‘દિલ મેં સમજ આતે હૈ દિમાગ મે નહીં’. સલમાન ખાનનો આ ફેમસ ડાયલોગ છે. જો કે, પોતાની પર્સનલ લાઈફમાં પણ તેઓ તેને ફોલો કરે છે. આ કારણ છે કે ફેન્સ તેમને પ્રેમથી લોકો ભાઈજાન કહે છે.
સલમાન ખાન ભલે દબંગના નામથી ફેમસ છે પરંતુ તેમનું દિલ ખુબજ નરમ છે આ કારણથી તેઓ દરેકની મદદ માટે હમેશાં તૈયાર રહે છે. સલમાન પોતાના પરિવાર સાથે રહેવાનું વધારે પસંદ કરે છે અને તેમનું જીવન ફક્ત તેમની ફેમેલી છે.
સલમાને ઈન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેઓ તેમની ફિલ્મોમાંથી જે પણ કમાય છે, તે તેનો એક મોટો ભાગ દાન કરે છે. એક રિપોર્ટ અનુસાર સલમાન લગભગ 1950 કરોડ રૂપિયાના માલિક છે.
સલમાન પાસે માત્ર એક આલિશાન ઘર, કાર, બાઇક જ નહીં, પરંતુ તેમનો પોતાનો પ્રાઈવેટ યાટ પણ છે, જેની કિંમત 3 કરોડ છે. સલમાનને બાઇક ચલાવવું પણ પસંદ છે. તેઓ કેટલીકવાર મુંબઈની શેરીઓમાં સાયકલ ચલાવતા પણ જોવા મળે છે. અભિનેતા પાસે 9 ગાડીઓ છે.
તમને જણાવી દઈએ કે, સલમાન ખાન તેની એક ફિલ્મ માટે 50 કરોડ સુધીનો ચાર્જ લગાવે છે. તાજેતરમાં સલમાનની ફિલ્મ રાધે રિલીઝ થઈ હતી જે લોકોને બહુ પસંદ નહોતી આવી. આ મૂવીમાં તેમની ઓપોઝિટ દિશા પટાણી હતી.