રામાયણ માં કામ કરેલ અભિનેત્રી દેબિના બેનર્જી 7 મહિનામાં બીજી વાર બની માતા

Bollywood

‘રામાયણ’ ફૅમ દેબિના બેનર્જી સેકેન્ડ પ્રેગ્નન્સીને કારણે ચર્ચામાં રહે છે. આ વર્ષે તે IVFના માધ્યમથી માતા બની હતી. દેબિનાએ આ વર્ષે 3 એપ્રિલના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. તેણે દીકરીનું નામ લિયાના રાખ્યું છે. દીકરીના જન્મ બાદ તરત જ દેબિના બીજીવાર પ્રેગ્નન્ટ થઈ હતી. પહેલી ડિલિવરીના સાત મહિના બાદ દેબિનાએ હવે બીજી દીકરીને જન્મ આપ્યો છે. દીકરી પ્રિમેચ્યોર જન્મી છે.
શનિવારે ભગવાન ગણેશજી ના 12 નામનો જાપ કરો, શિવલિંગ અને પીપળાના ઝાડ પર ભગવાન શનિદેવ માટે દૂધ અને જળ ચઢાવો

સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
ગુરમીત તથા દેબિનાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં કહ્યું હતું, ‘દીકરી થઈ છે. આ દુનિયામાં અમારી દીકરીનું સ્વાગત છે. અમે બીજીવાર પેરેન્ટ્સ બની ગયા છીએ. આ સમયે અમે તમારી પાસેથી પ્રાઇવસીની અપેક્ષા રાખીએ છીએ, કારણ કે અમારું બાળક દુનિયામાં જલ્દી આવી ગયું છે. તમે તમારો પ્રેમ ને આશીર્વાદ આ રીતે આપતા રહો.’

બીજી પ્રેગ્નન્સી દરમિયાન સો.મીડિયા યુઝર્સે મેણા માર્યા હતા
ઉલ્લેખનીય છે કે બીજી પ્રેગ્નન્સીના ન્યૂઝ દેબિનાએ શૅર કર્યા ત્યારે યુઝર્સે તેને ટ્રોલ કરી હતી. જોકે, દેબિનાએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે કેટલાંક પેરેન્ટ્સને ટ્વિન્સ હોય છે તો તે શું કરે છે. શું તે બાળક અબોર્ટ કરી દે?

સેકન્ડ પ્રેગ્નન્સીમાં વર્કઆઉટ કર્યું
દેબિનાએ સેકન્ડ પ્રેગ્નન્સીમાં પોતાનું પૂરું ધ્યાન રાખ્યું હતું. દેબિનાએ પ્રેગ્નન્સી દરમિયાન પણ વર્કઆઉટ કરવાનું બંધ કર્યું નહોતું. દેબિના સો.મીડિયામાં વર્કઆઉટના વીડિયો શૅર કરતી હતી.

3 એપ્રિલે દીકરીને જન્મ આપ્યો
દેબિનાએ આ વર્ષે ત્રણ એપ્રિલે દીકરીને જન્મ આપ્યો હતો. દેબીનાને પ્રેગ્નન્સી માટે ઘણાં જ કોમ્પલિકેશન્સ થયા હતા. તેણે 2 વાર IVF (ઇન વિટ્રો ફર્ટીલાઇઝેશન) તથા ત્રણ વાર IUI (ઇન્ટ્રયૂટરિન ઇન્સેમિનેશન) સારવાર કરાવી હતી. દેબિનાએ અનેક થેરપી પણ લીધી હતી. લગ્નના 11 વર્ષ બાદ દેબિનાને માતા બનવાનું સુખ મળ્યું હતું.

‘રામાયણ’ શોથી બંને લોકપ્રિય થયા
ગુરમીત અને દેબિના 2008માં ટેલિકાસ્ટ થયેલા ટીવી શો ‘રામાયણ’માં રામ-સીતા બન્યાં હતાં. આ શોથી બંનેને ઘણી પોપ્યુલારિટી મળી હતી. શોના ત્રણ વર્ષ બાદ એટલે કે 2011માં બંનેએ લગ્ન કર્યાં હતાં. બંને ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે’ અને ‘પતિ, પત્ની ઔર વો’ શોમાં પણ સાથે જોવા મળ્યાં હતાં. 11 વર્ષ બાદ બંને ‘શુભો બિજોયા’ નામની શોર્ટ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. દેબિના 2016-17માં ટેલિકાસ્ટ થયેલ ‘સંતોષી મા’માં મુખ્ય ભૂમિકામાં હતી. ત્યારબાદ તે ‘તેનાલી રામ’, ‘ખીચડી રિટર્ન્સ’, ‘લાલ ઇશ્ક’, ‘કિચન ચૅમ્પિયન’ જેવા શોમાં દેખાઈ હતી, પરંતુ તેમાં ક્યાંકે તેનો સ્પેશિયલ અપિયરન્સ હતો તો ક્યાંક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઈ હતી. ગુરમીતની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘ધ વાઇફ’માં જોવા મળ્યો હતો.
ટીવી ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો! અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું હાર્ટ એટેકથી મોત, જીમમાં કસરત કરતી વખતે હાલત બગડી

Leave a Reply

Your email address will not be published.