સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ મંદિર તો તમે જરૂર ગયા હશો પરંતુ આ વાતથી 95% લોકો અજાણ હશો! જાણો શું છે એ વાત…

Story

સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી એક માત્ર એવી મૂર્તિ છે, જેમાં તેઓ હસંતા હોય તેવો ભાવ જોવા મળે છે.ખરેખર આ તથ્ય સાચું પણ છે, કારણ કે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ગોપાળાનંદએ આ મૂર્તિની સ્થાપના કરી ત્યાર થી લઈને આજ સુધી તમામ ભાવિ ભકતોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં એક અતિ રસપ્રદ સ્થાન આવેલ છે, ત્યારે ચાલો આપણે આજે કષ્ટભંજન હનુમાનજીની મંદિરમાં આવેલ આ જગ્યા થી માહિતગાર થઈએ. ઘણા શ્રધ્ધાળુઓ આ વાત થી અજાણ હોય છે.

કહેવાય છે કે,જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા ત્યારબાદ અનાદિમૂળઅક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળનંદ સ્વામી સત્સંગ-પ્રસારાર્થે વિચરણ કરતાં હતા.ગોપાળનંદ સ્વામી ભક્તોની મનોવ્યથા સમજી ગયાં અને સ્વામીજીએ અનંત જીવોના દુ:ખ દૂર કરે તેવા શ્રી કષ્ટભંજન હનુમાનજીને પધારવવાનો તત્કાળ શુભ સંકલ્પ કર્યો. સાળંગપુર ગામના પાદરામાં એક પાળિયા પર સ્વહસ્તે હનુમાનજીની મૂર્તિ દોરી આપી.

બોટાદ ગામનાં જ કાના કડિયાને બોલાવીને સુંદર, આકર્ષક અને ભાવવાહી મૂર્તિ બનાવડાવી અને તાત્કાલિકપણે નવ્ય-ભવ્ય અને રૂપકડું મંદિર બનાવવામાં આવ્યું. ગોપાળાનંદ સ્વામીએ એક ભવ્ય મહોત્સવમાં વેદોક્તવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી. આ મૂર્તિની સૌપ્રથમ આરતી નૈષ્ઠિક વ્રતધારી શુકમુનિ તથા ગોવિંદાનંદ સ્વામીએ ઉતારી.

આરતી સમયે સ.ગુ શ્રી ગોપાળનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢીએ ટેકવીને મૂર્તિસામે ત્રાટક વિધિ કરતા ઊભા રહ્યાં અને આ મૂર્તિમાં હનુમાનજી મહારાજને અવિર્ભાવ કરવાનો સંકલ્પ કર્યો અને સમાધિયોગમાં શ્રીજીના સંકેત દ્વારા હનુમાનજીને આ મૂર્તિમાં સદા પ્રગટ બિરાજવા આહ્વાન આપ્યું.

ગુરુ ગોપાળનંદજી સ્વામીની આજ્ઞા થતાંની સાથે જ શ્રી રામદૂત હનુમાનજી આ મૂર્તિમાં તત્કાળ અવિર્ભાવ પામ્યા, તે સાથે જે આ મૂર્તિ થર થર ધ્રુજવા લાગી. સર્વસુખદાતા સ્વામીજીના આહ્વાન બાદ મૂર્તિમાં બિરાજીને મારૂતિનંદન હંસવા લાગ્ય. આજે પણ હનુમાનજી ભક્તોના દુઃખો દૂર કરે છે અને અહીંયા એ પ્રસાદી લાકડી હજી પણ હયાત છે. જીવનમાં એકવાર તો કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવાજોઈએ.

આ હનુમાન દાદાના મંદિરમાં એક કૂવો પણ આવેલો છે, આ કૂવો 176 વર્ષ જૂનો હોય તેવું માનવામાં આવે છે, આ કૂવાનું પાણી આખું ગામ પીવા માટે આવતું હતું, તેથી તે જગ્યા પર સ્વામીએ હનુમાનજીનું મંદિર બનાવ્યું હતું, જે લોકો પાણી પીવા માટે આવે તે બધા જ લોકો હનુમાન દાદાના દર્શન કરે છે.

હનુમાન દાદાની મૂર્તિની આગળ જે કૂવો આવેલો છે ત કુવામાંથી દર શુક્રવારના દિવસે પાણી લેવામાં આવે છે, ત્યારબાદ તે પાણીને હનુમાન દાદાની મૂર્તિની બાજુમાં બિરાજમાન ગોપાળનંદ સ્વામીની જે છડી આવેલી છે તેનો પર અભિષેક કરીને તે પાણીને મંદિરમાં આવતા ભક્તોને પ્રસાદીમાં આપવામાં આવે છે, મંદિર બનાવીને સ્વામીજીએ એક વરદાન પણ આપ્યું હતું કે જે લોકો હનુમાન દાદાના દર્શન કરશે તે બધા જ લોકો તેમના જીવનમાં ધન્યતા અનુભવશે.

Leave a Reply

Your email address will not be published.