કપડાં ધોયા પછી ડિટર્જન્ટના પાણીને ખરાબ સમજીને નાખી દેતા પહેલા તેના બીજા ઉપયોગ વિશે જાણી લો.

Story

કપડાંની સફાઈ કરવી એ દરેકના ઘરમાં દરરોજનો એક નિયમ બની ગયો છે. દરેક ઘરમાં દરરોજ કપડાં બદલવામાં આવે છે અને પછી તેને સાફ કરવા માટે ધોવામાં આવે છે. કપડાં સાફ કરવા માટે પાણીની સાથે ડિટર્જન્ટ પાવડરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો કપડા ધોયા પછી બચેલા ડિટર્જન્ટ પાવડરના પાણીને ફેંકી દેતા હોઈ છે.

વોશરૂમ ફ્લોર સાફ કરો
જો તમારા કપડા ધોયા પછી બાકી રહેલું ડીટરજન્ટ પાવડરનું પાણીને ફેંકી દેવામાં આવતું હોય તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ બચેલા પાણીનો ઉપયોગ તમે બીજા ઘણા હેતુઓ માટે પણ કરી શકો છો. અને તે ડિટર્જન પાણીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ ડિટર્જન્ટ પાવડરના પાણીને હવે ફેંકશો નહિ પરંતુ તેનો ઉપયોગ કરશો.

જો તમે કપડાં ધોયા પછી બાકીનું ડિટરજન્ટ પાણી ગટરમાં ફેંકી દો છો, તો તમારા બાથરૂમના ફ્લોરને ધોવા માટે તેનો ઉપયોગ કરવો વધુ સારું છે. તમને જણાવી દઈએ કે આ બચેલા ડિટર્જન્ટ પાણીમાં બે ચમચીની માત્રામાં બેકિંગ સોડા મિક્સ કરો, હવે આ પાણીથી તમારા બાથરૂમના ફ્લોરને સાફ કરો. ચોક્કસ તમારા બાથરૂમનું સ્ટાયલ પહેલા કરતા વધુ સ્વચ્છ અને સારી દેખાવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *