આપણા દેશમાં આવેલી છે આ રહસ્યમય જગ્યાઓ, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.

Dharma

આપણો દેશ વાર્તાઓનો દેશ છે. અપણા દાદા-દાદી, માતા-પિતા અને સંબંધીઓ પાસેથી દરેક યુગની ઘણીબધી વાર્તા સાંભળી હશે. કેટલીક રહસ્યમય વાર્તાઓ વર્ષો પછી પણ આપણા મનમાં જીવંત રહે છે. દેશના ધાર્મિક સ્થળોને સંબંધિત આશ્ચર્યજનક વાતો જે તમે ક્યારેય સાંભળી નહિ હોય તો ચાલો જાણીએ તેના વિશે.

૧) ક્યારેય ન કરડે તેવો વિછી :- 13 મી સદીના સુફી સંત સૈયદ હુસેન શરફુદ્દીન શાહ વિલાયત નકવીની સમાધિ ઉત્તર પ્રદેશના અમરોહામાં છે. એવું માનવામાં આવે છે કે તે ઉત્તર ભારતના પ્રથમ ઉર્દૂ કવિ હતા. તેમની સમાધિની નજીક ઘણા ઝેરી વીંછીઓ છે, પરંતુ તેમણે આજ સુધી કોઈ અનુયાયીઓ અથવા ભક્તોને નુકસાન પહોંચાડ્યું નથી. ભક્તોને આ વિંછીઓ ચોક્કસ સમયગાળા માટે ઘરે લઈ જવા દેવામાં આવે છે, પરંતુ વિછી ને નક્કી કરેલા સમયે સમાધી પર મુકવામા ન આવે તો મનુષ્ય પર હુમલો કરે છે.

૨) હમ્પીના સંગીતમય સ્તંભ :- હમ્પીમાં ભગવાન વિષ્ણુના અવતાર વિઠ્ઠલજીનું એક વિશાળ મંદિર છે. આ 56-સ્તંભનું મંદિર પ્રાચીન કાળની કારીગરીનો સુંદર નમૂનો છે. મંદિરની સુંદરતા સિવાય તેની સાથે એક રહસ્ય જોડાયેલું છે જે મંદિર ને ખાસ બનાવે છે. એવું કહેવામાં આવે છે કે જો અહીં 56 સ્તંભમાથી કોઈ પણ એક સ્તંભ ને થોડી પણ ઠોકર લાગે તો સંગીતના સાત અવાજો બહાર આવે છે. આને કારણે આ મંદિર ને સારેગામા સ્તંભ પણ કહેવામાં આવે છે. ભારતમાં જ્યારે અંગ્રેજોને આ વાતની ખબર પડતા મંદિર ના રહસ્યને જાણવા માટે બે સ્તંભ કાપીને જોયા તો સ્તંભની અંદર કઈ પણ ના મળ્યું .આ બે તૂટેલા સ્તંભો આજે પણ જોઇ શકાય છે.

૩) જાદુઈ પથ્થર :- પુણેમાં હઝરત કમરઅલી દરવેશની એક પ્રખ્યાત દરગાહ છે. હજારો શ્રદ્ધાળુઓ માનતા લઈને દર્શન કરવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે અહિયાં એક જાદુઈ પથ્થર છે, જેને એક વારમા ફક્ત 11 લોકો જ ઉપાડી શકે છે. જો 11 થી વધારે કે ઓછા લોકો જાદુઈ પથ્થર ઉપાડવા નો પ્રયત્ન કરે તો તે પત્થર ઉપડતો નથી. પરંતુ એક વાત આશ્ચર્યજનક છે કે જ્યારે 11 લોકો તેને ઉપાડવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે તેનું વજન બિલકુલ હોતુ નથી. આ કરતી વખતે ભક્તો એક સાથે હઝરત કમર અલી દરવેશને યાદ કરે છે. દરરોજ સેંકડો લોકો જાદુઈ પથ્થર ને ઉપાડવા નો પ્રયત્ન કરે છે. આ સિવાય આ જાદુઈ પથ્થર પાસે એક દીવો છે જે વર્ષોથી 24 કલાક સળગી રહ્યો છે.

૪) નંદીનુ વધતુ કદ :- દેશભરમાં ભગવાન શિવના ઘણા પ્રભાવશાળી મંદિરો છે. પરંતુ આંધ્રપ્રદેશના કુર્નુલમાં આવેલ યંગતી મંદિર વિશેષ છે. અહીની એવી વાર્તા પ્રચલિત છે કે નંદી આખલાનું કદ વર્ષે- વર્ષે વધતુ જાય છે. આને કારણે મંદિરના લોકોને મંદિર માથી આધારસ્તંભ કાઢવો પડ્યો. ત્યાં રહેતા લોકોના જણાવ્યા મુજબ અગાઉ તેઓ નંદી આખલાની ફરતે પરિક્રમા કરતા હતા પરંતુ હવે વધતા કદને કારણે તે શક્ય નથી.

૫) મંદિરનો સાતમો દરવાજો :- તમિલનાડુમાં એક પ્રાચીન મંદિર અનંતપદ્મનાભ સ્વામી વિશે ઘણી વાર્તાઓ છે. મંદિરમા એક રહસ્યમય મોટો દરવાજો છે અને તેની માન્યતા છે કે માત્ર એક સિદ્ધ સાધુ તેને ગરુડ મંત્ર દ્વારા ખોલી શકે છે. બસ આ દરવાજા પાછળનું સત્ય શું છે તે કોઈને ખબર નથી. કેટલાક લોકોના મતે દરવાજાની પાછળથી અરબી સમુદ્રનો અવાજ સંભળાય છે જ્યારે ઘણાલોકો એવું માને છે કે અવાજ ત્યાં રહેલા સાપનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *