રોયલ એનફિલ્ડ ના શોખીનો તૈયાર થઈ જાઓ, માર્કેટમાં આવી રહી છે બે જબરદસ્ત બાઈક

News

ભારતમાં અગાઉ New Royal Enfield Classic 300 લોન્ચ થયા બાદ રોયલ એન્ફિલ્ડ કંપની આગામી દિવસોમાં Royal Enfield Shotgun 650 અને Royal Enfield Scram 400 નામની ધાંસૂ ક્રૂઝર બાઈક લોન્ચ કરશે, જાણો આ બંને બાઈકની ખાસિયત અને તેની કિંમત વિશે…ભારતમાં 350cc અને તેનાથી વધારે પાવરફુલ બાઈક સેગમેન્ટમાં ધમાલ મચાવનાર ટુ વ્હીલર કંપની Royal Enfield જલ્દી જ ભારતમાં બે શાનદાર બાઈક લોન્ચ કરશે.

અગાઉ Royal Enfieldએ ભારતમાં પોતાની લોકપ્રિય બાઈક Classic 350ના અપગ્રેડેડ મોડલ New Royal Enfield Classic 300ને 5 શાનદાર વેરિઅન્ટમાં લોન્ચ કર્યુ હતું, હવે કંપની આગામી દિવસોમાં Royal Enfield Shotgun 650 અને Royal Enfield Scram 400 જેવી ધાંસૂ ક્રૂઝ બાઈક લોન્ચ કરવાની તૈયારીમાં છે.

અત્યારે જ Royal Enfield Shotgun 650 અને Royal Enfield Scram 400 બંનેને એકસાથે ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી હતી. Gaadiwaadi.comના રિપોર્ટ અનુસાર આ બંને બાઈકોનું સંપૂર્ણપણે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. જાણકારી મુજબ હવે રોયલ એન્ફિલ્ડ 650 સીસી સેગમેન્ટમાં એક ક્રૂઝર બાઈક લોન્ચ થશે. આ સાથે બીજી એક બાઈક 400 CC પણ લોન્ચ કરાશે જેનું નામ રોયલ એન્ફિલ્ડ સ્કેમ 400 હશે.

તમને જણાવી દઈએ કે રોયલ એન્ફિલ્ડે જાહેરાત કરી કે તે દર વર્ષે 4 નવી બાઈક લોન્ચ કરશે. કંપનીએ અત્યાર સુધી 2021 RE Himaliyan અને સાથે RE Interceptor And Continental 650 GT Twins અને All New Classic 350 જેવી બાઈક લોન્ચ કરી છે. આગામી ફેસ્ટિવલ સિઝનમાં કંપની એક તો બાઈક લોન્ચ કરી શકે છે.

જોકે નવા બાઈક લોન્ચ કરવા પર કંપનીએ આધિકારીક રીતે જાણકારી આપી નથી. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ભારતમાં ઝડપથી રોયલ એન્ફિલ્ડ ક્રૂઝર બાઈક્સ લાવવાની છે. અત્યાર મનાઈ રહ્યુ છે કે Royal Enfield Shotgun 650 અને Royal Enfield Scram 400 ને શાનદાર લુક અને લેટેસ્ટ ફિચર્સ સાથે લોન્ચ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *