આ તારીખે જન્મેલા લોકો પર શનિદેવની હંમેશા રહે છે કૃપા, ગરીબીમાં જન્મ થયો હોવા છતાં બને છે ધનવાન…

Dharma

જ્યોતિષની અંકશાસ્ત્ર વિદ્યા પણ વ્યક્તિના સ્વભાવથી લઈને તેની વિશેષતાઓ અને ખામીઓ તથા ભવિષ્ય અંગે બધુ જણાવતી હોય છે. અંકશાસ્ત્ર વિદ્યામાં પણ વ્યક્તિની તારીખ અનુસાર તેના પર ગ્રહોનો સારો એવો પ્રભાવ હોય છે. કેટલીક ખાસ તારીખોમાં જન્મેલા લોકો પર તે સંબંધિત ગ્રહોની વિશેષ કૃપા રહે છે. આવો આપણે જાણીએ કે ક્રૂર ગણાતા ન્યાયના દેવતા શનિ દેવ કઈ તારીખમાં જન્મેલા લોકો પર પોતાની કૃપા જાળવી રાખે છે

એવા લોકો કે જેમનો મૂલાંક 8 હોય છે તેમના પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. આ મૂલાંક વર્ષના કોઈ પણ મહિનાની 8, 17 અને 26 તારીખે જન્મેલા લોકોનો હોય છે. વાત જાણે એમ છે કે મૂલાંક 8ના સ્વામી ગ્રહ શનિદેવ છે. આથી તેઓ આ જાતકો પર ખાસ કરીને મહેરબાન રહે છે.

જીવનમાં તેઓ ખુબ માન સન્માન મેળવે છે અને આર્થિક દ્રષ્ટિએ પણ મજબૂત હોય છે. આ લોકો પૈસાના મહત્વને પણ જાણે છે અને તેનો સદઉપયોગ કરવામાં વિશ્વાસ ધરાવે છે. આમ તો બચત કરવાની તીવ્ર પ્રવૃત્તિના કારણે તેમને કંજૂર પણ કહેવામાં આવે છે.

આ લોકો દેખાડાની જગ્યાએ સાદા જીવન ઉચ્ચ વિચારના સિદ્ધાંત પર ચાલવાનું પસંદ કરે છે. આ ઉપરાંત આ જાતકો પરફેક્શનમાં વિશ્વાસ ધરાવનારા અને રહસ્યમયી સ્વભાવના હોય છે. તેમની અંદર શું ચાલી રહ્યું છે તે કળવું ખુબ મુશ્કેલ હોય છે. શનિદેવની આ જાતકો પર વિશેષ કૃપા હોવા છતાં તેઓ ભાગ્યની જગ્યાએ મહેનત કરવામાં વધુ વિશ્વાસ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *