પત્નીના શોખને જ બનાવ્યો બિઝનેસ આઈડિયા, આજે થઈ રહી છે કરોડોની કમાણી….

Business

આજની નવી પેઢી તેમના શોખને ઝનૂન બનાવીને તેમાથી બિઝનેસ આઈડીયા શોધી કાઢીને તેને તકમાં ફેરવે છે અને કેટલાકના આઈડીયા એટલા સફળ થાય છે કે તેઓ કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઉભુ કરી દે છે. આપણે ધણા એવા બિઝનેસ વિશે પણ સાંભળ્યું છે કે જે માત્ર એક શોખ પૂરો કરવા માટે શરૂ થયા હોય પણ સમય જતાં, તે હજારો લોકોની પસંદગી બની હોય અને તે વ્યવસાય બની ગયો હોય છે. આજે અમે આવી જ એક સફળ સ્ટાર્ટઅપની કહાની લાવ્યા છીએ જ્યાં પત્નીના શોખથી પતિ કરોડપતિ બની જાય છે.

વાત છે ગગન જૈનની જેમની પત્નીને પેઈન્ટીગ કરવાનો શોખ છે અને તેઓ તેમના પતિના શર્ટ પર પેઈન્ટીગ દ્વારા આર્કષીત ડિઝાઈન બનાવીને તેમને પહેરવા માટે આપતી હતી, જ્યારે ગગન જૈન તેમની પત્નીના હાથથી બનાવેલી ડિઝાઈન વાળો શર્ટ પહેરીને બહાર જતા ત્યારે લોકો તેમના શર્ટ અને તેની પર દોરાયેલી ડિઝાઈનની પ્રશંસા કરતા હતા.

ગગનની પત્ની તેના પતિના શર્ટને હાથથી પેઇન્ટ કરતી હતી. ગગને વિચાર્યું કે જે લોકોને હું મળું છુ એ દરેક લોકો મારા શર્ટ અને તેના પર દોરવામાં આવેલી ડિઝાઈનના વખાણ કરે છે તો બિજા લોકોને પણ આ ખરેખર ગમશે, અને તેઓ ચોક્કસપણે આવા શર્ટ પણ ખરીદશે. આ વિચારમાં તેમને એક સફળ બિઝનસની સંભાવના દેખાણી અને તેમણે હાથથી પેઈન્ટીગ કરીને બનાવેલા શર્ટનું એક સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું.

લગભગ ચાર વર્ષ પહેલાં, ગગન તેની પત્ની નીતિ જૈન સાથે આ વિચાર સાથે ઇન્દોર આવી ગયા હતા. તેમણે પોતાની 15 લાખની બચતથી ‘રંગરેજ’ નામની કંપની શરૂ કરી હતી.

ગગન કહે છે કે કંપની શરૂ કરતા પહેલાના કેટલાક વર્ષો સુધી, તેણે મસ્કતમાં એક ફેશન બ્રાન્ડ માટે વર્કિંગ વિઝા પર કામ કર્યું હતું. તેની પત્નીને પેઇન્ટિંગનો ખૂબ શોખ હતો પરંતુ તે ત્યાં કામ કરી શકતી નહોતી. તેનો શોખ પૂરો કરવા માટે તેણે તેના શર્ટ્સ પર પેઇન્ટિંગ્સ કરતી હતી. જ્યારે કેટલાક લોકોએ આવા શર્ટ ખરીદવામાં રસ દાખવ્યો, ત્યારે તેઓએ તેને વ્યવસાયિક આઇડિયામાં ફેરવવાનું વિચાર્યું. ત્યાંથી તેમણે નોકરી છોડી ઇંદોર આવી ગયા અને આમ રંગરેજ નામની કંપની માટે પાયો નાખ્યો.

શરૂઆતમાં, કંપની ફક્ત પહેરી શકાય તેવા પોશાકની ડિઝાઈન કરતી હતી, પરંતુ દિવસેને દિવસે વધી રહેલી માંગને ધ્યાનમાં રાખીને તેણે હસ્તકલા, ઓશીકું, બેડશીટ કવર અને અન્ય સુશોભન વસ્તુઓની ડિઝાઇન પણ શરૂ કરી હતી. આજે કંપનીનું વાર્ષિક ટર્નઓવર 20 કરોડ પર પહોંચી ગયું છે. આટલું જ નહીં, તેમની કંપની સાથે 200 જેટલા કર્મચારીઓ જોડાયેલા છે, જે ફક્ત ભારતમાં જ નથી, પણ વિશ્વભરના ગ્રાહકોની માંગને પહોંચી વળે છે.

ગગન અને નીતિની સફળતા આપણને શીખવે છે કે આપણી આસપાસ હજારો બિઝનસ આઈડીયા રહેલા છે, આપણે ફક્ત તેમને જાણીને તેને શરૂ કરવાની જરૂર છે. જો આપણે આમા રહેલી તકોની સંભાવના જાણી શકીએ અને ગ્રાહકો સમક્ષ તેને યોગ્ય રીતે પ્રસ્તુત કરી શકીએ, તો આ વિશ્વમાં કોઈ પણ વ્યવસાય એવો નહીં હોય જે સફળ નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *