ઉપરવાળો જ્યારે આપે છે, ત્યારે છાપરુ ફાડીને આપે છે. વ્યક્તિનું ભાગ્ય રાતોરાત બદલાઈ શકે છે. આવું જ કંઇક કેરળના કોચીમાં રહેતા એક રોકાણકાર સાથે થયું હતું. બાબુ જ્યોર્જ વલવી સાથે પણ કંઇક આવું જ થયું છે. બોબી જ્યોર્જે 1978 માં શેર ખરીદ્યા હતા, જેની કિંમત હવે 1448 કરોડ થઈ ગઈ છે.
74 વર્ષીય બોબી અને તેના પરિવારના સભ્યો હજુ પણ એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે કંપનીના શેરના વાસ્તવિક માલિક છે. અને સામે કંપની તેમને પૈસા આપવામાં નાટક કરી રહી છે.
બોબી અને તેના ચાર સંબંધીઓએ મેવાડ ઓઇલ અને જનરલ મિલ્સ લિમિટેડના 3500 શેર ખરીદ્યા હતા. તે સમયે આ કંપની ઉદયપુરમાં એક અનલિસ્ટેડ કંપની હતી.
બોબી એક કંપનીના ડિસ્ટ્રીબ્યુટર હતા અને 70-80ના દાયકામાં તેમણે 3500 શેર ખરીદ્યા હતા, આમ શેર મુજબ, બોબી કંપનીના 2.8% હિસ્સાના માલિક બન્યા હતા. કંપનીના સ્થાપક-ચેરમેન- પીપી સિંઘલ અને બોબી મિત્રો હતા. કંપની અનલિસ્ટેડ હતી અને કોઈ ડિવિડન્ડ ચૂકવતી ન હતી તેથી આ પરિવાર તેમના આ રોકાણ વિશે ભૂલી ગયો હતો.
બોબી કેટલાક જૂના દસ્તાવેજો જોઈ રહ્યો હતો જ્યારે તેને યાદ આવ્યું કે તેણે ઉદયપુરની એક કંપનીમાં રોકાણ કર્યું હતું. બોબી પાસે મૂળ શેરના દસ્તાવેજો હતા અને તેણે શેર વિશે વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયાસ શરૂ કર્યો.
બોબીને ખબર પડી કે મેવાડ ઓઇલ એન્ડ જનરલ મિલ્સ લિમિટેડએ તેનું નામ બદલીને PI ઇન્ડસ્ટ્રીઝ કરી દેવામાં આવ્યું છે અને હવે લિસ્ટેડ કંપની બની ગઈ છે. બોબીને એ પણ ખબર પડી કે કંપની હવે નફો કરી રહી છે.
બોબીએ તેના શેરને ડીમેટ એકાઉન્ટમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ કર્યો અને એક એજન્સીનો સંપર્ક કર્યો. એજન્સીએ બોબીને સીધો કંપનીનો સંપર્ક કરવા કહ્યું. બોબી અને તેનો પરિવાર જ્યારે કંપનીનો સીધો સંપર્ક કર્યો ત્યારે ચોંકી ગયા.
કંપનીએ બોબીને કહ્યું કે તે કંપનીના શેરહોલ્ડર નથી અને તેના શેર 1989 માં બીજા કોઈને વેચવામાં આવ્યા હતા. બોબીનો આરોપ છે કે પીઆઈ ઈન્ડસ્ટ્રીઝે ડુપ્લિકેટ શેરનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે બોબીના શેર બીજા કોઈને વેચ્યા હતા.
2016 માં PI ઇન્ડસ્ટ્રીઝે બોબીને મધ્યસ્થતા માટે દિલ્હી બોલાવ્યો હતો પરંતુ બોબીએ ના પાડી દીધી હતી. આ પછી કંપનીએ બોબીના દસ્તાવેજોની તપાસ માટે બે મોટા અધિકારીઓને કેરળ મોકલ્યા. કંપનીએ સ્વીકાર્યું કે બોબી પાસે જે દસ્તાવેજો છે એ અસલી છે. પરંતુ તેઓએ આગળ કોઈ કાર્યવાહી કરી ન હતી.
બોબીએ કહ્યું કે હાલમાં કંપનીની વેલ્યુ પ્રમાણે તેમની પાસે PI ઇન્ડસ્ટ્રીઝના 42.8 લાખ હોવા જોઈએ અને તેમની કિંમત અત્યારે 1448 કરોડ જેટલી થાય છે.
બોબી કહે છે કે 1989 માં શેર ખરીદનારા 13 લોકો કંપની સેક્રેટરી જીસી જૈનની ઓળખના મિત્રો, સંબંધીઓ છે. બોબી આ બાબત સેબી સમક્ષ લઈ ગયો પરંતુ કંપની હજુ પણ દસ્તાવેજો રજૂ કરી રહી નથી.