2001 માં બુલેટની જગ્યાએ તેના શેર લીધા હોત તો આજે કરોડપતિ બની ગયા હોત

Business

બાઇકના શોખીનો લોકોમાં રોયલ એનફિલ્ડ બુલેટનો ઘણો ક્રેઝ છે. આ જ કારણ છે કે મોંઘી હોવા છતાં તેની માંગ ક્યારેય ઘટી નથી. આ બાઇક બનાવનારી કંપની આઇશર મોટર્સે શેરબજારમાં રોકાણકારોને અમીર બનાવ્યા છે. જે રોકાણકારોએ ધીરજ રાખી હોત તો આજે કરોડપતિ બની ગયા હોત. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે બે દાયકામાં આઇશર મોટર્સના શેરની કિંમત 1300 ગણી વધી છે.

ઑક્ટોબર 2001 માં, રોયલ એનફિલ્ડ બાઇકની કિંમત આશરે રૂ. 60,000 હતી. તે જ સમયે, તેને બનાવતી કંપની આઈશર મોટર્સના શેરનો ભાવ લગભગ 2 રૂપિયા હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આઇશર મોટર્સના શેરની કિંમત 2600 રૂપિયાની આસપાસ છે.

કહેવાનો અર્થ એ છે કે, જો કોઈ વ્યક્તિએ રોયલ એનફિલ્ડ બુલેટ ખરીદવાને બદલે ઓક્ટોબર 2001 માં આઈશર મોટર્સના સ્ટોક પર 60,000 રૂપિયાનો દાવ લગાડ્યો હોત, તો આજે તેના રોકાણની રકમ 7.80 કરોડ થઈ ગઈ હોત. રોકાણકાર આ રકમથી Audi Q2, BMW બાઇક અને BMW કાર ખરીદી શકે છે.

આ વાહનો ખરીદ્યા પછી પણ રોકાણકારના બેંક ખાતામાં 5 કરોડ જેટલી રકમ બાકી રહેશે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે 2.80 કરોડ રૂપિયા ખર્ચીને તમે Audi Q2 અને BMW કારનો શોખ પૂરો કરી શકો છો.

શેરની કિંમત: આ મલ્ટીબેગર સ્ટોકમાં સતત વધારો થયો છે. વર્ષ 2017માં આઈશર મોટર્સના શેરની કિંમત 3,000ની ટોચે પહોંચી ગઈ હતી. કોવિડ -19 બાદ આઇશર મોટર્સનો સ્ટોક વેચવાલીના દબાણમાં હતો. એપ્રિલ 2020 માં તે આશરે 1250 રૂપિયા પ્રતિ શેરના નીચેના સ્તરે ગયો હતો. કોરોના પછી બજારમાં તેજી આવ્યા પછી, આ ઓટો શેરે પુનરાગમન કર્યું. આ શેરની કિંમત લગભગ 3,000 રૂપિયા પ્રતિ શેરના સ્તરે પહોંચી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *