ટીવીના પડદે હાલ અનુપમા સીરિયલ સૌ કોઈની ફેવરીટ બની ગઈ છે. એમાંય આ સીરિયલનું મુખ્યપાત્ર એટલેકે, અનુપમાનું પાત્ર ભજવનારી રૂપાલી ગાંગુલી હાલ ખુબ જ ચર્ચામાં છે. સૌ કોઈ તેને પસંદ કરી રહ્યાં છે. સૌ કોઈ રૂપાલીના અભિનયના વખાણ કરી રહ્યાં છે. દિનપ્રતિદિન રૂપાલીના ચાહકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પણ શું તમને ખબર છેકે, જ્યારે આ સીરિયલ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે રૂપાલી ગાંગુલી અનુપમાના રોલ માટે પહેલી પસંદ નહોંતી. મેકર્સે આ પહેલાં અન્ય 6 અભિનેત્રીઓને આ રોલ માટે પસંદ કરી હતી.
મોના સિંહ:-
પ્રોડ્યૂસર રાજન શાહી એ અનુપમા સીરિયલના લીડ રોલ માટે સૌથી પહેલાં મોના સિંહ ને ઓફર કરી હતી. જોકે, કોઈ કારણસર મોના સિંહે આ રોલ કરવાની ના પાડી દીધી હતી.
ગૌરી પ્રધાન:-
હિતેન તેજવાનીની પત્ની ગૌરી પ્રધાન ને પણ અનુપમાનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. અનુપમા માટે ગૌરીનો સ્ક્રીન ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો. જોકે, બાદમાં મેકર્સે તેમને રિઝેક્ટ કરી દીધી.
જૂહી પરમાર:-
જૂહી પરમાર ને એક સાથે બે સીરિયલની ઓફર મળી હતી. તેને કારણે જૂહીએ અનુપમા ની ઓફર ઠુકરાવી દીધી. હવે તે જીટીવી પર આવતી એક સીરિયલ હમારી વાલી ગુડ ન્યૂઝમાં જોવા મળે છે.
સાક્ષી તંવર:-
અનુપમા ના લીડ રોલ માટે ‘કહાની ઘર ઘર કી’ ફેમ સાક્ષી તંવર ની પસંદગી કરવામાં આવી હતી. જોકે, સીરિયલથી દૂર અને વેબ પ્રોજેક્ટમાં લાગેલી સાક્ષીએ આ રોલ ઠુકરાવી દીધો હતો.
શ્વેતા સાલ્વે:-
મેકર્સે અનુપમા ના રોલ માટે શ્વેતા સાલ્વે ને પણ ઓફર આપી હતી. તેમનો સ્ક્રીન ટેસ્ટ પણ લેવામાં આવ્યો. આ રોલ માટે મેકર્સને શ્વેતા એકદમ ફિટ લાગી હતી. પણ શ્વેતાએ વધારે ફીસની ડિમાંડ કરતા તેમને આ રોલ ન આપવામાં આવ્યો.
શ્વેતા તિવારી:-
‘કસૌટી જિંદગી કી’ ફેમ શ્વેતા તિવારી ને પોતોના જૂના કમિટમેન્ટના કારણે આ સીરિયલ ઠુકરાવવી પડી. તે જલ્દી જ રોહિત શેટ્ટી ના રિઆલિટી શો ખતરો કે ખેલાડી-11માં જોવા મળશે. કેપટાઉનમાં તે આ શોની શૂટિંગ કરી રહી છે.