જ્યારે શાહિદ કપૂરની પાછળ હાથ ધોઈને પડી ગઈ હતી રાજકુમારની દીકરી, પોતાને કહેવા લાગી એક્ટરની પત્ની !

Bollywood

બોલિવૂડનો ડેશિંગ અને હેન્ડસમ એક્ટર શાહિદ કપૂરની પાછળ કેટલાય યુવક-યુવતીઓ ક્રેઝી છે. શાહિદની પહેલી ફિલ્મ ઇશ્ક વિશ્ક થી યુવતીઓ તેની દીવાની થઈ ગઈ હતી અને આજે પણ આ ક્રેઝ યથાવત્ છે. 40 વર્ષનો શાહિદ વધતી ઉંમર સાથે વધુ યુવાન બની રહ્યો છે.

શાહિદ પરિણીત છે અને તે પણ બે બાળકોનો પિતા છે, છતાં પણ શાહિદ પ્રત્યે છોકરીઓની દીવાનગી ઓછી નથી થતી. છોકરીઓને પોતાની દીવાની કેવી રીતે બનાવવી એ શાહિદ સારી રીતે જાણે છે.

એક સમય હતો જ્યારે શાહિદનું નામ કરીના કપૂરથી લઈને પ્રિયંકા ચોપડા અને વિદ્યા બાલન સુધીની સુંદર અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. જોકે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા બાદથી શાહિદ પત્નીવ્રતા પતિની યાદીમાં શામેલ થઇ ગયો છે.

ખુબજ સુંદર મીરાના પ્રેમમાં દિવાનો છે શાહિદ. પરંતુ શું તમે જાણો છો કે શાહિદની જિંદગીમાં પણ એક યુવતી એવી દીવાની બની ગઈ હતી કે જે શાહિદની પાછળ હાથ ધોઈને પડી ગઈ હતી અને જેનાથી છૂટકારો મેળવવો ખૂબ મુશ્કેલ થઇ ગયો હતો અને શાહિદને પોલીસની મદદ લેવી પડી હતી.

શાહિદ પાછળ પડેલી એ પાગલ દીવાની બીજું કોઈ નહિ પણ દિગ્ગજ દિવંગત અભિનેતા રાજકુમારની દીકરી વાસ્તવિકતા પંડિત હતી. જે હવે ગુમનામ જીવન જીવી રહી છે. પરંતુ વર્ષ 2012 માં તે શાહિદ કપૂરનો પીછો કરીને સમાચારોમાં હેડલાઇન્સ બનાવી હતી.

વાસ્તવિકતાએ દાવો કર્યો હતો કે તે શાહિદની પત્ની છે, સતત પીછો કરી રહેલી વાસ્તવિકતાથી કંટાળીને શાહિદે પોલીસ સ્ટેશનમાં વાસ્તવિકતા સામે ફરિયાદ પણ લખાવી દીધી હતી.

જોકે આ આખો કિસ્સો ત્યારે શરૂ થયો હતો જ્યારે વાસ્તવિકતા ફિલ્મમાં પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ ગઈ હતી. એવું કહેવામાં આવે છે કે તેના પિતા સુપરસ્ટાર રાજકુમાર જેવી સફળતા મેળવાનું વાસ્તવિકતા ઉપર માનસિક દબાણ હતું. પરંતુ લાખો પ્રયત્નો કર્યા પછી પણ વાસ્તવિકતા ફ્લોપ સ્ટાર રહી. જેની અસર તેમની માનસિક સ્થિતિ પર પડી હતી.

એ સમયે, વાસ્તવિકતા શાહિદ પર ફિદા થઇ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહિદ અને વાસ્તવિકતા ચાઇલ્ડ હૂડ ફ્રેન્ડ્સ હતા. પરંતુ પાછળથી વાસ્તવિકતા શાહિદ સાથે એકતરફી પ્રેમમાં પાગલ બની ગઈ અને શાહિદ પ્રત્યેનો તેનો પ્રેમ જનૂન બની ગયો હતો.

જેના પછી તેણે શાહિદનું જીવવું મુશ્કેલ બનાવ્યું હતું. શાહિદ જ્યાં પણ ગયો ત્યાં તેની પાછળ વાસ્તવિકતા જતી હતી. જ્યારે પણ શાહિદ તેના ઘરની બહાર નીકળતો, વાસ્તવિકતા તેનો રસ્તો રોકી દેતી. તે પોતાને શાહિદની સૌથી મોટી ફેન કહેતી હતી.

શાહિદ પર નજર રાખવા અને તેની નજીક રહેવા માટે, વાસ્તવિકતાએ પણ શાહિદની બિલ્ડિંગમાં જ એક ફ્લેટ લીધો હતો. હદ તો ત્યારે થઇ ગઈ જ્યારે વાસ્તવિકતાએ શાહિદની પત્ની હોવાનો દાવો શરૂ કર્યો. આ બધું સહન કરવું શાહિદની બસની બહાર હતું. જે બાદ તેણે વાસ્તવિકતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

એવું કહેવામાં આવે છે કે પોલીસ ફરિયાદ પછી જ વાસ્તવિકતા અચાનક ગુમનામીના અંધકારમાં ખોવાઈ ગઈ હતી. જો કે, આજે પણ લોકો તેને વાસ્તવિકતાનો પબ્લિસિટી સ્ટંટ ગણાવે છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.