શું તમે જાણો છો કે રામે લક્ષ્મણને શા માટે મૃત્યુદંડ ની સજા આપી.

Dharma Story

રામાયણમાં આ વાતનો ઉલ્લેખ છે કે શ્રી રામ ઈચ્છતા ન હોવા છતાં પણ તેમના નાના ભાઈ લક્ષ્મણને મૃત્યુ દંડ આપ્યો પડ્યો હતો. ભગવાન રામે લક્ષ્મણને મોતની સજા કેમ આપી હતી આ ઘટના એ સમયની છે જ્યારે શ્રી રામ લંકા પર વિજય મેળવ્યા પછી અયોધ્યા પરત ફર્યા અને અયોધ્યાના રાજા બન્યા. એક દિવસ યમ દેવતા કોઈ મહત્વની વાત કરવા શ્રીરામ પાસે આવે છે ચર્ચા શરૂ કરતા પહેલા તેમણે ભગવાન રામને કહ્યું.

કૃપા કરીને મને વચન આપો કે જ્યાં સુધી મારી અને તમારી વચ્ચે વાતચીત થશે ત્યાં સુધી કોઈ આપણી વચ્ચે નહીં આવે અને જે આવે તેને તમે મૃત્યુ દંડ આપશો. ત્યાર બાદ રામ ભગવાને લક્ષ્મણ ને દ્વારપાળ તરીકે ઉભા રહેવાનો આદેશ આપ્યો ને લક્ષ્મણ ને કહેવામા આવ્યું કે મારી અને યમ ભગવાન વચ્ચે વાર્તાલાપ થવાનો છે કોઈ પણ અંદરના આવે તેનું તારે ધ્યાન રાખવાનુ છે અને જે પણઅંદર આવશે તેને મૃત્યુ દંડ ની સજા આપવા મા આવશે.

લક્ષ્મણ ભાઈ રામ ના આદેશ નુ પાલન કરવા માટે દ્વારપાળ બનીને ઉભો રહે છે. લક્ષ્મણ દ્વારપાળ બનીને થોડો સમય વિતાવે છે ત્યાં થોડીક વારમાં જ ઋષિ દુર્વાસા આવે છે ને દુર્વાસા ઋષિ લક્ષ્મણને કહે છે કે રામને જાણ કરો કે દુર્વાસા ઋષિ એ અયોધ્યામા આગમન કર્યું છે. ત્યારે લક્ષ્મણ નમ્રતાથી રામ ભગવાનને જાણ કરવાની ના પાડતા જ દુર્વાસા ઋષિ ને ગુસ્સો આવ્યો અને તેણે આખા અયોધ્યાને શ્રાપ આપવાનું કહ્યું. લક્ષ્મણે જલ્દીથી નક્કી કર્યું કે મારે પોતાનુ બલિદાન આપવું પડશે જેથી તેઓ અયોધ્યાના લોકોને ઋષિ ના શ્રાપ થી બચાવી શકશે અને તેઓ અંદર ગયા અને ઋષિ દુર્વાસાના આગમન વિશે માહિતી આપી.

હવે શ્રી રામ મૂંઝવણમાં મુકાયા કારણ કે તેઓએ વચન અનુસાર લક્ષ્મણને મૃત્યુ દંડ આપવાનો હતો. આ મુશ્કેલી ના સમયમા રામ ભગવાને ગુરુ વશિષ્ઠને યાદ કર્યા અને તેમને કોઈ રસ્તો બતાવવા માટે કહ્યું. ગુરુદેવે જવાબ આપતા કહ્યું કે આપણે કોઈ પણ પ્રિય વસ્તુ નો ત્યાગ કરવો એ મૃત્યુ સમાન છે. તું તારા વચન નુ પાલન કરીને પ્રિય લક્ષ્મણનો ત્યાગ કરી દે. લક્ષ્મણે આ સાંભળતાંની સાથે જ તેણે રામને કહ્યું કે તમે ભૂલ થી પણ મારો ત્યાગ નહી કરતા. તમારા થી દુર રહેવા કરતા તમારા વચનું નુ પાલન કરતા મૃત્યુ ને ગળે લગાડી લેવું એવું કહી ને લક્ષ્મણે સરયુ નદીમા જળ સમાધિ લઇ ને પોતાના જીવ નો ત્યાગ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.