સાચેજ સમય બદલાય ગયો છે અને મહિલાઓમાં વેસ્ટર્ન આઉટફિટ્સ પહેરવાનો ક્રેઝ પણ વધ્યો છે. પરંતુ આજે પણ સાડી પ્રત્યે મહિલાઓનો પ્રેમ ઓછો નથી થયો. દરેક મહિલાના કબાટમાં ઓછામાં ઓછી એક સાડી જરૂર હોય જ છે. સાડી પહેર્યા પછી મહિલાઓની સુંદરતામાં વધારો તો થાય જ છે અને સાથે એક અલગ સ્માર્ટનેસ પણ આવે છે. પરંતુ જે મહિલાઓની ઉંચાઈ ઓછી હોય છે તેમને સાડી પહેરવી ગમતી હોવા છતાં એ સાડી પહેરતા અચકાય છે.
તેમાં પણ ઓછી હાઈટ ધરાવતી મહિલાઓ સાડીને યોગ્ય રીતે ડ્રેપ ન કરે તો તેમની હાઈટ વધારે ઓછી દેખાય છે. પણ બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમની હાઈટ વધારે નથી, છતાં જ્યારે તે સાડી પહેરે છે ત્યારે તે ઉંચી અને સુંદર લાગે છે.
જો તમારી પણ ઉંચાઈ ઓછી છે અને તમારા જીવનનો કોઈ પણ મહત્વપૂર્ણ પ્રસંગ આવી રહ્યો છે, તો દેખીતી વાત છે કે તમારે આ પ્રસંગમાં સાડી પહેરવી હશે. આવી સ્થિતિમાં સાડી પહેરવાની કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તમે પણ બોલીવુડ અભિનેત્રીઓની જેમ લાંબી અને સુંદર દેખાય શકો છે. આ માટે, તમારે સેલિબ્રિટી બ્યૂટી આર્ટિસ્ટ અને સાડી ડ્રેપિંગ એક્સપર્ટ લતા ઈટાલીયા દ્વારા આપવામાં આવેલી આ ટીપ્સ પર અમલ કરીને તમે સાડીમાં તમારી હાઈટ વધારે દેખાડી શકો છો.
ઓછી હાઈટ વાળી મહિલાઓએ કેવા રંગની સાડી પહેરવી
ઉદાહરણ તરીકે: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ઉંચાઇ લગભગ 5 ફૂટ 3 ઇંચ છે. આ તસવીરમાં આલિયાએ રેડ કલરની નેટની સાડી પહેરી છે. જો તમારી ઉંચાઈ 5 ફુટથી લઈને 5 ફૂટ 3 ઇંચ સુધીની છે, તો તમારે ડાર્ક રંગ પસંદ કરવો જોઈએ. ડાર્ક કલર્સની સાડીમાં તમારી હાઈટ વધારે લાગશે. બેસ્ટ ઓપ્શન છે કે તમે સિંગલ કલરની સાડી પહેરો. જો સાડીમાં વધારે રંગ હોય તો તેમાં તમારી હાઈટ દબાઈ શકે છે. ડાર્ક કલરમાં તમે નેવી બ્લુ, બ્લેક, લાલ, મરૂન, બ્રાઉન અને ડાર્ક લીલો રંગ પસંદ કરી શકો છો. આ સાથે ઓછી હાઈટ ધરાવતી મહિલાઓએ કોટનની સાડી ન પહેરવી જોઈએ અને કડક ફેબ્રિક વાળી સાડીઓ પસંદ ન કરવી જોઈએ. તમે સિલ્ક, સોફ્ટ નેટ, જ્યોર્જિટ અને શિફન સાડી પહેરી શકો છો.
ઓછી હાઈટ વાળી મહિલાઓ કેવા પેટર્નની સાડી પહેરવી જોઈએ
ઉદાહરણ તરીકે: બોલિવૂડ એક્ટ્રેસ કોંકણા સેન શર્માની હાઈટ લગભગ 5 ફૂટ 1 ઇંચ છે. આ તસવીરમાં તેણે વર્ટિકલ સ્ટ્રાઇપ્સ વાળી સાડી પહેરી છે. જો તમારી ઉંચાઈ પણ 5 ફૂટની આસપાસ હોય, તો તમારે સોલિડ કલરની સાડી પહેરવી જોઈએ. લતા ઈટાલીયા કહે છે, “જો સાડીમાં પેટર્ન હોય તો ઉંચાઇ ઓછી દેખાશે. છતાં પણ જો તમારે પેટર્નવાળી સાડી પહેરવી હોય તો તમારે વર્ટિકલ પેટર્નવાળી સાડી પહેરવી જોઈએ અને એ સાડીમાં બોર્ડર હોવી જોઈએ નહીં, જો બોર્ડર વાળી સાડી હોય તો તેનાથી પણ તમારી હાઈટ ઓછી દેખાશે. સૌથી બેસ્ટ ઓપ્શન છે કે, તમે વર્ટિકલ વેવ પ્રિન્ટ, મોટિફ પ્રિન્ટ, સ્ટ્રાઇપ્સ પ્રિન્ટ વાળી સાડી પસંદ કરો.
