સીરિયલ અનુપમા ની લીડ એક્ટ્રેસ રૂપાલી ખુબ જ ફેમસ થઈ ગઈ છે. સોશલ મીડિયામાં પણ રૂપાલી ખુબ એક્ટીવ રહે છે. રૂપાલીનું ફેન ફોલોઈંગ પણ દિવસેને દિવસે વધતુ જાય છે. હાલમાં તેણે પોતાના આલીશાન ઘરની કેટલીક તસવીરો સોશલ મીડિયામાં શેયર કરી છે. તસવીરો જોઈને તમે પણ ખુશ થઈ જશો.
રૂપાલી ગાંગુલી ના ઘરનો લિવિંગ એરિયા ખુબ જ વિશાળ છે. તમામ દિવાલોનો કલર વ્હાઈટ છે અને લાઈટ બ્રાઉન અને વ્હાઈટ કલરનું ફર્નીચર કરવામાં આવ્યું છે. ફર્સ્ટ લૂક જોતા જ થઈ જશો ફિદા.
રૂપાલી ગાંગુલી ના ઘરમાં મેઈન હોલમાંથી જ બાકીની રૂમોની પણ એન્ટ્રી છે. લિવિંગ એરિયા પણ એટલો વિશાળ છે. એટલું જ નહીં અહીં ઘરની દરેક મોટી દિવાલ પર તમને એક શાનદાર પેઈટિંગ જરૂર જોવા મળશે. રૂપાલીને પેઈન્ટિંગનો ખુબ જ શોખ છે.
રૂપાલી ગાંગુલી દર વર્ષે પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે. પૂજા માટે એક અલગ સ્પેસ આપવામાં આવ્યો છે ત્યાં ગણપતિની સ્થાપના કરે છે.
રૂપાલી ગાંગુલી ના ઘરમાં એક શાનદાર ફન પ્લેસ આપવામાં આવ્યું છે. રૂપાલીએ આ એરિયાને ખુબ ડેકોરેટ કર્યો છે. અહીં તેણે ફેરી લાઈટ્સ પણ લગાવી છે.
રૂપાલી ગાંગુલી એ પોતાના ઘરમાં રિફ્રેશમેન્ટ માટે એક ખાસ જગ્યા રાખી છે. જ્યાં જુલો લગાવેલો છે. અહીં આ પરિવાર મોજ-મસ્તી કરતો નજરે પડે છે.
રૂપાલી ગાંગુલી એ પોતાનો બેડરૂમ એકદમ સિંપલ અને સોબર રીતે ડિઝાઈન કરાવ્યો છે. તેના બેડરૂમમાં તમને મિનિમમ સેટ અપ જોવા મળશે. આ એરિયામાં રૂપાલી સૌથી વધારે સમય પસાર કરે છે.