બોલિવૂડનું આ રોમેન્ટિક કપલ લગ્ન સમયે એક સાથે બેભાન થઈ ગયું હતું, બંને વચ્ચેનો પ્રેમ નહિ પણ કારણ કંઈક બીજું જ છે .!

Bollywood

બોલીવુડની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ગ્લેમર્સ સેલેબ્સની પ્રોફેશનલ લાઈફ તેના વ્યક્તિગત જીવન ઉપર પણ અસર કરે છે. જેના લીધે કેટલાક રીલેશનશીપમાં અને લગ્ન જીવન તેમજ પારિવારિક જીવનમાં ઘણીવાર તિરાડ પડવા લાગે છે. તેમ છતાં બોલીવુડમાં કેટલાક સેલેબ્સ એવા પણ છે જેમની પ્રોફેશનલ લાઈફ તેમના વ્યક્તિગત જીવન પર ખાસ કોઈ અસર જોવા મળતી નથી. આજે અમે આપને બોલીવુડના આવા જ એક પાવરફુલ કપલ વિશે જણાવીશું, આ સેલેબ્સના મેરેજને ૪૦ વર્ષ ઉપર થઈ ગયા છે તેમ છતાં આજે પણ તેમને જોતા નવા મેરીડ કપલ જેવા જ લાગે છે. આવું જ એક કપલ છે ઋષિ કપૂર અને નીતુ સિંહ. આજે અમે આપને ઋષિ કપૂર અને નીતુ સિંહના અંગત જીવનની કેટલીક એવી બાબતો જણાવીશું જે જાણીને આપને કદાચ નવાઈ પણ લાગી શકે છે.

ઋષિ કપૂર અને નીતુ સિંહના મેરેજ ૨૨ જાન્યુઆરી, ૧૯૮૦ના રોજ થયા હતા. કપૂર ખાનદાનમાં મેરેજ હોય એટલે તેઓના મેરેજમાં ફક્ત બોલીવુડ જ નહી પણ દેશ અને વિદેશની ઘણી પસિદ્ધ વ્યક્તિઓએ હાજરી આપી હતી. પણ ઋષિ કપૂર અને નીતુ સિંહના લગ્નમાં કઈક એવું અજીબ થયું હતું કે મેરેજમાં હાજર દરેક વ્યક્તિ ગભરાઈ ગઈ હતી. એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેરેજ દરમિયાન ઋષિ કપૂર અને નીતુ સિંહ બંને બેહોશ થઈ ગયા હતા!

આ સાથે એ પણ જણાવ્યું હતું કે, બંને પતિ પત્ની અલગ અલગ કારણોથી બેહોશ થયા હતા. કોઈ છોકરીનું મેરેજમાં બેહોશ થવું સમજી શકાય છે કે હેવી ડ્રેસઅપ, મેકઅપ, જ્વેલરી વગેરેના કારણે છોકરીઓ બેહોશ થઈ જાય છે નીતુ સિંહના બેહોશ થવાનું પણ આ જ કારણ હતું. પણ ઋષિ કપૂર કેમ બેહોશ થઈ ગયા તે જાણીને તમને નવાઈ લાગશે. ઋષિ કપૂર પોતાની આજુબાજુ વધારે વ્યક્તિઓની ભીડ જોઇને હેરાન થઈ ગયા હતા અને તેઓ બેહોશ થઈ ગયા હતા. ત્યાર પછી જયારે બન્ને હોશમાં આવ્યા પછી લગ્નની બાકીની વિધિ પૂર્ણ કરીને લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા.

ઋષિ કપૂર અને નીતુ સિંહના અફેરની ઘણી ચર્ચાઓ કરવામાં આવી હતી. ઋષિ કપૂર મેરેજ પહેલા તો અફેરના કારણે ચર્ચામાં રહેતા જ હતા પણ મેરેજ પછી પણ ઘણી વાર અફેરને લઈને ચર્ચામાં રહ્યા હતા. નીતુ સિંહ સાથે મેરેજ પછી ઋષિ કપૂર પોતાનાથી અડધી ઉમરની અભિનેત્રી દિવ્યા ભારતી સાથે અફેરની ઘણી ચર્ચાઓ થઈ હતી.

આ વિષે નીતુ સિંહ કહે છે કે, જયારે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા તેમ છતાં પણ ઋષિ કપૂર અન્ય અભિનેત્રીઓ સાથે ફલર્ટ કરતા હતા.તો પણ તેઓ એવું બતાવતા હતા કે, પોતાનું કોઈની સાથે અફેર નથી. જયારે પણ હું પૂછતી ત્યારે એવું કહેતા કે આવું કઈજ નથી. વધુ જણાવતા કહે છે કે, નીતુ એક સામાન્ય અને નાદાન હોવાથી ઋષિ કપૂરની વાત પર ભરોસો કરી લેતા હતા. તેમજ ઋષિ કપૂરને પણ આવું જ લાગ્યું કે, નીતુ એક સામાન્ય યુવતી હોવાથી તેમને સાચવી લેશે.

Leave a Reply

Your email address will not be published.