આપણી ભારતીય સંસ્કૃતિમાં દેવીઓનો ખુબ મહિમા શાસ્ત્રોમાં પણ ગવાયો છે, તેવા જ એક દેવીનું સ્થાન જે ઓળખાય છે રાંદલ ના દડવા તરીકે….
દડવા માતાજીનું મૂળ સ્થાન છે. રાંદલ માતાએ સાક્ષાત સૂર્યનારાયણના ધર્મપત્ની છે. સાથોસાથ યજ્ઞ શિલ્પી ભગવાન વિશ્વકર્માના પુત્રી છે તથા યમ અને યમુનાના માતા છે. ચાલો આપણે જાણીએ કે માતા નું નામ રાંદલ અને ગામ નું નામ દડવા કેવી રીતે પડ્યું??
વિશ્વકર્મા એ પોતાની પુત્રી રાંદલ ના વિવાહ સૂર્યનારાયણ સાથે કરાવ્યા હતા. સૂર્યનારાયણે રાંદલ માતાને મૃત્યુલોકમાં જવા કહ્યું,,,ત્યાં અધર્મે વળેલા મનુષ્યો ને ધર્મ પર લાવવાનું કામ સોંપ્યું. આ સમયે માતા એક નાની બાળકીના રૂપે પૃથ્વી પર રણમાં આવ્યા ત્યારે ગુજરાત ની ભૂમિ પર ભયંકર દુષ્કાળ પડેલો હોવાથી ગામવાસીઓ ગામ છોડી જતા હતા ત્યારે ગામવાસીઓ એ બાળકી રૂપી માતા ને જોયા અને જોતા જ ખૂબજ વરસાદ થયો. પૃથ્વી પર ફરી જનજીવન શરૂ થયું. આ બાળકી ને ભાગ્યશાળી સમજી પોતાની સાથે રાખી અને આ બાળકી રણમાંથી મળી હોવાથી તેનું નામ રાંદલ પડ્યું.
આ ગામ ની બરાબર બાજુમાં એક ગામ છે વાંસાવડ.. તે સમયે ત્યાં એક રાજા નું શાસન હતું. તે રાજા રોજ પોતાના સિપાહીઓની દૂધ અને દહીં ની વસૂલી કરવા મોકલતા. આ બધું જોઈ માતા એ એક વાર ૧૬ વર્ષની સુંદરી નું રૂપ લીધું. ત્યારે સિપાહીઓ સુંદરી ના રૂપ વિશે ની માહિતી રાજા ને આપી. રાજા એ સિપાહીઓને સુંદરી ને પોતાના રાજ મા લઇ આવવા આદેશ આપ્યો.
આથી સિપાહીઓ સુંદરી ને શોધવા આખા ગામ માં નીકળી પડ્યા પણ તે ક્યાંય મળી નહિ. આથી ઉશ્કેરાયેલા સિપાહીઓ આ ગામ પર ચડાઈ કરી અને ગામ ના લોકો ને બંદી બનાવી લઇ જતા હતા ત્યારે માતા સામે આવ્યા અને ત્યાં એક વાછરડું હતું તેની ઉપર માતા એ હાથ મૂક્યો અને એ વાછરડું સિહ બન્યું અને આ સિહ એ રાજા ના બધા સૈનિકોને દળી નાખ્યા એટલે કે પૂરા કરી નાખ્યાં અને ત્યારથી આ ગામ નું નામ દડવા પડ્યું.
સૌ ગામ લોકો એ માતા ને પ્રાથના કરી વિનંતી કરે છે કે માતા આપ અમારી સાથે રહો ત્યારે માતા વરદાન આપે છે કે હું અહી જ રહેવાની છું. ત્યારથી આ ગામ નું નામ દડવા પડ્યું. અને માતા આજે પણ ત્યાં સાક્ષાત સ્વરૂપે બિરાજમાન હોય એવું જ લાગે છે.
બાબરા વડીયા તાલુકાના રાંદલ ના દડવા ગામે રાંદલ માતાજી બિરાજમાન છે. અહીંયા ભકતો લોટા ધરી પોતાની માનતા પૂર્ણ કરે છે. તેમજ રાંદલ માતાજી ને દરરોજ પૂજારી દ્વારા અવનવા શણગાર કરાય છે. ભકતો માતાજી ના દર્શન કરી ને ધન્યતા અનુભવે છે. દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન નો લાભ લેવા આવે છે. પોતાની ઈચ્છા પૂર્ણ કરવા અહીંયા લોટા ધરવાની માનતા હોય છે.
રાંદલ માતા પોતેજ દેવી રાંદલ હોવાનું કહી વચન આપે છે કે જે મારી ખરા હદયે ભક્તિ કરશે તેની માનતા પૂરી થશે જ આથી ગુજરાત મા સૌથી વધારે માનતા જે મંદિરમાં મનાતી હોય તો એ આ મદિર છે.
જે લોકો ને બાળકો નથી થતા, તેવા લોકો અહીંયા માનતા માને છે. જે મા-બાપ ના બાળકો ને કંઇક રોગ છે તેવા મા બાપ પોતાના દીકરા કે દીકરી નો ફોટો લઈ ને માનતા માને છે. આ મંદિર મા આવા હજારો ફોટા હશે.
મંદિર માં નવરાત્રી યજ્ઞ થાય છે તથા રાંદલ માતાજી ના લોટા પણ તેડાય છે. મંદિર મા શાંતિ યજ્ઞ અને ચંડીપાઠ પણ કરવામાં આવે છે. અહીંયા માતા ને રોજ નો થાળ પણ ધરાય છે. મંગળા આરતી સવારે ૫ કલાકે અને સંધ્યા આરતી સાંજે ૭ કલાકે થાય છે.
ગુજરાતીઓ ના શુભ પ્રસંગોમાં રાંદલ તેડવા ની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનો ના જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે રાંદલ તેડવાનો પ્રસંગ જરૂર ઉજવાય છે.
જે લોકો હજી સુધી માં રાંદલ ના દર્શન કરવા નથી ગયા તે શ્રદ્ધા સાથે અવશ્ય જશો. તમારી દરેક ઈચ્છા જરૂર પૂરી કરશે માં રાંદલ. આ પવિત્ર મંદિર ભાવનગર થી અંદાજિત ૧૩૦ કિલોમીટર થાય છે.
સૌજન્યઃ- તુષાર પટેલ