જરૂર વાંચજો: 5 રૂપિયાથી શરૂવાત કરી અરબોનો માલિક બનેલા વાળદ રમેશની કહાની અને સફળતાનો મંત્ર

Story

આ વાત તમને વાંચવામાં થોડી અટપટી લાગી શકે છે પણ આ સત્ય છે કે બેગ્લોરમાં એક એવો અરબપતિ છે જે રોલ્સ રૉયથી ફરે છે છતાં આજે પણ એ લોકોના વાળ કાપે છે, આ વાળદ ની મિલકત આજે અબજોમાં આંકવામાં આવે છે, તમને વિશ્વાસ નહિ થાય કે આની પાસે દુનિયાની કેટલીય મોંઘામાં મોંઘી ગાડીઓ છે, આજે આ વ્યક્તિ એક સામાન્ય વાળદ નહિ પણ એક સેલેબ્રીટી બની ગયો છે.

બેગ્લોરનાં અનંતપુરમાં રહેતો રમેશ જયારે સાત વર્ષનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થઇ ગયું હતું, પિતાના અવસાન પછી પરિવારની બધીજ જવાબદારી તેના માં ઉપર આવી ગઈ હતી, અને તેની માં લોકોના ઘરે જઈને કામ કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતી હતી.

તેના પિતા ચેન્નઈમાં હજામની દુકાન ચલાવતા હતા પણ તેના અવસાન પછી તેને 5 રૂપિયાના મામૂલી ભાડામાં દુકાન ભાડે આપી દીધી હતી, ત્યારે રમેશ તેના ભાઈ બહેનોમાં સૌથી મોટો હતો એટલે તેને તેની માંની મદદ કરવાનું ચાલુ કર્યું અને સાથે સાથે સરકારી સ્કૂલમાં ભણવા પણ લાગ્યો, આવી રીતે તેને 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો.

ત્યાર બાદ રમેશ સમાચાર પેપર અને દૂધ વેચીને પરિવારને મદદરૂપ થવા લાગ્યો, આ દરમિયાન તેને બારમા ધોરણની પરીક્ષામાં માટે અભ્યાસ કર્યો અને તેમાં તે નાપાસ થયો. ત્યાર બાદ તેને પોતાના બચાવેલા પૈસાથી ઇન્ડ્રસ્ટી ટ્રેનિંગ માંથી ઇલેક્ટ્રીકમાં ડિપ્લોમા કર્યો.

ડિપ્લોમા કર્યા પછી તેને કોઈ નોકરી ના મળી ત્યાર બાદ તેને એક વિચાર આવ્યો કે હું મારા પિતાની હજામતની દુકાન ફરી વાર ચાલુ કરું અને તેને એ દિશામાં વિચારવા લાગ્યો.

1989 માં તેને તેના પિતાની દુકાન ભાડા પરથી પાછી લઈને તેમાં મોર્ડન જમાના પ્રમાણે ફેરફાર કરીને નવી શરૂવાત કરી, ધીરે ધીરે તેની દુકાન ચાલવા લાગી અને તેમાંથી સારી એવી કમાણી થવા લાગી, ત્યાર બાદ તેને ભેગા થયેલા રૂપિયામાંથી એક મારુતિ વેન ખરીદી, એ જાતે ગ્રાહકોના વાળ કાપતો એટલે તેને એક ડ્રાઈવર ને નોકરી ઉપર રાખ્યો અને ગાડીને ભાડા ઉપર ફેરવાનું શરુ કર્યું.

શરૂવાતમાં મળેલી સફળતાથી તેને વર્ષ 2004 માં પોતાની રમેશ ટૂર & ટ્રાવેલ્સ ની શરૂવાત કરી, ધીરે ધીરે તેની પાસે 200 જેટલી ગાડીઓ થઇ ગઈ, જેમાં રૉલ્સ રોય થી લઈને મર્સીડીસ અને બી.એમ.ડબ્લ્યુ જેવી મોંઘી અને લકઝરી ગાડીઓ છે. રમેશ તેની ગાડીઓને 1000/- થી લઈને 50,000/- સુધી ના ભાડે આપે છે, તમને જાણીને નવાઈ લાગશે કે 2004 માં એ પહેલો વ્યક્તિ હતો જે બેગ્લોરમાં લકઝરી ગાડીઓ ભાડે આપતો હોય.

ગુજરાત લાઈવએ જયારે તેમની પાસેથી વાચકો માટે ટિપ્સ માંગી ત્યારે તેમને કહ્યું કે…

જો તમે ઈમાનદારી સાથે મહેનત અને સંઘર્ષ કરશો તો તમને સફળ થતા દુનિયાની કોઈ તાકત નહિ રોકી શકે, મહેનતમાં એવી તાકાત છે જે તમારા દરેક સપનાઓ પુરા કરી શકે છે પણ જયારે સફળતા મળે ત્યારે દરેક વ્યક્તિએ પોતાની વિનમર્તા જાળવી રાખવી જોઈએ.

આ વાત તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો અને આ પોસ્ટને શેયર જરૂર કરજો.

Leave a Reply

Your email address will not be published.