઓ રાજેશ ખન્નાની દીવાની હતી. તેમની એક અંજુ મહેન્દ્રુ નામની ગર્લફ્રેન્ડ હતી. અંજુ મહેન્દ્રુ એક વખત રાજેશ ખન્ના સાથે તેમના સંબંધો પર ખુલીને વાત કરી હતી.

અંજુ મહેન્દ્રુએ કહ્યું હતું કે, જ્યારે હું સ્કર્ટ પહેરતી તો રાજેશ ખન્ના કહેતા કે તે સાડી કેમ નથી પહેરી અને જ્યારે હું સાડી પહેરતી, ત્યારે કહેતા કે તું ભારતીય મહિલાનો લુક દેખાડવાની કોશિશ કરી રહી છો ? રાજેશ ખન્ના એ પછી સુપરસ્ટાર બન્યા હતા પણ ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. બીજી તરફ, રાજેશ ખન્નાના વર્તન વિશે, વરિષ્ઠ પત્રકાર અને લેખક યાસીર ઉસ્માન લખે છે કે, રાજેશ ખન્ના એક ક્ષણમાં કોઈ પણ વ્યક્તિને કઈ પણ કહી દેતા હતા અને શું બોલવું તેની પણ દરકાર તેઓ રાખતા ન હતા, તે કોઈ પણ ના દિલને ખોટું લાગી જાય તેવું વર્તન કરતા હતા.

અન્ય લેખક ખાલિદ મોહમ્મદ કહે છે કે તેઓ 1981 માં આવેલી સુરેન્દ્ર મોહનની ફિલ્મ ધનવાનના સેટ પર રાજેશ ખન્નાને મળ્યા હતા. આ સમય દરમિયાન, તેમણે કાકાની મુલાકાત લીધી હતી. જોકે ખાલિદ મોહમ્મદ પહેલાથી જ રાજેશ ખન્નાના એટિટ્યુડથી વાકેફ હતો. જ્યારે રાજેશ ખન્નાને મળ્યો અને તેણે તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા, ત્યારે રાજેશ ખન્ના ત્યાં તેમની સામે ટેબલ પર હાથ વડે ઢોલ વગાડવા લાગતો હતો. રાજેશ ખન્ના લગભગ 2 મિનિટ એ ટેબલ પર હાથ વડે કર્કશ અવાજમાં વગાડતા હતા. ખાલિદ મોહમ્મદના કહેવા પ્રમાણે, ‘તે 2 મિનિટ મારા માટે 20 મિનિટની બરાબર હતી’

રાજેશ ખન્ના વિશે એક કહાની એવી પણ છે કે જ્યારે તે ફિલ્મી દુનિયાની ટોચ પર હતો ત્યારે તેના બંગલે ‘આશીર્વાદ’માં રાત-દિવસ ડિરેક્ટર નિર્માતાઓની ભીડ રહેતી હતી. બીજી તરફ, અભિનેતા જુનિયર મહમૂદે કાકા વિશે કહ્યું હતું કે તેમના બંગલાના બેઠક રૂમમાં દિગ્દર્શક, નિર્માતા અને બીજા અભિનેતાઓ જમીન પર બેસતા હતા, જ્યારે રાજેશ ખન્ના એક ટેબલ પર બેસતા હતા. રાજેશ ખન્ના અને તેના આવા શાહી અંદાજના ઘણા કિસ્સાઓ છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.