તમે પેલી કહેવત તો સાંભળી હશે કે જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે. આ કહેવતને સાચી સિદ્ધ કરતી વાત રાજકોટથી સામે આવી છે. રાજકોટના વિષ્ણુ ભાઈ આજે આ કહેવતને સાચી સિદ્ધ કરી રહયા છે. વિષ્ણુ ભાઈને પહેલાથી જ સમાજસેવા કરવાનો ખુબજ શોખ હતો.
તે જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને ખુશી અનુભવતા હતા. વિષ્ણુભાઈ રસ્તા પર રખડતા માનસિક રીતે અસ્થિર લોકોની મદદ કરતા હતા.તે તેમને ખાવાનું આપતા નવડાવીને સારા કપડાં પહેરાવતા હોય છે. પણ જયારે તે તેમને છોડીને જતા ત્યારે તેમને દુઃખ પણ થતું હતું.
કે મારા ગયા પછી આ લોકોનું કોણ. ત્યારે તેમને થયું કે હું આવા લોકોને પોતાની સાથે રાખું તો તેમને કલવાડા રોડ પર એક નાની જગ્યાએ આશ્રમ બનાવ્યો આજે ત્યાં ૧૫ થી પણ વધારે અસ્થિર મગજના લોકો રહે છે.
આ બધા જ લોકોને તે બાળકોની જેમ સાચવે છે. તેમની પાછળ દર મહિને ૬૦ થી ૭૦ હજારનો ખર્ચ થાય છે. આની માટે તે કોઈની પાસેથી મદદ પણ નથી લેતા. આજે વિષ્ણુભાઈ એક મોટો આશ્રમ બનાવે છે કે જ્યાં વધારેને વધારે જરૂરિયાત મંદ લોકો રહી શકે. વિષ્ણુ ભાઈ ગાંડાની મોજ નામનો આશ્રમ ચલાવે છે.
લોકોને જાણ થતા તે વિષ્ણુ ભાઈની મદદ કરે છે એક દાતાએ વિષ્ણુ ભાઈને જામીન ભેટમાં આપી તો વિશું ભાઈ ૫૦ લાખ રૂપિયાનો ખર્ચ કરીને તેની પર આશ્રમ બનાવી રહયા છે. આજે આવા લોકો બહુ ઓછા જોવા મળે છે. જે બીજા માટે પોતાનું જીવન કુરબાન કરે.