શરુ થઇ રહી છે શનિની સાડાસાતી, આ રાશિના લોકો રહે સાવધાન…

Dharma

23 મેં ના દિવસે શનિ વક્રી થઇ રહ્યો છે તેનો પ્રભાવ ઘણી રાશિ પર થશે. જ્યોતિષીઓના મત અનુસાર 23 મે, રવિવાર બપોરે 02.50 મિનિટ પર શનિ વક્રી થઇ જશે અને ઉંધી રીતે ચાલશે. લગભગ 5 મહિના સુધી, શનિ ઉંધી ચાલ ચાલશે અને 11 ઓક્ટોબર ના ​​રોજ, શનિ ફરીથી સીધા થઈને આગળ ચાલશે. આ સમયગાળા દરમિયાન, કેટલીક રાશિના જાતકો માટે ખુબજ સાવધાન રહેવું જરૂરી છે.

આ રાશિઓ પર થશે અસર

ધન, મકર અને કુંભ આ ત્રણ રાશિવાળા ઉપર શનિની ઉંધી ચાલનો પ્રભાવ સૌથી વધુ જોવા મળશે. આ ત્રણ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે, જ્યારે મિથુન અને તુલા રાશિના જાતકો પર શનિ આગળ વધી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જે રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી હોય તેમણે શનિ જયારે વક્રી થાય એટલે કે ઉંધી ચાલ ચાલે ત્યારે સહુથી વધારે સાવધાન રહેવું જોઈએ. શનિની સાડાસાતી 3 તબક્કામાં હોય છે. ધન રાશિ પર તેમનો અંતિમ તબક્કો પસાર થઇ રહ્યો છે. મકર રાશિના લોકો પર શનિની સાડાસાતીનો બીજો તબક્કો અને કુંભ રાશિ પર પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે.

આ દરમિયાન આ કામ ન કરો

1. શનિ જ્યારે ઉલટો ચાલે ત્યારે કોઈ પણ નવું કાર્ય પ્રારંભ કરશો નહીં.

2. આ સમય દરમ્યાન ક્યાંય પણ નાણાંનું રોકાણ કરવાનું ટાળો.

3. લોખંડની વસ્તુઓ ન ખરીદો.

4. કોઈની સાથે વિવાદમાં ન આવવું.

નીચે જણાવેલા ઉપાયો કરો. આ ઉપાયો કરવાથી સાડાસાતીના કોઈ પણ તબક્કાનો પ્રભાવ જીવનમાં ખરાબ અસર નહીં કરે.

શનિદેવને પ્રસન્ન કરવા અને તેમના ક્રોધથી બચવા માટે સારા કાર્યો કરો. કોઈને દુ:ખ ન પહોંચાડો. સત્યને સાથ આપો અને કોઈનું પણ ખરાબ કરવાનું ટાળો.

હનુમાનજીની પૂજા કરો. મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરો. પાઠ કર્યા પછી સરસવનું તેલ હનુમાનજીને અર્પણ કરવું જોઈએ.

ભગવાન શિવની પૂજા કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે. સોમવારે શિવની પૂજા કરો અને તેમને વાદળી ફૂલો અર્પણ કરો.

વડીલોની સેવા કરો અને તેમને કોઈ પણ પ્રકારનું દુ:ખ ન આપો.

શનિવારે શનિદેવને કાળી વસ્તુઓ અર્પણ કરો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો. પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવો.

આ દિવસે ગરીબ વ્યક્તિને બુટ અને ચપ્પલ દાન કરો. પગરખાં અને બુટ દાન કરવાથી પણ શનિ ગ્રહથી રક્ષણ થાય છે.

તેલમાં રોટલી બનાવો. પછી આ રોટલી કાળા કૂતરાને ખાવા માટે આપો.

લોખંડની વીંટી પહેરવાથી શુભ પરિણામ પણ મળે છે. શનિવારે શનિદેવના ચરણોમાં લોખંડની વીંટી મૂકો. પછી તેમની પૂજા કરો. પૂજા કર્યા પછી તેને પહેરો. તેમને પહેર્યા પછી તેને ઉતારવાની ભૂલ ન કરો. ત્યારે જ આ વીંટી ઉતારો જ્યારે શનિનો પ્રકોપ ઓછો થાય.

શનિ મંત્રનો જાપ કરો અને શનિ ચાલીસાના પાઠ કરો..

ॐ शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:। ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:

ॐ ऐं ह्लीं श्रीशनैश्चराय नम:। कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:। सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

शनि का तंत्रोक्त मंत्र- ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:

તો હતા કેટલાક ઉપાયો જે શનિદેવના પ્રકોપથી બચાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *