રાનુ મંડલે અલ્લુ અર્જુનની ફિલ્મ “પુષ્પા” ના ગીત શ્રીવલ્લી પર કર્યો ડાન્સ, તે વીડિયો જોઈને લોકો હસી-હસીને થયા લોતપોત

Story

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડન્નાની ફિલ્મ પુષ્પા આ દિવસોમાં ખૂબ જ ચર્ચાનો વિષય છે. દર્શકોના મનમાં આ ફિલ્મનો ક્રેઝ વધી રહ્યો છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ જબરદસ્ત સફળતા મેળવી છે. ફિલ્મમાં અલ્લુ અર્જુનનો અભિનય જોઈને લોકો તેના પ્રેમમાં પડી ગયા છે. દરેક જગ્યાએ પુષ્પા ફિલ્મની ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મે સાઉથથી નોર્થ સુધીના લોકોને દિવાના બનાવી દીધા છે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મના ગીતો પણ લોકોની જીભ પર છે. ફિલ્મ ‘પુષ્પા’માં સામંથાની ‘ઓમ આંતવા’ હોય કે પછી રશ્મિકા મંડન્નાની ‘સામી’ હોય. આ બંને સિવાય બીજું એક ગીત છે જે આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. એ ગીત છે અલ્લુ અર્જુનનું ‘શ્રીવલ્લી’.

અલ્લુ અર્જુને શ્રીવલ્લી ગીતમાં હૂક સ્ટેપ કર્યું છે, જેણે લોકોને દિવાના બનાવી દીધા છે. પુષ્પા ફિલ્મના ગીતોથી લઈને ડાયલોગ્સ સુધી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન હવે ફિલ્મ ‘પુષ્પા’ના ‘શ્રીવલ્લી’ ગીત પર રાનુ મંડલનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાનુ મંડલ ‘શ્રીવલ્લી’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વિડીયો જોયા બાદ લોકો હસી હસીને લોત-પોત થાય ગયા. વાસ્તવમાં રાનુ મંડલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રાનુ મંડલ ફિલ્મ ‘પુષ્પા’ના ગીત શ્રીવલ્લી પર ખૂબ જ ફની અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. રાનુ મંડલનો આ ફની વીડિયો જોયા બાદ લોકો સતત ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

રાનુ મંડલનો આ ફની ડાન્સ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રાનુ મંડલ ફની ડાન્સ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે, જેને જોઈને લોકો ખુબ હસી-હસી આનંદ લઈ રહ્યાં છે અને આ વીડિયો પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે “આ વીડિયો અલ્લુ અર્જુન સુધી પહોંચાડવો જોઈએ.” તેવી જ રીતે લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

તમને બધાને યાદ અપાવીએ કે રાનુ મંડલ વર્ષ 2019માં રેલ્વે સ્ટેશન પર ગીત ગાઈને પહેલીવાર વાયરલ થઈ હતી. ખરેખર, રેલવે સ્ટેશન પર ગીત ગાતી વખતે એક વ્યક્તિએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે જોતા જ વાયરલ થઈ ગયો હતો. જ્યારે રાનુ મંડલનો વીડિયો વાયરલ થયો ત્યારે તે રાતોરાત ફેમસ થઈ ગઈ હતી.

આ વીડિયોએ રાનુ મંડલને રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બનાવી દીધી હતી. લતા મંગેશકરજીનું ગીત “એક પ્યાર કા નગમા હૈ…” ગાતી વખતે લોકોએ રાનુ મંડલને સાંભળ્યું અને પસંદ કર્યું. વાયરલ વીડિયો બાદ મ્યુઝિક કમ્પોઝર અને સિંગર હિમેશ રેશમિયાએ તેને પોતાની ફિલ્મના એક ગીતમાં તક આપી હતી પરંતુ તે પછી રાનુ મંડલ કઇ જતી રહી હતી. આગળના વર્ષેમાં સમાચાર આવ્યા હતા કે હવે રાનુ મંડલની બાયોપિક બનવા જઈ રહી છે. બાયોપિકમાં રાનુ મંડલની શરૂઆતના જીવનથી લઈને તેના સંઘર્ષ અને રેલવે સ્ટેશન પર તેના આગમન સુધીની વાર્તા બતાવવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર, હૃષિકેશ મંડલ રાનુ મંડલ પર બનેલી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. અને ફિલ્મનું નામ ‘મિસ રાનુ મારિયા’ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.