કોરોનાનો ટેસ્ટ કરાવ્યા પછી, તમારા રિપોર્ટની CT Value જરૂર પૂછો, તેનાથી ખબર પડે છે કે દર્દીની સ્થિતિ કેટલી ગંભીર છે.

Life Style

કોરોના વાયરસની બીજી લહેર ખૂબ ઝડપથી ફેલાઇ રહી છે. લાખો લોકો તેનો શિકાર બન્યા છે. દર્દી કોરોનાના કયા મ્યુટેંટથી ગ્રસ્ત છે એ જાણવા માટે RT-PCR નો ટેસ્ટ કરવામાં આવે છે, દર્દી કોરોના પોઝિટિવ છે કે નહી એ જાણવા માટે સેમ્પલની સીટી વેલ્યુ ચેક કરવામાં આવે છે. કોરોના વાયરસને શોધવા માટે સીટી વેલ્યુ જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના આધારે જ કોવિડ રિપોર્ટ પોઝીટીવ છે કે નેગેટીવ, એ કહેવામાં આવે છે.

કોવિડ ટેસ્ટની અંદર હમેશા સીટી વેલ્યુ આપવામાં આવે છે. જ્યારે દર્દીમાં સીટી વેલ્યુ ખુબ ઓછી હોય તો દર્દીની સ્થિતિ ખૂબ ગંભીર ગણવામાં આવે છે અને જો વેલ્યુ વધારે હોય તો દર્દીની સ્થિતિ ગંભીર ના ગણાય. જો RT-PCR ટેસ્ટમાં સીટી વેલ્યુ 35 છે, તો તે વ્યક્તિનો રિપોર્ટ નેગેટીવ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે વ્યક્તિ કોરોના પોઝીટીવ નથી.

તમને જણાવી દઈએ કે આઇસીએમઆરની માર્ગદર્શિકા જણાવે છે કે RT-PCR ના ટેસ્ટ પછી જ ખબર પડે છે કે દર્દી કોરોના પોઝિટિવ છે કે નહીં. તમારી માહિતી માટે જણાવી દઈએ કે સીટી એટલે સાઈકિલ થ્રેશહોલ્ડ, તે વાયરસની માત્રાનું એક માપ છે જે નિષ્ણાતો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *