શું 50 વર્ષ પછી પણ દેખાવું છે યુવાન? તો કરો માધુરી દીક્ષિતની આ 4 કસરત…

Health

50 વર્ષની મહિલાઓ દરરોજ કેટલીક કસરતો કરીને સરળતાથી યુવાન દેખાઈ શકે છે.

બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ વધતી ઉંમરની સાથે પહેલા કરતા વધારે સુંદર અને ફીટ લાગે છે. આ લિસ્ટમાં માધુરી દીક્ષિતનું નામ પણ શામેલ છે. 50 વર્ષની ઉંમરે પણ તે પહેલા કરતાં વધુ ફીટ અને સુંદર લાગે છે અને દરેક સ્ત્રી તેમના જેવી દેખાવા માંગે છે પરંતુ શું તમે જાણો છો કે 50 વર્ષની વય પછી તમારી જાતને ફીટ રાખવા માટે કેટલીક ખાસ કસરત છે જે તમને યુવાન બનાવશે.

શું તમે 50 વર્ષના છો? શું તમે વજન ઘટાડવા માટે કસરત કરો છો? પરંતુ એ કસરત કરો છો કે જે તમે 30 ની ઉમરમાં કરતા હતા, તો તમારે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે વધતી ઉંમર સાથે મહિલાઓના શરીરમાં ઘણા ફેરફારો થાય છે, તેથી 50 વર્ષની ઉંમરે શરીર 30 વર્ષ કરતા અલગ હોય છે. ફીટ રહેવા અને વજન ઘટાડવા માટે મહિલાઓએ વય પ્રમાણે કસરત કરવી જોઈએ.

જો તમારી ઉંમર 50 વર્ષ છે તો તમારે ફીટનેસ રૂટીનમાં કેટલીક ખાસ કસરત કરવી જોઈએ. તેથી, આજે અમે 50 વર્ષની વયની મહિલાઓ માટે કેટલીક વિશેષ કસરતો લઈને આવ્યા છીએ, જેને તમે દરરોજ કરીને સરળતાથી તમારું વજન ઓછું કરી શકો છો.

50ની ઉંમરે મહિલાઓ તેમની ફિટનેસ રૂટીનમાં વજન ઘટાડવા માટે આ સરળ કસરતનો સમાવેશ કરી શકે છે. વજન ઓછું કરવા સિવાય, તમે તમારા હિપ્સની ચરબી ઘટાડવા અને પેટને લેવલમાં કરવા માટે આ કસરત આસાનીથી કરી શકો છો.

કોબ્રા પોઝ:- આ કરવા માટે, પેટ પર ઉંધા સુઈ જાઓ, તમારા હાથની હથેળીઓને તમારી છાતીની બાજુમાં જમીન પર મૂકો, તમારા શરીરના ઉપલા ભાગને ઉપરની બાજુ કરો, તમારૂ  માથું ઉપર રાખો અને આ એક કોબ્રા પોઝ છે. તમારું શરીર પાછળની બાજુ અને જમીન પર વળેલું હોવું જોઈએ, પરંતુ તમારું માથું પાછળની બાજુ થોડું ઉંચુ હોવું જોઈએ.થોડીવાર માટે આ સ્થિતિ જાળવી રાખો અને પછી આરામ કરો.

હિપ એક્સ્ટેંશન:- હિપ્સ એક્સ્ટેંશન કસરત હિપ્સના સ્નાયુઓ, ગ્લુટ્સ અને હેમસ્ટ્રિંગ્સ માટે સારી છે. તે વજન ઘટાડવામાં તેમજ તમારા આખા શરીરને લેવલ કરવામાં મદદ કરે છે.

હિપ એક્સ્ટેંશન પદ્ધતિ:- હિપ એક્સ્ટેંશન ઉંધી કરવામાં આવે છે અને હિપ એક જ સમયે ઉપર કરવામાં આવે છે જ્યારે બીજો પગ શરીરને ટેકો આપવા માટે રાખવામાં આવે  છે. જો તમે વધુ તીવ્રતા ઉમેરવા માંગતા હો, તો પગને વધુ ખેંચો, થોડા અઠવાડિયા પછી તમને પરિણામો જોવા મળશે. તેને 15 થી 20 વાર પુનરાવર્તિત કરો.

બ્રિજ પોઝ:- આ પોઝ દરમિયાન, થાઇરોઇડ ગ્રંથિનું મસાજ થઇ જાય છે જે પાચનતંત્રને નિયંત્રિત કરે છે. વજન ઘટાડવામાં મદદ કરવા સાથે તે થાઇરોઇડ માટે સારું છે. તેનાથી મગજ ચિંતામુક્ત થાય છે અને ટેન્સન ઓછું થાય છે. પાચન સુધારવામાં મદદ કરે છે.

બ્રિજ પોઝ કઈ રીતે કરવું:- આ પોઝ કરવા માટે પીઠ પર સીધા સુઈ જવું, ઘૂંટણ વાળવા, બંને ઘૂંટણ અને પગને સીધી લાઇનમાં રાખીને, બંને પગ એકબીજાથી અલગ રાખો. હાથની હથેળીને શરીરની બાજુ પર મૂકો. શ્વાસ લેતી વખતે, તમારી પીઠના નીચેના ભાગને નરમાશથી અને પછી ઉપલા ભાગને હળવાશથી ઉપાડો. ધીમે ધીમે તમારા ખભાને અંદરની તરફ લાવો. તમારી છાતીપર ખભા, હાથ અને પગના વજનથી ટેકો આપો. આ સમય દરમિયાન નીચલા શરીરને સ્થિર રાખો. આ સમય દરમિયાન, તમે હાથથી જમીન પર પ્રેસ કરીને  શરીરના ઉપરના ભાગને ઉપાડી શકો છો. આ પોઝ 1-2 મિનિટ માટે રાખો.

સ્ક્વોટ:- આ કસરત વિશ્વભરમાં એકદમ લોકપ્રિય છે અને સરળ હોવા સિવાય, તે ફક્ત હિપ્સ માટે જ નહીં, પરંતુ શરીરના વિવિધ ભાગો માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે તેને ફરીથી કરો છો, તો તમારું શરીર ઓસ્ટિઓપોરોસિસ બંધ કરે છે અને શરીરના ખરાબ ભાગો સમય જતાં સારા થઇ જાય છે.

સ્ક્વાટ્સ કેવી રીતે કરવું:- પગને ખભાની પહોળાઈ કરતા થોડો પહોળો રાખો અને પાછળનો ભાગ સીધો કરો. ખુરશી પર બેસતાં હોય તેમ તમારા ઘૂંટણને થોડું વાળો, પગની એડીઓને જમીન પર રાખો. એબ્સને અંદર ખેંચો અને સમગ્ર કસરત દરમિયાન કમર સીધી રાખો. વ્યવસ્થિત રીતે તમારી જાતને નીચેની તરફ અને હિપ્સ પાછળની તરફ ખસેડો, 10-15 વાર પુનરાવર્તન કરો.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.