જ્યારે સારાને પૂછ્યું કે તે કરીનાને છોટી માં કહીને બોલાવે છે, તો આપ્યો હેરાન કરનારો જવાબ…

Bollywood

સૈફ અલી ખાન હવે બોલિવૂડનો સિનિયર એક્ટર બની ગયો છે. આ ઇન્ડસ્ટ્રીમાં સૈફ અલી ખાન ઘણા આગળ આવ્યા છે. આ સમય દરમિયાન સૈફ અલી ખાને બોલિવૂડની અભિનેત્રીઓ સાથે ખૂબ પ્રેમ અને રોમાંચ કર્યો છે. તેઓએ બે વાર લગ્ન કર્યા છે. સૈફ અલી ખાને પહેલા લગ્ન તેની ઉંમરથી મોટી એવી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા. તે પછી તેમને છૂટાછેડા લીધા પછી સૈફ અલી ખાને તેનાથી ઉંમરમાં ખૂબ જ નાની બોલિવૂડ બેબો કરીના કપૂર સાથે બીજી વખત લગ્ન કર્યા.

સૈફ અલી ખાનને તેની પ્રથમ પત્ની અમૃતા સિંઘથી બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ ખાન છે. જ્યારે સૈફ અલી ખાનના બીજા લગ્ન છે, ત્યારે સારા અલીને તેના પરિવાર વિશે ઘણી વાર પ્રશ્નો પૂછવામાં આવે છે. એક વખત આવો જ એક પ્રશ્ન કરણ જોહરે ‘કોફી વિથ કરણ’માં પૂછ્યો હતો. એકવાર સારા અલી ખાન તેના પિતા સૈફ અલી ખાન સાથે કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં મહેમાન તરીકે ગયા હતા.

આ શોમાં કરણ જોહરે સારાને તેના અને કરીનાના સંબંધો વિશે સવાલો પૂછ્યા હતા. તેણે પૂછ્યું, “શું તે કરીનાને છોટી માં કહે છે?” સારા અલીએ કરણના આ સવાલનો હસતાં જવાબ આપ્યો હતો, “પહેલા હું બહુ વિચારી રહી હતી કે તેમને શું કહેવું, કરીના અથવા આન્ટી?” પણ પાપાએ કહ્યું કે આન્ટી કહેવાની જરૂર નથી. તેણે એમ પણ કહ્યું હતું કે તેના પિતા સૈફે તેના પર ક્યારેય દબાણ નથી કર્યું કે મારે તેને બીજી માતા તરીકે માનવી જોઈએ. એટલા માટે અમને પણ નથી લાગતું કે અમારે કરીનાને મા કહીને બોલાવવી જોઈએ.

સારાએ વધુમાં જણાવ્યું હતું કે તે કરીનાને કે અથવા કરીના તરીકે બોલાવે છે. અમે બંને ખૂબ સારા મિત્રો છીએ. જ્યારે કરિના મારી સાથે પ્રથમ વખત વાત કરી ત્યારે તેણે મને કહ્યું કે જુઓ, તમારી માતા ખૂબ સારી વ્યક્તિ છે. હું તમારી સાથે મિત્રની જેમ રહેવા માંગુ છું. તેણે પણ ક્યારેય અમારી માતા બનવાનો પ્રયત્ન કર્યો નથી. જો હું તેને છોટી માં કહીને બોલાવતી હોત, તો તેણે કદાચ મને મેથીપાક આપ્યો હોત.

આપને જણાવી દઈએ કે અમૃતા સિંહથી છૂટાછેડા લીધા પછી અને કરીના કપૂર સાથે લગ્ન કર્યા બાદ પણ બંને પરિવારોના સંબંધ આજે ઘણા સારા છે. સારા અલી અને તેનો ભાઈ ઇબ્રાહિમ ઘણીવાર કરીના અને સૈફના ઘરની મુલાકાત લેતા જોવા મળે છે. આ બંને પરિવારો એક સાથે દરેક તહેવારની ઉજવણી કરે છે. આ વાત જુદી છે, સારા અને ઇબ્રાહિમની સાથે તેમની માતા અમૃતા જોવા નથી મળતી. સારા અલીએ એકવાર ‘ધ કપિલ શર્મા શો’માં કહ્યું હતું કે તેણે તેની કારકિર્દી માટે ક્યારેય તેના પિતાના નામનો ઉપયોગ કર્યો નથી. તે જાતે ડિરેક્ટર અને નિર્માતાઓ પાસે જઈને કામ માગે છે. તેણે રોહિત શેટ્ટી સાથે પણ એવું જ કર્યું, તે પોતે જ તેમને મળવા ગઈ હતી.

તે પછી જ રોહિતે તેને ‘સિમ્બા’માં અભિનેત્રીની ભૂમિકા આપી હતી. આ ફિલ્મને પણ ખૂબ મોટી સફળતા મળી હતી અને તેના ગીતો પણ લોકોને ખુબ પસંદ આવ્યા હતા. સારાના કારકિર્દીનો ગ્રાફ હજી આગળ વધી રહ્યો છે. સૈફ અને કરીનાને પણ બે બાળકો છે, પ્રથમ તૈમૂર અલી ખાન અને બીજા બાળકનો જન્મ થોડા મહિના પહેલા થયો હતો. જેનું નામ હજી પણ જાહેર કરાયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *