રામાયણની ખાસ જાણવા જેવી ગુપ્ત વાતો, જે તમને કોઈ નહિ જણાવે..

Dharma

1) ગાયત્રી મંત્ર રામાયણના દર 1000 શ્ર્લોક પછી આવતા પહેલા અક્ષરમાંથી રચાય છે. ગાયત્રી મંત્રમાં 24 અક્ષરો હોય છે અને વાલ્મીકી ઋષિની રામાયણમાં 24,000 શ્લોક છે. રામાયણના દરેક 1000 શ્લોક પછી આવેલ પહેલા અક્ષરથી ગાયત્રી મંત્રની રચના થાય છે. આ મંત્ર પવિત્ર મહાકાવ્યનો સાર છે. ગાયત્રી મંત્રનો પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમા કરવામાં આવ્યો છે.

૨) રામ વિષ્ણુનો અવતાર છે પરંતુ તેના બીજા ભાઈઓ શેનો અવતાર હતા? રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેમના અન્ય ભાઈઓ કોના અવતાર હતા? લક્ષ્મણને શેષનાગનો અવતાર માનવામાં આવે છે જે ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુનું સ્થાન છે. જ્યારે ભરત અને શત્રુઘ્ન અનુક્રમે ભગવાન વિષ્ણુના હાથમાં સુદર્શન-ચક્ર અને શંખ-શેલનો અવતાર માનવામાં આવે છે.

૩) લક્ષ્મણને ”ગુદાકેશ” તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વનવાસના 14 વર્ષ દરમિયાન લક્ષ્મણ તેના ભાઇ અને ભાભીની સુરક્ષાના હેતુ માટે ક્યારેય સૂતા ન હતા. આને કારણે તે ગુદાકેશ ના નામ થી પણ ઓળખાય છે. વનવાસની પહેલી રાતે જ્યારે રામ અને સીતા સૂતા હતા ત્યારે નિદ્રાદેવી લક્ષ્મણને પ્રગટ થઈ, તો તે સમયે લક્ષ્મણે નિદ્રા દેવીને વિનંતી કરી કે મને એવું વરદાન આપો કે 14 વર્ષના વનવાસ દરમ્યાન મને ઊંઘ ન આવે અને મારા ભાઈ અને ભાભીની રક્ષા કરી શકુ. નિદ્રાદેવી ખુશ થઈ ને કીધું કે જો તમારી જગ્યાએ કોઈ 14 વર્ષ સુવે તો તેને આ વરદાન મળી શકે. આ પછી લક્ષ્મણ ની સલાહ આપવાથી લક્ષ્મણની પત્ની અને નિદ્રાદેવી સીતાની બહેન ઉર્મિલા પાસે પહોચ્યા અને વરદાન વિશે વાત કરી. લક્ષ્મણની જગ્યાએ ઉર્મિલા એ સુવાનો સ્વીકાર કર્યો અને આખા 14 વર્ષ સુધી ઉર્મિલા સુઈ રહી હતી .

૪) રામે સરયુ નદીમાં જળ સમાધિ લઇ પૃથ્વીલોક નો ત્યાગ કર્યો. એવું માનવામાં આવે છે કે સીતાએ જ્યારે ધરતીમાં સમાઈ જઈને પોતાનો શરીરનો જીવ ત્યજી દીધો હતો ત્યાર પછી રામે પણ સરયુ નદીમાં જળ સમાધિ લઈને પોતાના જીવ નો ત્યાગ કર્યો હતો .

૫) સીતામાતા ના સ્વયંવરમાં વપરાયેલ ભગવાન શિવના ધનુષ નુ નામ શું હતું? આપણા માંના મોટા ભાગના લોકો જાણે છે કે રામે સીતા સાથે સ્વયંવર દ્વારા લગ્ન કર્યા હતા. શિવ ભગવાનના ધનુષનો ઉપયોગ તે સ્વયંવર માટે કરવામાં આવ્યો હતો. સ્વયંવરમા આવેલા બધા રાજકુમારોએ ધનુષ ઉપાડીને તેની દોરી બાંધવાની હતી, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ભગવાન શિવના ધનુષ નું નામ “પિનાક” હતું.

૬) રામ, લક્ષ્મણ અને સીતા વનવાસ દરમ્યાન જે જંગલ માં રોકાયા તેનું નામ શું હતું? રામાયણની વાર્તા આપણે બધા જાણીએ છીએ કે રામ અને સીતા લક્ષ્મણની સાથે 14 વર્ષ માટે વનવાસ ગયા અને રાક્ષસોનો રાજા રાવણને હરાવીને અયોધ્યા પાછા આવ્યા.આપણા માંના મોટા ભાગના લોકો જાણે છે કે રામ, લક્ષ્મણ અને સીતાએ જંગલમાં ઘણાં વર્ષો વિતાવ્યા હતા, પરંતુ તે જંગલનું નામ બહુ ઓછા લોકો જાણતા હશે. તે જંગલનુ નામ ”દંડકારણ્ય” હતું, જેમાં રામ, સીતા અને લક્ષ્મણે પોતાનો વનવાસ વિતાવતા હતા. તે જંગલ ૩5,600 ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલ હતું. જે હાલમા છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનો ભાગ હતો. તે સમયે આ જંગલ સૌથી ભયંકર રાક્ષસોનું ઘર માનવામાં આવતું હતું. તેથી આ જંગલનુ નામ દંડકારણ્ય છે. જ્યાં ”દંડ”નો અર્થ થાય છે ”સજા” અને ”અરણ્ય” નો અર્થ ”એક”થાય છે.

Leave a Reply

Your email address will not be published.