નથી પત્ની કે નથી પુત્ર, તો કોણ બનશે 2300 કરોડનો માલિક, સલમાન ખાને જાહેર કરયો તેનો વારસદાર.

Bollywood

બોલિવૂડના ફેમસ એક્ટર સલમાન ખાનના ફેન્સની સંખ્યા કરોડોમાં છે. જો કે, બાળકોથી લઈને વૃદ્ધો પણ સલમાનની એક્ટિંગના દિવાના છે, પરંતુ તેનો જાદુ છોકરીઓ પર ખુબજ ગજબનો ચાલે છે. સલમાન હંમેશા અભિનેત્રીઓ સાથેના અફેરને લઈને ચર્ચામાં રહે છે. ઘણી વખત લગ્નના સમાચાર પણ આવ્યા કરે છે પરંતુ તેના ફેન્સ હજુ પણ લગ્નની રાહ જોઈ રહ્યા છે.

55 વર્ષની ઉંમરમાં પણ ફિટ દેખાતા સલમાન ખાન લગ્ન કરવાના વિચારમાં નથી એટલે કે સલમાન ખાન લગ્ન કરવાના મૂડમાં નથી. લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે સલમાન ખાન લગ્ન નહિ કરે તો તેની હજારો કરોડની પ્રોપર્ટીની માલિકી કોણ બનશે.

તમને જણાવી દઈએ કે સદીના સુપરહીરો કહેવાતા બિગ બી અમિતાભ બચ્ચને તેમની હજારો કરોડની સંપત્તિ તેમના એકમાત્ર પુત્ર અભિષેક બચ્ચનને સોંપવાની વાત કરી હતી. આ રીતે જો સલમાન ખાન લગ્ન કર્યા વિના (એકલો)વાંઢો રહેશે તો તેની હજારો કરોડની સંપત્તિનો માલિક કોણ બનશે.

સલમાન ખાને કહ્યું હતું કે તેમના ગયા પછી તેમની બધી સંપત્તિનો માલિક કોણ બનશે. અભિનેતાએ એક વખત આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, ‘હું લગ્ન કરું કે ન કરું, મારા મૃત્યુ પછી મારી અડધી મિલકત ટ્રસ્ટને દાનમાં આપી દેવામાં આવશે અને જો હું લગ્ન નહીં કરું તો મારી સંપૂર્ણ મિલકત ટ્રસ્ટના નામે થઈ જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં અભિનેતા સલમાન ખાન પાસે લગભગ 2300 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

હિન્દી સિનેમાની સાથે સલમાન ખાન વિશ્વના સૌથી મોંઘા કલાકારોની યાદીમાં પણ સ્થાન ધરાવે છે. તેની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે. તેની પાસે મોંઘા અને લક્ઝરી વાહનોનો મોટો સંગ્રહ પણ છે. સલમાન એક ફિલ્મ માટે 50 થી 60 કરોડની તગડી ફી લે છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન છેલ્લા 33 વર્ષથી હિન્દી સિનેમામાં કામ કરી રહ્યો છે. તેણે 1988માં આવેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’માં એક નાનકડો રોલ કર્યો હતો. હિન્દી સિનેમાની એવરગ્રીન અભિનેત્રી રેખાએ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સલમાન ખાને 1989માં ફિલ્મ મૈંને પ્યાર કિયાથી લીડ એક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મ અભિનેત્રીનું પાત્ર ભાગ્યશ્રીએ ભજવ્યું હતું. આ ફિલ્મે શરૂઆતથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. સૂરજ બડજાત્યા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સલમાન અને ભાગ્યશ્રી સાથે આલોક નાથ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 33 વર્ષની ફિલ્મી કરિયરમાં સલમાન ખાને બોક્સ ઓફિસ પર એકથી વધુ ફિલ્મો આપી છે.

Leave a Reply

Your email address will not be published.