કરોડોની સંપત્તિનો માલિક ઋષિ કપૂર હકીકતમાં હતા ખુબજ કંજૂસ, નીતૂ કપૂરે જણાવ્યા મજેદાર કિસ્સાઓ

Bollywood

ઋષિ કપૂરના 69 મા જન્મદિવસ નિમિત્તે બોલિવૂડ સેલેબ્સ, ચાહકો અને તેમનો પરિવાર તેમને યાદ કરી રહ્યા છે. જો કે, આજે ઋષિ કપૂર પોતાનો જન્મદિવસ ઉજવવા લોકો વચ્ચે હાજર નથી ઋષિ એક સુંદર કલાકાર હતા. એ બોલીવુડના પ્રખ્યાત કપૂર પરિવારનો પુત્ર હતો અને અભિનય તેના લોહીમાં હતો. પોતાની પહેલી ફિલ્મનો કિસ્સો વર્ણવતા તેમણે કહ્યું હતું કે જ્યારે મારા પિતાએ મારી માતાને મને ફિલ્મોમાં લેવાનું કહ્યું હતું ત્યારે મેં તરત જ એવોર્ડ જીતતી વખતે અપાતા ભાષણની તૈયારી શરૂ કરી દીધી હતી.

નીતુ કપૂરે જણાવ્યો ઋષિ કપૂર સાથે જોડાયેલો આ કિસ્સો

એટલું જ નહીં, જ્યારે ઋષિ હસતા કે રડતા ત્યારે તેઓ અરીસામાં જઈને તેમનો ચહેરો જોતા હતા કે તેઓ કેવા દેખાય છે. તેણે પોતાના દમદાર અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું અને સાથે સાથે તેના સુંદર દેખાવથી લાખો છોકરીઓનું દિલ પણ ચોરી લીધું હતું. જોકે એક જ છોકરી હતી જેણે તેના દિલ પર રાજ કર્યું અને તે છે નીતુ કપૂર. નીતુ સાથેની તેની પ્રેમ કહાની અને પછી લગ્નની કહાની ઘણી રસપ્રદ રહી હતી. જોકે નીતુ કપૂરે ઋષિ કપૂર વિશે ઘણા રમૂજી કિસ્સા કહ્યા હતા જે ચાહકોને ખૂબ ગમ્યા હતા.

ઋષિ કપૂર કરોડોની સંપત્તિના માલિક હતા. તેમના પરિવારમાં લગભગ દરેક જણ ફિલ્મોમાં હતા અને આજે તેમના પુત્ર રણબીરને બોલીવુડનો રોકસ્ટાર કહેવામાં આવે છે. કપૂર પરિવારના દરેક સભ્યને જોઈને લોકો વિચારે છે કે આવી વૈભવી રીતે જીવન જીવવા માટે તેઓ આરામથી કરોડો રૂપિયા ખર્ચી નાંખતા હશે. જો કે, આ વાત પરીવારના બાકીના સભ્યોને બંધબેસે છે, પણ પૈસા વાપરવાની બાબતમાં ઋષિ કપૂરને થોડો કંજૂસ માનવામાં આવતા હતા.

નીતુ કપૂરે જણાવ્યું હતું કે ઋષિ કપૂર ક્યારેક ખૂબ જ કંજૂસાઈ કરતા હતા. જો કે તે રેસ્ટોરન્ટમાં ખાવા માટે ઘણા પૈસા ખર્ચતા હતા, પરંતુ તેઓ નાની નાની વસ્તુઓ માટે પૈસા બચાવતા હતા. નીતુએ કહ્યું હતું કે એક વખત અમે ન્યૂયોર્કમાં હતા ત્યારે મેં ઋષિને સવારની ચા માટે દૂધની બોટલ ખરીદવાનું કહ્યું. તે સમયે મધ્યરાત્રિ હતી પણ ઋષિ દૂર આવેલી દુકાનમાં ગયા કારણ કે ત્યાં દૂધની બોટલ 30 સેન્ટથી પણ ઓછા પૈસામાં મળતી હતી.

જ્યારે રણબીર 16 વર્ષનો હતો ત્યારે તેણે ઋષિને કાર ખરીદી અપાવવા માટે વિનંતી કરી હતી. તે સમયે ઋષિ કપૂરે એમ કહીને કાર આપવાની ના પાડી દીધી હતી કે જ્યારે તમે તમારી જાતે કમાવ ત્યારે કાર ખરીદી લો. જ્યાં સુધી રણબીર અને રિદ્ધિમા પોતાની જાતે કમાણી કરતા ન થયા ત્યાં સુધી તેઓએ ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી હતી. ઋષિ ઇચ્છતા હતા કે તેમના બાળકો પૈસાનું મહત્વ સમજે.

થોડા કંજૂસ, પણ ઋષિ કપૂર તેમના પરિવારમાં સૌથી સફળ અભિનેતામાંથી એક હતા. લતા મંગેશકરે પણ કહ્યું હતું કે તે કપૂર પરિવારમાં સૌથી આશાસ્પદ અભિનેતા છે. તેમના મૃત્યુના થોડા સમય પહેલા, જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા, ત્યાં એક છોકરાએ તેમને માટે એક ગીત ગાયું હતું. અને ઋષિએ છોકરાને કહ્યું કે જો તમારે મોટા માણસ થવું હોય તો મહેનત કરવાથી ક્યારેય પીછેહઠ ન કરતે. 30 એપ્રિલ 2020 ના રોજ, ઋષિ કપૂર આ દુનિયામાંથી કાયમ માટે ચાલ્યા ગયા પરંતુ તેમની અસંખ્ય કહાનીઓ અને કિસ્સાઓ તેમના ચાહકોના હૃદયમાં સદા જીવંત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *