શું તમે ફેશન માટે કડુ પહેરો છો?, તો જાણો કડા વિશેની જરૂરી માહિતી..

Spiritual

હાલના સમયમાં કડુ પહેરવાનો ખુબ જ ક્રેઝ છે, પરંતુ હાથમાં કડું પહેરવાનો ચલન ઘણો પહેલાથી જ ચાલ્યો આવે છે. શીખ ધર્મમાં કડું પહેરવું ફરજિયાત હોય છે. લોકો વધારે ચાંદી, સોના, લોખંડ કે અષ્ટધાતુઓના કડા પહેરે છે.હકીકતમાં કડું માત્ર ફેશન માટે જ પહેરવામાં આવતું નથી. રત્ન ધાતુઓના જાણકાર માને છે કે, જો તમે થોડી માહીતી સાથે કડુ પહેરશો તો તેના ઘણા ફાયદાઓ પણ થાય છે.

પારદ એ એક જીવંત ધાતુ છે અને પારદ ધાતુના કડા હાથમાં પહેરવાથી કેટલીક બીમીરીઓ દૂર થાય છે અને ચિંતાઓ પણ દૂર થાય છે.

જે લોકો ઋતુ સંબંધી બીમારીઓથી પીડાતા હોય તેમજ જેના શરીરમાં નબળાઈ આવી જાય છે તેવા તમામ લોકોને હાથમાં પારદ ધાતુના કડા પહેરવા જોઇએ.

પારદ ધાતુને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે જે લોકોમાં નકારાત્મક શક્તિઓના પ્રભાવમાં જલ્દીથી જોવા મળે છે તેવા તમામ લોકોને પારદ ધાતુનાં કડા પહેરવા જોઇએ.

પારદ ધાતુમાં સ્પંદન હોય છે જે લોહીના સર્કુલેશનને નિયંત્રણમાં રાખે છે, એટલે જે પણ વ્યક્તિઓની કમર, હાથ-પગ કે પેટમાં દુખાવો થતો હોય તેને પારદ ધાતુથી બનેલા કડા પહેરવા જોઇએ.

પારદ ધાતુના શરીર પર સ્પર્શ થવાથી વ્યક્તિમાં જલન, નિંદા, મોહ, અહંકાર, હિંસા, વિક્ષિપ્તતા વગેરે અનેક આંતરિક દોષોને ઓછું કરી માનસિક દુખાવો પણ દૂર કરે છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.