ઈમરાન ખાન અને રેખાની લવસ્ટોરી, એક સમયે લગ્નની પણ થઈ ગઈ હતી તૈયારીઓ…

Bollywood

ભારત અને પાકિસ્તાનમાં એકવાત ઘણી મળે છે. તે છે બંને દેશોનું ક્રિકેટ અને સિનેમા ઈન્ડસ્ટ્રીનું એક ખાસ કનેક્શન. બોલીવુડની અનેક હસીનાઓએ ક્રિકેટરો સાથે લગ્ન કર્યા છે તો અનેકની મોહબ્બતના કિસ્સા લોકોને મોઢે યાદ છે. આજે અમે તમને ક્રિકેટ અને બોલીવુડની દુનિયાની એક એવી જોડીની અધૂરી પ્રેમ કહાની જણાવવા જઈ રહ્યા છે જે જાણીને તમને નવાઈ લાગશે. આ કહાની છે બોલીવુડની સૌથી ખુબસુરત અભિનેત્રી ગણાતી રેખા અને પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનની. જે એક સમયે એકબીજા માટે એટલા બધા પાગલ હતા કે લગ્નની તૈયારીઓ પણ થઈ ગઈ હતી.

તમે વિચારી રહ્યા હશો કે અચાનક આ વાત કેમ. તો હાલ ઈન્સ્ટાગ્રામ પર એક અખબારનું કટિંગ સામે આવ્યું છે જે લોકોએ ખુબ ઝડપથી વાયરલ કરી નાખ્યું છે. આ કટિંગ હવે રેખા અને ઈમરાન ખાનના પ્રેમનો દસ્તાવેજ જેવો લાગી રહ્યું છે. કારણ કે એમા જે લખ્યું છે તે વાંચીને તમને પણ આંચકો લાગી શકે છે. નોંધનીય છે કે જે કટિંગ વાયરલ થઈ રહ્યું છે તે સ્ટાર ન્યૂઝપેપર તારીખ 11 જૂન 1985નું છે.

આ કટિંગમાં આપણે સ્પષ્ટ રીતે આર્ટિકલને વાંચી શકીએ છીએ. જેમાં રેખા અને ઈમરાન ખાનની તે સમયની તસવીર છપાયેલી છે. આ સાથે જ તેનું હેડિંગ જ બંનેના લગ્ન સંબંધિત જોવા મળે છે. જેમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે રેખા અને ઈમરાન લગ્ન કરવાના છે.

આ સાથે જ આર્ટિકલમાં ભારતીય ફિલ્મ જર્નલ મૂવીના હવાલે લખ્યું છે કે આ લગ્નના નિર્ણયથી રેખાની માતા ખુબ ખુશ હતી અને તેમણે આ અંગે જ્યોતિષ સાથે વાત પણ કરી હતી અને કુંડળી બતાવી હતી. એટલે સ્પષ્ટ થાય છે કે આ સંબંધ પર રેખાના પરિવારની પણ મહોર લાગી હતી.

અહીં એ બધી જાણકારી અપાઈ છે કે લગ્ન પહેલા જ ઈમરાન ખાને રેખા સાથે મુંબઈમાં થોડો સમય વિતાવ્યો હતો. આ લવ કપલને અનેક લોકોએ મુંબઈના બીચ પર અને નાઈટ ક્લબમાં એક સાથે આઉટિંગ કરતા જોયા હતા.

પરંતુ આ મામલો એટલો સીધો નહતો જેટલો તે પહેલી નજરમાં જોવા મળે છે. અહીં એક ચોંકાવનારી વાત પણ જોવા મળી. આ કટિંગમાં ઈમરાનનું એક નિવેદન પણ નોંધાયેલું છે. જેમાં લખ્યું હતું કે થોડા સમય માટે આ અભિનેત્રીઓ સાથે સમય વિતાવી શકાય છે. મને પણ ઓછા સમય માટે જ તેમની સાથે રહેવું પસંદ છે અને પછી આગળ વધી જાઉ છું. હું કોઈ ફિલ્મ અભિનેત્રી સાથે લગ્ન કરી શકું નહીં. ઈમરાનના આ નિવેદન આગળ આ અખબારે એ પણ યાદ અપાવ્યું છે કે આ અગાઉ પણ તેમનું ઝીન્નત અમાન અને શબાના આઝમી સાથે સંબધ રહી ચૂક્યો હતો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *