શા માટે કરવામાં આવે છે લોટના દીવા?, જાણો આ 10 વાતો…

Dharma

આપણે ઘણી વાર મંદિરોમાં લોટના દીવા સળગતા જોયા છે, પરંતુ આપણને ખબર નથી કે આ કેમ કરવામાં આવે છે? ચાલો જાણીએ કેટલીક વસ્તુઓ…

1. લોટના દીવાનો ઉપયોગ ખૂબ મોટી મનોકામના પૂરી કરવા માટે વાપરવામાં આવે છે.

2. ઘણીવાર માનતા પુરી કરવા માટે લોટના દીવાનો ઉપયોગ કરવામાં આવે છે.

3. લોટનો દીવો અન્ય દીવાઓની તુલનામાં શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ દીવાથી માતા અન્નપૂર્ણાના આશીર્વાદ આપમેળે જ મળી જાય છે.

4. મા દુર્ગા, ભગવાન હનુમાન, શ્રી ગણેશ, ભોલેનાથ શંકર, ભગવાન વિષ્ણુ, ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામ અને શ્રી કૃષ્ણના મંદિરોમાં, ઈચ્છા પૂર્ણ કરવા માટે લોટના દીવા પ્રગટાવવામાં આવે છે.

5. સામાન્યરીતે તાંત્રિક ક્રિયાઓમાં લોટના દીવો પ્રગટાવવામાં આવે છે.

6. દેવામાંથી મુક્તિ, વહેલા લગ્ન, નોકરી, માંદગી, બાળજન્મ, પોતાનું ઘર, ઘરની તકરાર, પતિ-પત્નીમાં વિવાદ, સંપત્તિ, અદાલતમાં વિજય, ખોટા મુકદ્દમા અને ગંભીર આર્થિક સંકટ નિવારણ માટે લોટના દિવા પ્રગટાવવામાં આવે છે.

7. આ દિવા ઘટતી અને વધતી સંખ્યામાં મૂકવામાં આવે છે. એક દીવાથી પ્રારંભ કરીને, તે 11 સુધી પ્રગટાવવામાં આવે છે. જેમ કે સંકલ્પના પહેલા દિવસે 1, 2, 3, 4, 5 અને 11 એવી રીતે કરવામાં આવે છે એવી રીતે કર્યા પછી 10, 9, 8, 7 સુધી દીવાઓ ઘટતા ક્રમમાં મૂકવામાં આવે છે.

8. હળદરને લોટમાં ભેળવી દેવામાં આવે છે અને હાથથી દીવો કરીને આકાર આપવામાં આવે છે. ત્યારબાદ તેમાં ઘી અથવા તેલ ઉમેરીને દીવો કરવામાં આવે છે.

9. માનતા પુરી થયા પછી એકસાથે લોટના બધા દિવા સંકલ્પ કરેલા મંદિરમાં જઈને મુકવામાં આવે છે.

10. જો દીવાઓની સંખ્યા પૂર્ણ થાય તે પહેલાં ઇચ્છા પૂર્ણ થાય તો ક્રમ તોડશો નહીં. સ્કલ્પ કરેલા મુજબ દીવા પ્રગટાવો. કોઈ પણ શુભ દિવસ, ચોઘડિયામાં અને શુભ દિવસે દીવો પ્રગટાવવાનું સંકલ્પ કરવામાં આવે છે. દરેક દીવા સાથે તમારી મનોકામના જરૂર બોલો.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.