ઓછી હાઈટ વાળી મહિલાઓ સાડી કેવી રીતે પહેરે
સાડી ડ્રેપિંગ સમયે આ વાત ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે કે તમારા શરીરનો અપર પાર્ટ ઓછો છે કે લોવર પાર્ટ. આ તસવીરમાં બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરને જુઓ. જાહ્નવી કપૂરની હાઈટ લગભગ 5 ફુટ 3 ઇંચ છે. તસવીરમાં જ્હાનવી કપૂરે બ્લુ રંગની સાડીમાં ખૂબ જ સુંદર રીતે ડ્રેપ કર્યું છે. લતા ઈટાલીયા કહે છે, ‘કેટલીક મહિલાઓના પગ લાંબા હોય છે. આવી મહિલાઓ લો-વેસ્ટ સાડી પહેરી શકે છે. પરંતુ જેમના પગ ટૂંકા હોય તેમણે લો-વેસ્ટ સાડી ન પહેરવી જોઈએ. ‘ ઉપરાંત, ઘેરાદાર પેટીકોટ્સને બદલે ફિટેટ પેટીકોટ્સ પહેરો. આનાથી સાડીને ખૂબ સારી રીતે ડ્રેપ થાય છે અને ફિટિંગ પણ સારું આવે છે.
બજારમાં તમને લાઇક્રા ફેબ્રિક પેટીકોટ્સ સરળતાથી મળી જશે. આ પેટીકોટ્સ પહેરવાથી તમારા શરીરની પહોળાઈ ઓછી અને લંબાઈ વધુ દેખાય છે. તમારે પાલવને પણ સારી રીતે ડ્રેપ કરવો જોઈએ. ઓછી હાઈટ વાળી મહિલાઓ માટે બેસ્ટ છે કે પાલવને પાતળી પ્લેટ્સમાં ડ્રેપ કરે અને ખંભા પર પીનઅપ કરી લે. જો તમે પાલવ ખુલો રાખીને સાડી પહેરો છો, તો તે તમને સારી લાગશે નહીં. હા, જો તમે ખૂબ પાતળા છો તો તમે આમ કરી શકો છો.
ઓછી હાઈટ વાળી મહિલાઓ કેવું બ્લાઉઝ પહેરવું
હાઈટ ઓછી હોય તો તમારે એવા બ્લાઉઝ ન પહેરવા જોઈએ જેમાં નેકલાઇન ઓછી ડીપ હોય અથવા ચકોર હોય. બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીની આ તસવીર જુઓ. રાનીની હાઈટ લગભગ 5 ફુટ 1 ઇંચની છે, જેમાં તેણે લાંબી સ્લીવ્ઝવાળું ગોળ ગળાનું બ્લાઉઝ પહેરેલ છે. જો તમારી હાઈટ પણ એટલીજ હોય તો તમારે ડીપ ગોળ ગળાનું, વી-નેકલાઇન, પ્લાજિંગ નેકલાઇન અથવા ટર્ટીલ નેકલાઇન વાળા બ્લાઉઝ સાડી સાથે પહેરવા જોઈએ. અને એ વાતનું પણ ધ્યાન રાખો કે બ્લાઉઝની બેક પણ ઓપન હોય. આ સાથે જ બ્લાઉઝ ફુલ સ્લીવ્ડ વાળું હશે તો સાડીમાં તમારી હાઈટ વધુ દેખાશે.
ઓછી હાઈટ વાળી મહિલાઓ સાડી સાથે કેવો મેકઅપ અને એસેસરીઝ કૈરી કરે
સાડીની સાથે તમારા જ્વેલરી અને મેકઅપથી પણ ઘણો ફરક પડે છે. ઓછી હાઈટ વાળી મહિલાઓએ સાડી સાથે ઓછામાં ઓછા ઘરેણાં પહેરવા જોઈએ. આ ઉપરાંત તમારે લાંબી ઇયરિંગ્સ, લાંબી બિંદી અને પફ હેરસ્ટાઇલ પસંદ કરવી જોઈએ અને તેની સાથે પેંસિલ હીલ્સ અથવા બ્લોક હીલ્સ ન પહેરશો. સાડીની હાઈટ એક સમાન રહે એ માટે પ્લેટફોર્મ હીલ્સ બેસ્ટ છે, જો તમે ઇચ્છો તો તમે વેજી હીલ્સ પણ પહેરી શકો છો.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.